કલ્પનાથી વિજ્ઞાન, વિજ્ઞાાનથી વાસ્તવિકતા : જુલ વનૅની દુનિયામાં એક લટાર..

અમારી કિતાબકથામાં સામાન્યરીતે તો વિશ્વભરની ભાષામાં લખાયેલી કૃતિઓ વાંચવાનો પ્રયાસ હોય છે. પણ, એક મિટિંગમાં નક્કી થયું કે સૌએ પોતપોતાની મનપસંદ કૃતિઓ વાંચીને આવવાનું રહેશે. એ પછી કોઈપણ ભાષામાં હોય, કોઈપણ રસની હોય, ફક્ત પોતાને ગમી હોય તેવી, મનપસંદ. પહેલી નજરે તો સારું લાગે પણ પસંદગી કરવાની હોય તો ? આ તો એવી વાત થઇ જલેબી રબડી ખાવી કે ચીઝ કેક ? મારા માટે ફેવરિટ તો બે હોય શકે , એક તો હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલ સિરીઝ અને બીજી જુલ વર્નની સાહસકથાઓ. ફેવરિટ એટલે બાળપણથી અત્યાર સુધી મનપસંદ. જ્યારે મન પડે ત્યારે વાંચીને હળવા થઈ જવા માટેનું અકસીર સ્ટ્રેસ બસ્ટર. તેથી વિચાર્યું કે જુલ વર્નની મારી ફેવરિટ એવી પાંચ છ વાર્તામાંથી જ એક સિલેક્ટ કરવી. તેમાંથી પણ દ્વિધા. બે મોસ્ટ ફેવરિટ એક જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ અને અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન 80 ડેઝ . આ સ્ટોરી કેમ મારી ફેવરિટ છે તે પાછળ પણ સ્ટોરી છે. સ્કૂલમાં ભણતાં હતા ત્યારે ઘરમાં આવતાં ફૂલવાડી , રમકડું ,ચાંદામામા નામના મેગેઝીન. બાલ સાહિત્ય સાથે એટલો જ પરિચય. ત્યારે અમારા એક પાડોશી ભાઈએ જે કર્યું , એ માટે એમનો આભાર કઈ રીતે મા...