પોસ્ટ્સ

એપ્રિલ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મગજમાં છે કેમિકલ લોચા

છબી
થોડાં સમય પહેલાં એક મૂવી જોયું હતું.  The last witch hunter. મૂવી તો જાણે હતું જ ફ્લોપ પણ,    એની સ્ટોરી લાઈન વાંચી ત્યારથી જોવું એમ નક્કી કરેલું. ફિલ્મ છે નામ પ્રમાણે એક witch hunter પર, જે માનવજાતને કનડતી દુષ્ટ આત્માનો નાશ કરે છે.  ભલભલા દુષ્ટ આત્મા જેર થઈ જાય છે. રહી છે એક માથાભારે ડાકણ (અલબત્ત, આ શબ્દ વાપરવો ખૂંચે છે). આ આત્મા માણસજાતનો નાશ કરવા યુધ્ધે ચડી છે. પણ, એવું તો શું વેર છે એ પ્રશ્નનો જવાબ જાણ્યા પછી ડાકણ આપણી હીરોઈન બની જાય છે.   ડાકણ માનવજાતને ધિક્કારવાનું કારણ છે માણસજાતનો કુદરત પ્રત્યેનો દુર્વ્યવહાર. જંગલનો વિનાશ. વાતાવરણનો વિનાશ.વિકાસ ને સંસ્કૃતિને નામે જંગલ સફાચટ કરનારને પરલોક પહોંડવાની જવાબદારી પોતાની સમજે છે.  જોવાની ખૂબી એ છે કે લડત છે પર્યાવરણ બચાવવા માટે. હીરો વિધ્વંસકારી માનવજાતને બચાવવા લડે છે ને પર્યાવરણ માટે મેદાને પડેલી 'Witch' ને ઠેકાણે પાડે છે.  એ જોઈને દિલમાં ભારે  ચચરાટ થયો ત્યારે મિત્રે કહયું કે, ઠીક હવે, આમ પણ પર્યાવરણની વાતો જગતમાં રહેલા 0.0000001 % લોકો કરતાં હશે.  ને તું એમાંની એક હોય તો what you need is a good psychi