પંછી નદિયા પવન કે ઝોંકે ...કોઈ સરહદ ના ઇન્હેં રોકે...
નદી છે એક જ. ભારતીય નામ કિશનગંગા જે પાકિસ્તાન માટે નીલમ છે. આપણે ત્યાં ને સામે પાર વસેલા બંને ગામનું નામ કેરન છે. કુપવાડા નૌતુસા ગામના રેશવારી ગેસ્ટ હાઉસમાં અમારે ચાર દિવસ રહેવાનું હતું. કારણ કે ત્યાંથી અમારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલા ગામની મુલાકાત લેવાની હતી. તેમાં એક હતું કેરન વેલીનું છેલ્લું ગામ કેરન. ભારત પાકિસ્તાન સીમા પર આવતું ભારતની છેલ્લી વસાહત. જે વસ્યું છે કિશનગંગા નદી પર. એ ઓળંગી ને સામે પાર જાવ તો પહોંચો કેરન ગામ જ, પણ પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર (POK) કેરનમાં. એ વસ્યું છે નીલમ નદીના કાંઠે. એવું મનાય છે કે 10મી સદીમાં રાજા કરણે આ નગર વસાવ્યું હતું. ખાસ ઐતિહાસિક માહિતી મળતી નથી પણ સિલ્કરુટમાં અત્યંત મહત્વનું નગર હતું તેવો ઉલ્લેખ મળે છે. એટલે સ્વાભાવિક છે કે નગર સમૃદ્ધ જ હોવાનું. આ વિસ્તારમાં ઘણી વિદ્યાપીઠનો ઉલ્લેખ મળે છે. શારદાનગરી હોવાથી શિક્ષણ અને વેપાર વાણિજ્ય બંને વિકસિત થયા હોય તો તે સમૃદ્ધ જ હોય ને. પણ, અત્યારે સુષુપ્તાવસ્થામાં છે. તેનું કારણ છે એક સમયે થયેલું સીમાપારથી બેસુમાર બોમ્બિંગ, ઘૂસપેઠ ,ત્રાસવાદી તત્વોની કનડગત. સમય એવો આવ્યો ક...