જીવો ને જીવવા દો
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિ ભયજનક સપાટી વટાવી રહી છે , જો અને તો ની પરિસ્થિતિમાં ન્યુક્લિયર વોરના ભણકારા ત્રીજા વિશ્વયુદ્ધ દોરી જશે તેવી ચિંતામાં ફરી એકવાર આવ્યો છે વિશ્વ પર્યાવરણ દિન. જયારે માણસ ન્યુક્લિયર વોરથી આખી પૃથ્વીને જ રસાતાળ કરવા માંગતો હોય , માનવજીવન જ ન બચ્યું હોય તો આ દિવસની અહેમિયત કોઈને શું સમજાવાની છે? દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસે, આપણને કુદરત પ્રત્યેની જવાબદારી યાદ અપાવાય છે. પણ, પથ્થર પર પાણી . એ દિવસ ઢળતાં વાત પૂરી , નવા દિવસથી ફિર વોહી રફ્તાર. 2025ની થીમ છે: આપણી જમીન. આપણું ભવિષ્ય. જે સૂચવે છે કે હવે સમય છે પૃથ્વીને બચાવવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને જીવનશૈલી વિષે ફરી વિચારવાનો. આ બદલાવમાં સૌથી મોટો વિરોધાભાસી શત્રુ છે: પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકની કેરીબેગ.આપણને થાય શું વાહિયાત વાત છે ? મારા એક પ્લાસ્ટિકના ઝબલાના વપરાશથી શું આભ તૂટી પાડવાનું છે? આ લખતી હતી ત્યારે જૂની વાત યાદ આવી . થોડાં વર્ષ પૂર્વે ઓસ્ટ્રિયા જવાનું થયું હતું. નાનો શાંત સુંદર એવો એક યુરોપિયન દેશ. એકોમોડેશન માટે અમે...