વાત બે તાજ વચ્ચે કુરબાન થયેલી એક પ્રિન્સેસની

આજનું મુંબઈ,400 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે એ એક મહાનગર હશે. દર વર્ષે જૂન મહિનો આવે તે પહેલા માત્ર BMC જ નહીં તમામ મુંબઈકર પણ સજ્જ થઇ જાય. ખાસ કરીને રોજ નોકરીધંધા માટે પરામાંથી મુંબઈ આવતા કે કામકાજ માટે સબર્બ માં જનાર મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજથી ખોફ ખાતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આજે આટલા વર્ષે પણ મુંબઈ કેમ દોહ્યલું છે? આટલા વર્ષ એટલે ? આજે મુંબઈને મુંબઈ બનવાની 361મી વર્ષગાંઠ છે. 21 મે 1662 , આ દિવસ જયારે પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રિગેન્ઝાને બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્નમાં મુંબઈના ટાપુ કરિયાવરમાં આપવામાં આવ્યા. મુંબઈ મુંબઈ તો પછી બન્યું પહેલા તો હતો એક ટાપુનો સમૂહ. 23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા . એ તો સહુને ખબર છે કે મુંબઈને મુંબઈ બનાવનાર હતા અંગ્રેજ. પણ એવું નહોતું કે આ પ્રદેશનું અસ્તિત્વ નહોતું. અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ...