Posts

Showing posts from January 12, 2022

અજંતા ગુફાઓ : જીવંત ચિત્રોની દુનિયા

Image
અજંતા ઇલોરાની ટ્રીપ પ્લાન કરી હતી દિવાળી પછી. નવેમ્બર મહિનો આ ટ્રીપ માટે આદર્શ એ  હેતુથી કે વાતાવરણમાં ઠંડક હોય. ઉનાળામાં આ જગ્યાએ જવાનો વિચાર સુધ્ધાં ન કરી શકાય. ટેમ્પરેચર 40 થી 48 ડિગ્રી હોય અને એ વખતે ચાલીને ગુફાઓ જોવાનો પ્લાન અસહ્ય બની  રહે.  મારો પ્લાન જાણ્યા પછી મિત્ર હેતલ દેસાઈએ મને મરાઠી ફિલ્મ અજીન્થા જોઈને જવાનો અનુરોધ કર્યો હતો. ત્યારે ખબર નહોતી કે આ ફિલ્મના છેડા ક્યાં જોડાવાના છે.  અમારા ડ્રાઈવર ઉત્તમભાઉએ જણાવ્યું હતું એમ અમે સાતને ટકોરે હોટલ છોડી. ઔરંગાબાદથી અજંતા કેવ્સ છે 110 કિલોમીટરના અંતરે. આમ જોવા જાવ તો પહોંચતાં બે કલાકથી વધુ સમય ન લાગવો જોઈએ. પણ, જેવી સિટીની હદ છોડી કે સમજાયું કે શા માટે અજંતા પહોંચતા ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય લાગે છે.  આવી સુંદર, વર્લ્ડ કલાસ કહેવાય તેવી સાઈટ પર પહોંચવા માટે ઢંગનો રસ્તો નથી. 75 ટકા રસ્તો હજી બની રહ્યો છે.  આ સ્ટેટ્સ છેલ્લાં દસ વર્ષથી છે. જે સાઈટ પર આટલાં ટુરિસ્ટ આવતાં હોય , નેશનલ હાઇવે સાથે જોડાતો હોય એ સાવ ખસ્તેહાલ છે.  અમે નીકળ્યા હતા આ વાત ગણતરીમાં લઈને. સાત વાગ્યે નીકળ્યા પછી મોડામાં મોડું...