પોસ્ટ્સ

નવેમ્બર 3, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રહેં ન રહેં હમ , મહેકા કરેંગે .....

છબી
ગર ફિરદૌસ બર રૂએ ઝમીં અસ્ત , હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો। અગર પૃથ્વી પર જન્નત હોય તો એ અહીં જ છે , અહીં છે અહીં જ છે.  કાશ્મીર જોઈને વારી જનાર જહાંગીરે આ શબ્દો કહ્યા હતા.પણ, જો જહાંગીરે કેનેડાનું વિક્ટોરિયા જોયું હોત તો શક્ય છે મુઘલ સામ્રાજ્યના પાયા ત્યાં પણ નાખ્યા હોત. બ્રિટિશ કોલમ્બિયાનું એક ભાગ એવું  આ એક જ શહેર એવું છે કે શિયાળામાં આખું કેનેડા જયારે ઠરી જતું હોય ત્યારે સરખામણીમાં થોડું હૂંફાળું રહે છે. એ જ કારણ છે દરિયાના બિલોરી કાચ જેવા પાણી અને પ્રદૂષણ  વિનાના નીલા આસમાનની વચ્ચે બેઠેલું અસાધારણરીતે ખૂબસૂરત એવું આ ફૂલનગર , ગાર્ડન સિટી છે. એક બે પાંચ નહીં 70 મહાકાય ગાર્ડન છે એક નાના અમસ્તા શહેરમાં. અલબત્ત, નાનું શહેર આપણા જેવા ભારતીયોને લાગે ત્યાંના લોકો માટે તો એ દમદાર મોટું શહેર છે. મોટું એટલે ? 20 કિલોમીટરમાં પથરાયેલું , જ્યાં માત્રને માત્ર વસ્તી છે નવપરણિત કે પછી વૃદ્ધોની , એવા સિટિઝનનું આ શાંત , રમણીય શહેર એટલું સુંદર છે કે 70થી વધુ ગાર્ડનઉપરાંત  બાકી હોય તેમ જ્યાં જુઓ ત્યાંથી દરિયાનો વ્યુ મળે. જોગિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક , વ્યવસ્થિત ટ્રાફિક ને જ્યાં જુઓ ત્યાં જોવા મ