Posts

Showing posts from September 9, 2021

આવજો સોનલબેન

Image
સોનલ શુક્લ , એક વ્યક્તિત્વ જેને મળવાથી પ્રભાવિત તો થઇ જ જવાય. પત્રકારત્વના વર્ષો દરમિયાન મળવાનું થયું પણ ઘણું ખરું પાછળ વર્ષોમાં. સમાચાર માટે કોલમ લખવી એવો આગ્રહ મારો હતો. પહેલા તો લાગ્યું કે નહીં જ લખે પણ ફોન પર થતી વાતચીત પછી માની ગયા . ત્યાં સુધી હું તેમને મળી પણ નહોતી. પત્રકારત્વમાં હોવું અને સોનલ શુક્લને રૂબરૂ ન મળ્યા હો એ વાત થોડી અજુગતી છે. નામ અને કામથી તો વર્ષોથી પરિચિત હતી. હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતી ત્યારે એમની સમકાલીનમાં આવતી કોલમ અને ગાંધી સાહેબ વાતચીતમાં  સોનલબેનને વુમન લિબેરશનવાળા કહીને ટાંકતા.  વુમન લિબેરશનવાળા , વાચાના સંચાલિકા પણ સોનલબેનને મળો તો લાગે કે એ સંપૂર્ણતઃ વિદુષી છે. એમના કોઈ અભિગમમાં પુરુષદ્રેષી વાત ફક્ત કરવા ખાતર ન હોય. તમામ વિષયો પર એમની વાતો અને અભિપ્રાય એકદમ ઠોસ વજૂદવાળા.  નિકટના સંપર્કમાં આવ્યા પછી નિયમિત બે વાર તો મળવાનું નક્કી રહેતું. એક નવા વર્ષે અને એક તેમના જન્મદિને 12 જુલાઈ એ. એ સમયે લગભગ મોટાભાગના મિત્રો હાજર હોય. ખાણીપીણી ને વાતોનો દોર પૂરો જ ન થાય.  કોવિડ ના...