પોસ્ટ્સ

ફેબ્રુઆરી 24, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક

છબી
             Pic by Kaushik Ghelani  થોડાં વર્ષ પહેલાં એક ફિલ્મ જોઈ હતી: કાલ. અજય દેવગણ અને  મોટી સ્ટારકાસ્ટની આ ફિલ્મ આમ તો ભૂતકથા હતી. બોક્સઓફિસ પર એવી સફળ  નહોતી થઇ ,પણ એમાં દર્શાવાયેલું જંગલ મનમાં રહી ગયું હતું.  મનમાં વર્ષોથી રમી રહેલા કોર્બેટ પાર્ક માટે જયારે વિચારવા માંડ્યું ત્યારે મિત્રોની સલાહસૂચન શરુ થઇ ગયા.  'ત્યાં જવાય જ નહીં. ત્યાં વાઘ તો દેખાતાં  જ નથી. એના કરતાં રણથંભોર વધુ બહેતર .. ' 'કેટલું દૂર, દિલ્હીથી છ સાત કલાક ...ન જવાય ..' કોઈકે તો ઠંડીનું કારણ આપ્યું કોઈકે અન્ય બીજા કારણો ને ડેસ્ટિનેશન સૂચવ્યા. પણ, મનમાં નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે તો કોર્બેટ પાર્કમાં  ઈચ્છાનો મોક્ષ કરવો જ રહ્યો એટલે નક્કી કર્યું કે જો હોના હૈ હો,પણ જવું તો કોર્બેટ નેશનલ પાર્ક.  ઉત્તરાખંડમાં આવેલા આ અભ્યારણ્યનું નામ છે કોર્બેટ નેશનલ પાર્ક પણ સહુ કોઈ એને જિમ કોર્બેટ પાર્ક કહે છે.  વિગતે વાત કરીએ એ પહેલા સહુની કુતુહલતાને રજા આપી દેવી જરૂરી છે. એટલે ખાસ કહેવાનું કે કોર્બેટપાર્કમાં વાઘ તો જોવા મળે છે પણ એના દર્શન કેમ સહુને દુર્લભ લાગે છે , તેની વાત આપણે આગળ કરીશું.