ચૂપકે સે સુન.. ઈસ પલ કી ધૂન...

જેને પણ કાશ્મીરને સ્વર્ગ કહ્યું છે તેને એ વાત અહીંથી કહી હશે. ગુલમર્ગથી અમારી જર્ની શરુ થઇ રેશવારી માટે. અંતર છે 65 કિલોમીટર પણ આપણે પહેલા વાત કરી તેમ આ પ્રદેશમાં રસ્તા અને પહાડી ઇલાકાને કારણે સ્પીડ થઇ ન શકે. રેશવારી, કુપવાડા જવા માટે અમારે જે રસ્તો લેવાનો હતો તે સોપોર થઈને જતો હતો. રસ્તાની બંને બાજુ બગીચામાં રહેલા વૃક્ષો પર સફરજનના ઝૂમખાં ઝૂલી રહ્યા હતા. મોટેભાગે લાલ કશ્મીરી સફરજન પણ ક્યાંક ક્યાંક ગ્રીન અને ગોલ્ડન ફળ પણ દેખાયા. સૌને બગીચાની મુલાકાત લેવી હતી. મોટું આકર્ષણ તેને જિંદગીભરની યાદગગીરીરૂપે ક્લીક કરી લેવાનું હતું. બગીચા ખાનગી માલિકીના હતા. જેમાં માલિકનું નિવાસસ્થાન પણ હોય. બગીચાના કદ અને તેમાં શોભતી વિલા કે મકાન પરથી આપણે અંદાજ લગાવી લેવાનો કે આ માલિકની હેસિયત શું હશે. મોટાભાગે ખાતાંપીતાં સુખી કુટુંબો હશે તેવું લાગ્યું. છતાં, કોઈક જગ્યાએ જૂનાં બિસ્માર મકાનો, મજૂરી કરનાર વર્ગ પણ જણાયો. સફરજનની સાથે સાથે ઘઉંનો પાક પણ તૈયાર લાગતો હોય તેમ જણાયું. ઘઉંને તડકો ખવડાવવાનો રિવાજ હોય તેમ આંગણામાં, રસ્તા પર, રસ્તાની હારોહાર લાગીને કપડાં પર પાથરેલા જોવા મળ્યા. કાશ્મ...