Posts

Showing posts from November 17, 2024

....ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો ..

Image
હિમાચ્છાદિત શિખર, નિર્મળ પાણી , બર્ફીલા પવન અને મહેકતી વનરાજી મંત્રમુગ્ધ કરી દે તેવી ગુરેઝ વેલી  અમારું છેલ્લું ડેસ્ટિનેશન હતું ગુરેઝ વેલી.  આ એવી જગ્યા છે જે કાશ્મીર જતાં મોટાભાગના ટુરિસ્ટની નજર બહાર છે.  વર્ષોથી આ જગ્યા વિષે ઘણું બધું સાંભળ્યું હતું ત્યાં ખરેખર જવાનું છે તે વાત જ પહેલા તો માનવામાં ન આવી. તેના કારણ હતા. આ ગુરેઝ વિષે ઘણી રોચક કહાણીઓ 96ની વિઝીટ વખતે સાંભળી હતી. ત્યારે બકેટ લિસ્ટ જેવો અભિગમ અસ્તિત્વમાં નહોતો છતાં ત્યારથી મનના  કોઈ ખૂણે આ નામ ધરબાઈ રહ્યું હતું. ગુરેઝ વેલી પ્રદેશ એટલે આધુનિક દુનિયાની અંધાધૂંધીથી અલાયદું, અસ્પૃશ્ય એવું મંત્રમુગ્ધ કરી નાખે તેવું સ્વર્ગ, જે  હિમાલયના હિમાચ્છાદિત શિખરોથી ઘેરાઈને કિશનગંગા નદીના બર્ફીલા પાણીથી જીવંત, અદ્ભૂત લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ખીણના લીલાછમ ઘાસના મેદાનો, પ્રાચીન કિલ્લાઓ અને મોહક ગામડાઓ જુઓ તો તમને લાગે કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને એવા યુગમાં પહોંચી ગયા છો જયારે પૃથ્વી અને સ્વર્ગ એકસમાન હતા. આવું વર્ણન જયારે સાંભળ્યું હતું ત્યારે અહીં જવા માટે કોઈ સ્કોપ નહોતો કારણ...