Posts

Showing posts from August 13, 2017

કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?

Image
દર વર્ષે શીતળા સાતમ પાસે આવે એટલે  એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે. વાર્તા પ્રમાણે ગામમાં નવી વહુ આવી. જેવી સાસુની સામાન્ય વ્યાખ્યા  હોય તેવી સાસુ  મળી હતી.  હવે આપણી મુખ્ય નાયિકાની એક જ તકલીફ હતી,એને કુલેર બહુ ભાવે. કુલેર એટલે ઘી ગોળમાં ભેળવેલો બાજરાનો લોટ. ઘી  તો સાસુ તાળાચાવીમાં રાખે , વહુ શું કાચો લોટ ફાકે ? સાસુની પહેરેદારી સામે વહુ ત્રાસી ગઈ.પણ કહે કોને? એક દિવસ એને ચમકારો થયો. એ ગઈ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં  .ફરિયાદ કરવી તો બીજાને શું કરવી ? સીધી માતાજીને જ ન કરવી ? માતાજીને ફરિયાદ કરીને ઘરે આવી. મનમાં હતું કોઈક તો ચમત્કાર થશે ને કુલેરનો જોગ થઇ જશે, પણ પથ્થર પર પાણી. ઘી તો ચાવીબંધ કોઠારમાં  જ સચવાયેલું રહ્યું  . હવે કરવું શું ?  વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ  નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું ...