પોસ્ટ્સ

જુલાઈ 21, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાણીની વાવ

છબી
રૂપિયા 100ની નવી નોટ પર શું સ્થાન મળ્યું , રાણીની વાવ તો એકદમ છવાઈ ગઈ. વાસ્તવિકતા એ છે કે ભારતીય સ્થાપત્યના અનેક નમૂના સામાન્ય ભારતથી અજાણ છે , એવું જ છે આ વાવનું  . વર્ષો પૂર્વે પાટણની મુલાકાતે જવાનો પ્રસંગ બન્યો હતો ત્યારે જોયેલી વાવ અચાનક મન પર તાજી થઇ. સ્મૃતિ એકદમ તાજી તો નથી પણ થોડા ફોટોગ્રાફ્સ ને થોડી સંઘરાયેલી માહિતી સાથે બાકીનું કામ મિત્ર ગૂગલે કર્યું  . સરસ્વતી નદીના ઇનારે આવેલી વાવ જોવા ગયા ત્યારે ત્યાં નદી હતી કે નહીં એ પણ યાદ નથી. 11મી સદીમાં નિર્માણ થયેલી વાવ વિષે નાનપણમાં ઘણું સાંભળ્યું હતું. ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ પ્રમાણે પાંચમા ધોરણના ઇતિહાસના પુસ્તકના છેલ્લે પાને આ વાવનો ફોટો છપાયેલો હતો એ ઘણાંને યાદ હશે.2014માં UNESCO દ્વારા એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે 11મી સદીમાં એવી સ્થાપત્યકળા હતી જેના આધારે સાત સ્તરમાં વહેંચાયેલી આ મારુ ગુર્જર શૈલીની આ વાવમાં 500થી વધુ અલભ્ય એવી કોતરણીવાળા શિલ્પ હતા. રાણીની વાવ , રાણકી વાવ નામે ઓળખાતી આ વાવ ચાલુક્ય સામ્રાજ્યના કાળમાં બંધાઈ હોવાનું મનાય છે. જૈન મુનિ મેરુ સુરીએ લખેલા ગ્રંથ પ્રબંધ ચિંત