પોસ્ટ્સ

ફેબ્રુઆરી 18, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બ્રહ્મજ્ઞાન@50 Re

છબી
  ભાંગ.. આ નામ સાથે શું અનુભૂતિ થાય?  mysticism, ecstasy, spirituality...આ ત્રણે ઘટકનો એક ચીજમાં સમન્વય થાય તે છે ભાંગ.  વર્ષો પૂર્વે મુંબઈ વસવાટ માટે આવવાનું થયું ત્યારે જવાનું થયેલું મહાલક્ષ્મી મંદિર. ચાર દાયકા પહેલા આ મંદિરનો માહોલ જુદો હતો. હમણાં જવાનું થયું ત્યારે જોયું કે ન તો એ દરિયો છે જે મહાલક્ષ્મી મંદિરના ખડકોને પખાળતો હતો ન તો એ પથ્થરો રહ્યા છે જ્યાં મુગ્ધ પ્રેમીઓ કલાકો બેસી રહેતા હતા. કોસ્ટલ રોડ માટે આપણે ભારે ટોલ ચૂકવવાનો છે એ પૈકી આ પણ એક.  હા, પણ વાત તો ભાંગની હતી. તે વખતે મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં ભાંગ ખુલ્લેઆમ મળતી હતી . દર્શને આવનાર શ્રદ્ધાળુઓ દર્શન કર્યા પછી બે ચીજ અચૂક કરતા, એક તો  ભાંગ કે ઠંડાઈ સાથે ગરમાગરમ દાળવડાં ઝાપટતાં ને પછી મંદિરની પાછળ આવેલા ખડકો પર હિંમત કરીને પહોંચી જઈને દરિયાના પાણીમાં પગ ડૂબાડી બેસી રહેતા.  કામ માત્ર યુવાન પ્રેમી જોડાં માટે, બાકી લિજ્જત જે દાળવડાં અને ભાંગની હતી એ સૌ કોઈ માટે ખરી.  એ મજા ઘણીવાર માણી હતી. પછી તો અચાનક એ બધું ક્યાંય પાછળ છૂટી ગયું.  થોડાં વર્ષ પૂર્વે યુએસથી આવેલી મિત્રે જયારે ભાંગ પીવાની ઈચ્છા કરી ત્યારે ખબર પડી કે મહાલક