ક્રેશ & કવર અપ..

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના આંચકા શમી રહ્યા છે છતાં તે પાછળના કારણો વિચારવાની પ્રક્રિયા નિરંતર રહેવાની છે. દરેક ચેનલો માધ્યમો પોતપોતાની રીતે ઘટનાનું મૂલ્યાંકન કરે સ્વાભાવિક છે. ખાસ કરીને મોટાભાગના પોડકાસ્ટર પોતપોતાની થિયરીને પ્રસ્તુત કરતા રહ્યા અને એમાં કોઈ શંકા નથી કે તેઓએ પોતપોતાની રીતે સંશોધન કર્યું જ હશે. સહુ પ્રથમ થિયરી ચાલી ત્રાસવાદી હુમલાની.ખાસ કરીને સેલીબી એવિએશન હોલ્ડિંગ દ્વારા એરપોર્ટ માટે જે વિવાદ ચાલી રહ્યો હતો તેને હવા આપતી વાતો કે ગુબ્બારા ચાલવા લાગ્યા. સેલેબી એવિએશન કંપની ઇન્ડિયામાં વર્ષોથી કાર્યરત હતી. 2009ની સાલમાં આ કંપનીનો પ્રવેશ વિધિવત રીતે ઇન્ડિયામાં થયો. તેને લાવવા પાછળનું મુખ્ય કારણ હતું ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન ક્ષેત્ર. 2005 પછી જેટ, કિંગફિશર, ઇન્ડીગોના આગમન પછી જે તેજીથી વિકાસ થઇ રહ્યો હતો ત્યારે સરકારે PPP મોડેલ હેઠળ ખાનગી કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. મોટા એરપોર્ટ્સ જેવા કે દિલ્હી, મુંબઈ પ્રાઇવેટ કંપની સાથે સંયુક્ત ભાગીદારીમાં આપવાનો નિર્ણય કર્યો. જેના ભાગ રૂપે સેલેબીને આ કોન્ટ્રાકટ મળ્યો હતો. સેલેબી ટર્કીશ કંપની હતી પણ તેની લાયકાતમાં હતો વર્ષો...