પોસ્ટ્સ

ડિસેમ્બર 22, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આમેર: સોનાર કિલ્લો

છબી
જયપુર જવાનું હોય ને ત્યાં આમેર ફોર્ટની મુલાકાત ન લેવાય તો શું થાય ? હીરો ઘોઘે જઈ આવ્યો એવો ઘાટ અમારે નહોતો કરવો એટલે આમેરની મુલાકાત  માટે જે થાય તે કરવા તૈયારી હતી.  જયપુર લગ્નમાં મ્હાલવા તો જવાનું નહોતું  . કોન્ફરન્સ ને ઉતારો હતા  જયપુરથી 45 કિલોમીટર દૂર આવેલી હોટેલમાં  . આમેર કિલ્લાની મુલાકાતમાં હતા ગણતરીના કલાક, ગણીને કહેવું હોય તો ત્રણ કલાક  .એ મોકો ઝડપી લીધો થોડા કચવાટ સાથે, કચવાટ શેનો એ વાત છેલ્લે  . જો કોઈને જોધા અકબર ફિલ્મમાંના થોડા સીન્સ યાદ હોય કે પછી બાજીરાવ મસ્તાનીમાં મસ્તાની બાજીરાવને પાનબીડું આપવા આવે છે , નૃત્યના સીન. એ બધા આમેરમાં ફિલ્માવેલા છે તેની પ્રતીતિ પ્રવેશ સાથે થઇ જાય. પિન્ક સિટીના જાજરમાન અસ્તિત્વ સાથે મેળ ખાતો બાહુબલી કિલ્લો ને એની બજાર પણ. જયપુર શહેરથી 11 કિલોમીટર દૂર આ કિલ્લામાં જવા પૂર્વે વટાવ્યું ઝવેરી બજાર. આમેરની મુલાકાત ચૂકી ન જવાય એટલે તો સવારની 5.25ની ફ્લાઇટ પકડી હતી  . ઘરેથી નીકળવાનું હતું 3.30 એટલે રાત્રે મટકું પણ નહોતું માર્યું  . આમેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે આ ઝવેરી બજાર આવ્યું ત્યારે એક ઝોકું આવી ગયું હતું  . ગુમાવવાનું કશું નહોતું