પોસ્ટ્સ

સપ્ટેમ્બર 16, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મન્નુ ભંડારીનું ભાવજગત

છબી
આ વખતે કિતાબઃકથાનો વિષય હતો  હિન્દી સાહિત્ય અને યોગાનુયોગે બેઠકને દિવસે હતો હિન્દી દિન.  હિન્દી સાહિત્ય વિષે શું વાંચવું અને શું ન વાંચવું એ મોટી દ્વિધા હતી. કોલેજકાળમાં જોયેલા રજનીગંધા થોડા સમય પૂર્વે ફરી જોઈ હતી એટલે મન પર તાજી હતી. મનુજીની મૂળ નવલિકા પર આધારિત ફિલ્મની વાત પછી પણ સૌથી વધુ ભાવાત્મક લેખાતી નવલકથા આપ કા બંટી વિષે ખાસ જાણ નહોતી . શરૂઆત જેની પરથી રજનીગંધા બની તે કહાની ' યે હી સચ હૈ ' થી કરી. એ પછી સાવ ઓછી જાણીતી એવી ત્રિશંકુ પણ એક એવી કહાની છે જે લેખિકાની આપકહાણી ન લાગતે  લાગે જો એમની કથક ડાન્સર દીકરી  રચના યાદવનો ઇન્ટરવ્યુ ન વાંચ્યો હોત.   અલબત્ત આ બેઉ નવલિકા હતી એટલે એક નવલકથા વાંચવી તો બનતી હતી. મન્નુ ભંડારીની સૌથી ચર્ચિત નવલકથા છે આપ કા બંટી . એટલે સૌપ્રથમ વાત એની કરવી રહી.  કથાની નાયિકા શકુન પતિ અજયથી અલગ રહે છે પોતાના આઠ વર્ષના દીકરા બંટીની સાથે. શકુન જેટલી ચીવટ પોતાના કામમાં વર્તે છે એટલી જ જવાબદારીથી બંટીને ઉછેરે છે. એટલે બંટીને માટે મા એવી વ્યક્તિ છે જેને કોઈ સાથે શેર કરી શકાય નહીં. અજય કોલકોત્તામાં રહે છે. સેપરેશન છે પણ કાયદેસરના ડિવોર્સ હજી