પોસ્ટ્સ

ફેબ્રુઆરી 26, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક 3

છબી
સામાન્યરીતે જંગલ સફારી માટે વધુ ઉચિત મનાતો હોય તે સમય ઉનાળો  છે. કારણ છે ગરમી. ભારતભરના  અભ્યારણોમાં વાઘ , સિંહ કે પછી કોઈપણ પશુ પંખી જીવ જંતુની ગતિવિધિ વધી જાય છે. તરસ તો સહુને લાગે. એટલે ઉનાળાના સમયમાં પાણીના સ્ત્રોત જેવાકે તળાવ, નદી પાસે આ પ્રાણીઓની અવરજવર વધી જાય છે. અમે જે સીઝનમાં હતા એ તો હતો શિયાળો ને પાછી ઠંડી કહે મારું કામ.  અમે  પહોંચ્યા એવા જ સફારી માટે નીકળવાનું હતું. ઢીકાલામાં સવાર અને બપોર એટલે કે દિવસના બે વાર સફારી માટે ફાળવાયા છે. એ સિવાય કોઈપણ વ્યક્તિ  લોજનો ગેટ  ક્રોસ કરી ન શકે. એ પ્રતિબંધનું કારણ અમને બીજા દિવસે સમજાયું. અમે અમારા મિત્રની સલાહ માનીને ત્રણ દિવસમાં છ સફારી બુક કરી હતી. બપોરની સફારી હતી 1.45 થી 5.45 સુધી. ભૂખ તો કકડીને લાગી હતી પણ હાથ પાર સમય નહોતો કે લંચ કરી શકાય. એટલે કેન્ટીનમાં જઈને મેગી ને ચાથી કામ ચલાવી ઝટપટ ખુલ્લી જીપમાં ગોઠવાઈ ગયા.  અમારી સાથે હતા ડ્રાઈવર હારુન અને ગાઈડ વિજય. હારુન જંગલનો આબાદ જાણકાર હતો. ગાઈડનું કામ હતું બાઇનોક્યુલરથી નજર રાખવાનું, કોલ જાણવાનું. જંગલનો કોલ પણ જોવા સાંભળવા જેવો છે. જે ટાઇગરની હિલચાલ સૂચવે છે. જ્યાં જ