પોસ્ટ્સ

મે, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પથ્થરમાં કોતરાયેલી કવિતા : નલિનીગુલ્મ

છબી
बिन पीयां या जाणियै, किसो गंगजळ नीर। बिन जीयां या जाणियै, किसड़ो भोजन खीर।। વિના પીએ કેમ જાણી શકાય કે ગંગાજળ શું છે ? વિના ખાધે કેમ કહી શકાય કે ખીર કેવી હોય છે ?  એ જ રીતે કહી શકાય કે રાણકપુર ન જોયું હોય તો  સ્થાપત્ય શું છે  ? આજથી લગભગ છ સદી  પૂર્વે એટલે કે 1437માં નિર્માણાધીન થયેલું રાણકપુરનું જૈન દહેરાસર આજે વિદેશી ટુરિસ્ટની મસ્ટ વૉચ લિસ્ટમાં મોખરે હોય છે.   એવું તો ખાસ શું છે આ દહેરાસરમાં  ?   1439  મનાય છે નિર્માણ શરુ થવાનું વર્ષ પણ એમાં થોડા મતભેદ છે. એક મત છે જે 14મી સદીમાં આ ભવ્ય સ્થાપત્ય નિર્માણ થયું એમ માને છે બીજો મત છે જે પંદરમી સદી લેખે છે. સદી ગમે એ હોય પણ પ્રથમ તીર્થંકર આદિનાથ માટે બનેલું આ દહેરાસર , કલાકારીગીરીનો એક ઉત્કૃષ્ટ નમૂનો તો છે એમાં કોઈ બેમત નથી.  એક એવું સ્થાપત્ય જેનો આકાર છે,અવકાશયાન, એટલે કે સ્પેસશીપ જેવો. તે પણ સીધીસરળ સ્પેસશિપ નહીં  ત્રિમંજ઼િલ અવકાશયાન જેવો. હેરત પમાડે એવી વાત છે , જયારે રોકેટ સાયન્સ ટેક્નોલોજીનો વિચાર સુધ્ધાં નહોતો વિકસ્યો એ સમયે આવી કલ્પના કરવી એ વાત જ ન માનવામાં આવે એવી છે. એ માટે આધાર હતો એક જૈન શ્રેષ્ઠિને આવેલા