પોસ્ટ્સ

ફેબ્રુઆરી 25, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ પાર્ક ૨

છબી
કોર્બેટ નેશનલ પાર્કમાં એન્ટ્રી કરવા માટે અમે રાતવાસો કર્યો હતો નજીક આવેલા રામનગરની એક હોટેલમાં. રામનગરમાં ઠંડીનો ચમકારો જબરદસ્ત હતો. એક વાત સમજાઈ કે જંગલ વિસ્તાર રામનગર કસ્બા સાથે જ શરુ થઇ જાય છે. એટલે રામનગરની સીમમાં માંડ પાંચ છ કિલોમીટર દૂરી પર રિસોર્ટ્સનું જંગલ શરુ થઇ જાય છે. જે નેટ પર કોર્બેટ પાર્કની રિસોર્ટ લાગે પણ હકીકતે હોતી નથી, નામ ફેન્સી ,કોર્બેટ અને જંગલ સાથે જોડાયેલા હોય એટલે 500 કિલોમીટર દૂરથી બુકીંગ કરાવનાર બિચારા ટૂરિસ્ટ્સ માને કે આપણે તો જંગલમાં બુકીંગ કરાવ્યું છે. ત્યાં જઈને પરિસ્થિતિ સમજાય કે આ જંગલ નહીં બફર ઝોન કહેવાય એવા કસ્બામાં જ આ હોટેલ છે ,પણ કશું કરવાને લાચાર હોવાથી એક બે દિવસ 40 સિટર કેન્ટરમાં જઈને જંગલમાં આંટા ફેરા ને આશીર્વાદ કરી આવે, વાઘ તો શું હરણ કે શિયાળ જોવા મળે તો નસીબ. એ લોકો માને છે કે કોર્બેટમાં વાઘ જ નથી.  અમે તૈયાર હતા સવારના નવ વાગે ,અમારે થોડી ફોર્માલિટી પતાવીને પાર્કમાં એન્ટ્રી કરવાની હતી. આ માટે મેનેજમેન્ટ અતિશય ચુસ્ત છે. આધાર કાર્ડ સાથે અન્ય પ્રુફ આપીને એન્ટ્રી મળે ને એક્ઝીટ માટે પણ ફોર્માલિટી પછી બહાર જવા મળે . એ પતાવીને અમે ખુલ્