Posts

Showing posts from June 4, 2025

જીના ઈસી કા નામ હૈ...

Image
આજની સવાર તો જેમ પડે તેવી જ પડી.  રવિવારના દિવસે આખો દિવસ ભરચક જલસા કર્યા પછી રાતે જરા થાક અનુભવાયો પણ દિવસભર કરેલી મજા એ થાકની શું વિસાત?  રવિવારની સવાર Rotary fellowship ને નામે હતી. થીમ હતો મેળો. મેળે ગયાનો થાક લાગે પણ સાંજે પ્રિય મિત્રની Birthday પાર્ટી હોય તો થાક ક્યાંથી લાગે?  મોડી રાત સુધી ચાલેલી પાર્ટી પછીની સુસ્ત સવાર. ને સમાચાર મળ્યા એક વડીલ પત્રકાર મિત્રે આત્મહત્યા કરી તેના. મેં એમને કદી ઉદાસ કે ગંભીર જોયા નથી. હમેશ એક ચિતપરિચિત સ્મિત અને અવાજમાં રહેલો સાચુકલો ઉમળકો.  એ વ્યક્તિ એકલતા અને માંદગીથી ત્રાસી આવું કરે એ વિચાર મને ઉદાસ કરી રહ્યો છે.  હવે રહી રહીને વિચાર એવો પણ આવે છે કે મસ્ત ફકીર જેવા આ મિત્ર ખરેખર મનથી ખુશ રહેતા હશે કે પછી ચહેરા પર ચહેરો પહેરી રાખતા હશે?  અત્યારે એવો વિચાર પણ આવ્યો કે વ્યક્તિ જો કામ સિવાય બીજી કોઈ હોબી જિંદગીમાં ન વિકસાવી શકે તો આ સમસ્યા થાય. ઘણા લોકો સમજી જ શકતા નથી કે લોકો કેમ પાર્ટી Animals કે પછી ટોળા પ્રિય થઈ જાય. લોકોને isolation ને solitude ભેદ નથી સમજાતો.  કદાચ એટલે જ પાછલી ઉમરમાં મ...