પોસ્ટ્સ

માર્ચ 16, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વો સુબહ કભી તો આયેગી : પણ ક્યારે...?

છબી
 કાશ્મીર ફાઇલ્સ જોયું નહોતું ત્યારે વિચારી રાખ્યું હતું કે આ ફિલ્મ વિષે , આ વિષય પર કશું જ ન લખવું . પત્રકાર તરીકેની કારકિર્દીમાં કાશ્મીરને ખૂબ નિકટથી જોવાનો , વિસ્થાપિત હિન્દૂ પંડિત કુટુંબોને મળવાનો, સેના સાથે લાઈન ઓફ કંટ્રોલ પર રહેવાનો , સૌથી વધુ ખતરનાક વિસ્તારોમાં ઇન્સર્જન્સી દરમિયાન સોપોર બારામુલ્લાહની સુમસામ ગલીઓમાં ઘુમવાનો અને આ તમામ પરિબળોના પ્રત્યક્ષ અને પરોક્ષરીતે સાક્ષી બનવાની તક મળી હતી. એટલું જ નહીં કારકિર્દીના વર્ષોમાં લાંબા સમય સુધી ડિફેન્સ બીટ પણ કરી હતી.  ઘણી બધી વાતોના મૂળથી વાકેફ હોવા છતાં કશું નથી લખવું એવું મન બનાવી લીધું હતું. એ ફિલ્મ જોયા પછી મન ફેરવાય ગયું એવું પણ ન માનશો.  મન ફેરવવા માટે જવાબદાર કારણો તો જુદાં જ હતા. કહેવાતાં વિદ્વાનોના મત , ડિબેટ તરીકે , ભાષણ સ્વરૂપે , કમેન્ટના વિકૃત સ્વરૂપ તો જોયા પણ હદ  ત્યારે થઇ ગઈ કે આ કરુણાંતિકાને જસ્ટિફાય કરવાની ચળવળ ચાલી. વોટ્સએપ મેસેજ પર ફરતાં લાંબાલચક મેસેજો . મુસ્લિમ બહેનો પર કેટલા બળાત્કાર થયા છે તેનું શું ? એવી વાતો. હિન્દૂ કરતાં મુસ્લિમો વધુ માર્યા ગયા છે એવી વાહિયાત દલીલો.  એટલું પૂરતું નહોતું , કહેવામ