દિલ ચાહતા હૈ
સામાન્યરીતે કોલમ કે બ્લોગ રીડરને ધ્યાનમાં રાખીને લખાય છે. વિષય, લંબાઈ, ફોર્મેટ , ફોટોગ્રાફની સંખ્યા, ભાષા બધું જ ફિક્સ્ડ . બરફીનાં ચોસલાંની જેમ બરાબર ગોઠવાયેલું , પણ, જરા કશુંક જુદું , પોતાને માટે , પોતાને મજા પડે તેવું લખવાનું હોય તો ?? ન ઉમ્ર કી સીમા હો ન જન્મો કા હો બંધનની જેમ ન કોઈ સીમા વિષયને કે પછી ન કોઈ બંધન ફોર્મેટને. માત્ર ને માત્ર મનની મસ્તી . એમાં વાત મળવા જેવા માણસોની હોય કે પછી લિજ્જતદાર ફાલુદાની. દિવસો સુધી ન ભૂલાય એવી ફિલ્મની કે પછી દિલોદિમાગ પાર છવાઈ રહેતા ગીતસંગીતની ,મન પર અવિસ્મરીણયપણે અંકિત થઇ ગયેલી યાદની , દિલમાં કોઈક ખૂણે શ્વસતી ફિલ્મની ,પુસ્તકની ,તવારીખનાં કદીય ન ભૂલાયેલા જાજરમાન વ્યક્તિત્વની , તેમની સાથે જોડાયેલા પાત્રોની, તેમની અસલિયતની , આલેખાયેલાં નકલી ઇતિહાસને કારણે વટલાઈ ગયેલી તવારીખ અને સાથે જોડાયેલી વાયકાઓની . વિષય કોઈ પણ હોય ,લંબાઈ,ફોટોગ્રાફ્સ ... Everything under the Sun .. . ઉપર ગગન વિશાલ ને એની નીચે એક પરમાણુંની જેમ ધબકતાં અ...