Posts

Showing posts with the label Bollywood

સફર હવાઈ કિલ્લા થી ગોબીના રણની

Image
કરીબ કરીબ સિંગલ : સફર હવાઈ કિલ્લા થી  ગોબીના રણની સામાન્યરીતે ફિલ્મ વિષે  ત્યારે લખાય જયારે એ આવવાની હોય , ફિલ્મ આવી ગઈ હોય , વર્ષ વીતી ગયું હોય , ભુલાઈ પણ ચૂકી હોય ત્યારે એ વિષે લખવું નરી મૂર્ખતા જ કહેવાય. પણ , કરીબ કરીબ સિંગલ વિષે એવું કહેવું જરા અયોગ્ય તો ખરું. આવી ફિલ્મો જોઈએ ત્યારે લાગે કે ઓત્તારીની, આ તો તેરી મેરી કહાની હૈ જેવી વાત છે છતાં એ ફિલ્મો સુપર ફ્લોપ થાય. કારણ ? કારણ તેરી મેરી કહાની વાળો ક્લાસ કેટલો ? અલબત્ત આ ફિલ્મ ફ્લોપ હતી કે હિટ મને નથી ખબર પણ, એના વિષે ગુબ્બારા નહોતા ચગ્યા એટલે ધારી લીધું કે નહીં ચાલી હોય. હવે સારી ફિલ્મો ભલે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ સફળ ન હોય પણ એ એના ચાહકો પાસે પહોંચી જાય છે ખરી થેન્ક્સ ટુ નેટફ્લિક્સ એન્ડ એમેઝોન પ્રાઈમ .  એક બોઝિલ સાંજ હતી , મૂડ બેરંગ હતો. મિત્રો સાથે વાત કરવા માટે બિલકુલ અયોગ્ય સમય. થયું કે એક ફિલ્મ જોઈ નાખવી, બોલીવુડ ફિલ્મોની એક વાત માનવી પડે , એ મૂડની મરમ્મ્ત તો બેશક  કરી આપે. નેટફ્લિક્સ પર ન્યુ અરાઈવલમાં ઈરફાન સાથે એક ફ્રેશ ચહેરો જોયો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પાર્વતી અને ઈરફાનની માંદગ...

લગી કૈસી યે લગન ....

Image
એવું તો ક્યારેય ન બને કે મેઘરાજા મન મૂકીને વરસે ને  આ ગીત મનમાં ન ગૂંજે  . ફિલ્મ અમિતાભની છે પણ ક્યારે આવી ને ક્યારે ગઈ ખ્યાલ નથી એટલે બિલકુલ ફ્લોપ હશે એવું ન માનવાને કારણ નથી.  કોલેજમાં હતા ત્યારે પણ આ ગીત અતિશય પ્રિય હતું , માત્ર ને માત્ર મ્યુઝિક અને લિરિક્સ માટે, એ ક્યાં કઈ રીતે પિક્ચરાઇઝ થયું છે એ મહત્વનું નહોતું  . હા, મરીનડ્રાઈવ ફક્ત જાણીતું લાગતું કારણકે તે વખતે લગભગ દરેક હિન્દી ફિલ્મમાં એક સીન તો આવતો જ , અને પછી જયારે મુંબઈમાં વસવાટ કરવાનો આવ્યો ત્યારે અચાનક એક દિવસે ખ્યાલ આવ્યો અરે, આ તો ચર્ચગેટ, મરીનડ્રાઈવ, ચર્ચગેટ , ફોર્ટ , ક્રોસ મેદાન , બોમ્બે હાઇકોર્ટ, ફાઉન્ટન  .... જ્યાં રોજ સવાર ઉગે અને સાંજ આથમે  ... ચાલીસ વર્ષ જૂનું આ ગીત હજી સદાબહાર છે. કશું જ જૂનું બોઝિલ નથી લાગતું , ન તો મૌસમીની મુગ્ધતા ન અમિતાભની નિર્દોષતા, અને સદા બહાર મુંબઈ , હા, થોડું જે બદલાયું છે તે છે મરીન ડ્રાઈવની પાળ. એ સમયે આટલી બધી બિસ્માર  હાલતમાં હશે એ કલ્પના નથી થતી. હવે એ ખરેખર માણવાલાયક બની છે , એ વાત જૂદી છે કે આપણે સરેરાશ ભારતીય સ્વચ્છતાન...