પોસ્ટ્સ

જાન્યુઆરી, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

છબી
અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?  યાદ છે વર્ષો પૂર્વે આવેલી એન્જેલિના  જોલીની ફિલ્મ ટુમ્બ રેઇડર ? એન્જેલિના જોલી જે પોતાના ગુમાયેલા પિતાની શોધમાં જાપાન પાસે આવેલા એક રહસ્યમય ટાપુ પર પહોંચી જાય છે. આ ટાપુએ ભલભલાને મોહિત કરી નાખ્યા હતા ત્યારે નામ ઉજાગર થયું અંગકોર વાટનું . અલબત્ત , હિસ્ટ્રી ને આર્કિયોલોજીના ચાહકો માટે આ નામ ક્યારેય અજાણ્યું નહોતું પણ એને એક નવી ઊંચાઈ મળી આ ફિલ્મથી  . દર વર્ષે પચાસ લાખથી વધુ ટુરિસ્ટ અહીં આવે છે.  ફિલ્મમાં જોઈને અચંબિત થઈ બેસી રહેવા જેવું આ ટેમ્પલ કોમ્પ્લેક્સ નથી. પૈસા ને સમય બંનેની સુવિધા હોય તો એક અઠવાડિયું પણ ઓછું પડે એવું રહસ્યમય છે આ સ્થાપત્ય  . કંબોડિયા જેને માટે પ્રસિદ્ધ છે તે અંગકોર વાટ મંદિરમાં મંદિર તો 100થી વધુ છે  મુખ્ય ત્રણ મંદિર છે વિષ્ણુ , બ્રહ્મા સરસ્વતી ને શિવના  . સૌથી મોટું પ્રભાવશાળી મંદિર  તો વિષ્ણુનું છે.  એ સિવાય તો ઘણા મંદિર છે , મંદિરની પરિસરમાં થયેલા કોતરણીકામમાં હનુમાન , કુબેર, રામાયણ, મહાભારતના પ્રસંગોથી લઈને સમુદ્રમંથન અને રાજવી સૂર્યવર્મનની પ્રતિમા પણ છે.  એક આખેઆખું ટેમ્પલ કોમ્પ્લેક્સ જે 11મી સદીમ

મહાભારત યુદ્ધ શ્રી કૃષ્ણ ટાળી શક્યા હોતે? તો એમને એમ કર્યું કેમ નહીં ?

છબી
બાળપણથી આ શ્લોક સાંભળતા રહ્યા હોવા છતાં એની પાછળની ભાવના ક્યારેય સમજાઈ  છે ? શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હતા છતાં એમને મહાભારત થતું રોક્યું કેમ નહીં ? આ પ્રશ્ન વિષેની જિજ્ઞાસા શમી ન હોય તો ફરી એકવાર મહાભારત વાંચવું પડે. જે નિર્મિત છે તે થઈને જ રહે છે. ભૂતકાળની છાયા ભાવિ પર પડે અને તેનાથી પ્રજા કશુંક પામે , કંઈક બોધ પામે એવા કોઈ ઉદ્દેશથી એક મહાભારત માત્ર યુદ્ધકથા નથી , સમજો તો બોધકથા છે. અત્યાર સુધી મહાભારતને કાલ્પનિક પણ લેખાવનાર બૌધિકો છે. હવે એ મત પર પરદો પડ્યો છે નવા સંશોધનથી, મહાભારત સાથે જોડાયેલી ભગવદ ગીતા હવે વિદેશોમાં એક કોર્સ તરીકે ભણાવાય છે , કર્મયોગ ફિલોસોફી તરીકે અને એ ભગવદ ગીતાના ભૂમિ છે કુરુક્ષેત્ર , જ્યાં મહાભારત યુદ્ધ થયું , જ્યાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન  આપ્યું . કુરુક્ષેત્ર નવી દિલ્હીથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે અને ચંદીગઢથી આશરે 80 કિમી દૂર. પુરાણો પ્રમાણે, કુરુક્ષેત્ર એ મહાકાવ્ય મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે, કૌરવો અને પાંડવોના પૂર્વજ રાજા કુરુ નામના પ્રદેશ છે. આ સ્થળનું મહત્વ  જ એ છે  કે  કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ રહે છે  આ જમીન પર લડ્યા હતા અ