Posts

Showing posts with the label #indiantemples

આવરણ: ખુલ્લી આંખે અંધારપટ

Image
ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું  લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ભૈરપ્પાજી કન્નડ ભાષામાં લખે છે ઉપરાંત હિન્દીમાં પણ લોકપ્રિય નવલકથાઓ આપી છે. પરંતુ,  મોટાભાગના પુસ્તકો ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે. તેમના ઘણાં પુસ્તકો અને મળેલાં સન્માન એક બ્લોગમાં સમાવવા એટલે શક્ય નથી કારણકે તેની યાદી લગભગ છ કે સાત પાનાં ભરીને છે. તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ.  આ પુસ્તકમાં શું છે? શા માટે વાંચવું જોઈએ?   આવરણ મૂળ કન્નડમાં છે , જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી માહિતી આપે છે કે વિવિધ ભાષામાં તેની 38 જેટલી આવૃત્તિ પાંચ વર્ષમાં થઇ ચૂકી હતી.   નવલકથાની શરૂઆત તુંગભદ્રા બંધના સરકારી અતિથિગૃહના ઉપરના માળની બારીમાંથી બહાર જોઈ રહેલી રઝિયાથી થાય છે. તે અસ્વસ્થ છે.  શું છે તેની અસ્વસ્થતાનું કારણ ?  આ વર્ણનથી શરુ  થાય છે નવલકથા .  લગ્ન 28 વર્ષ થઇ ચુક્યા છે. દંપતી પ્રૌઢવસ્થામાં પ્રવેશી રહ્યું છે. પતિ આમિર ફિલ્...