જ્યોતિ કલશ છલકે..

1200 વર્ષ પૂર્વેની ધરોહરની સાબિતી છે માર્તન્ડ સૂર્ય મંદિર રળિયામણું દક્સમ સવારે છોડવાનું કારણ હતું. જવું હતું બીજા એક સ્થળે, સિંથન ટોપ. એ પણ માર્ગન ટોપ જેમ જ, જે કિશ્તવર થઈ અને ભારત પાકિસ્તાન સીમા પર આવેલા સંખ્યાબંધ ગામને અનંતનાગ જિલ્લા સાથે જોડે છે. ઊંચાઈ માર્ગન જેટલી નથી પણ તો ય 12000 ફિટ ખરી. ત્યાં સુધી પહોંચવા માટે સહેલાણીઓ એ અગાઉથી પરમિશન લેવી જરૂરી છે. સામાન્યરીતે આ વિસ્તારોમાં સહેલાણીઓની એન્ટ્રી પ્રતિબંધિત છે, જવું હોય તો અગાઉથી પરમિશન લેવી જરૂરી છે. અમારી પાસે જરૂરી પરમિશન હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા વાનને રોકવામાં આવી. એક ડીએસપી કક્ષાના ઓફિસરની મધ્યસ્થીથી કાફલો આગળ વધ્યો. સિંથન ટોપ પરથી દૂર સુધી વિસ્તરેલી ખીણ, સર્પાકાર રસ્તા જોઈને ધરાયા નહોતાં ત્યાં તો હળવા છાંટા વરસ્યા. વેધર ચાર્ટે આગાહી તો કરી હતી. સૌ સજ્જ પણ હતા. હજુ કોઈ વિન્ડચીટર બહાર કાઢે એ પહેલાં વાદળ હટી ગયા અને ફરી સોનેરી સૂર્યપ્રકાશવાળો દિવસ ખુલી ગયો. એક નાની ટપરી જે ખુલવાની તૈયારીમાં હતી ત્યાં કાવાનો પ્રોગ્રામ થઈ ગયો. કાશ્મીરમાં હો ને કાવો ન પીઓ તે તો બહુ નબળી વાત. કાશ્મીરી કાવાથી અપરિ...