ગોવાનો એક ગોપિત ચહેરો
આ ગોવાને કોણ જાણે છે ? હમણાં એક ગોવાની મિત્રને મળવાનો પ્રોગ્રામ થયો. આમ પણ જૂનાં મિત્રો મળે ત્યારે સામાન્યરીતે ધર્મ અને રાજકારણ વિષે ચર્ચા કરવાનું ટાળી દીધું છે. આ બે વિષયમાં સમાન રસવાળા મિત્રો પણ ક્યારે તલવાર તાણીને સામસામે આવી જાય કહેવાય નહીં. થોડાં જૂનાં સંસ્મરણો વાગોળી લીધા પછી એ જ રસ રુચિની ચર્ચા હતી. સંસ્કૃતિ, સંગીત, સાહિત્યની વાતો વચ્ચે બોબીના ગે ગે રે સાહિબા ગીતની વાત નીકળી. મૂળ તો એ છે ગોઅન ફોક સોંગ. લોકગીતનું એક આગવું વિશ્વ છે. દરેક ભાષામાં મળતાં લોકગીત તેમના સમય,સંસ્કૃતિ, સમયકાળ અને સંજોગો વિષે ન જાણે કેટલું બધું કહી જાય છે. પણ, આપણે તો આ ગીત બોબીમાં જોયું. વળી સંગીતમર્મી રાજ કપૂરે એનાથી વાતાવરણ જ કેવું સર્જ્યું હતું કે આપણને લાગે કે નાયિકા પોતાના પ્રિયતમ ને મળવા જવા નદીને પાર ઉતારવા નાવિક ને વિનંતી કરતી હશે. અત્યાર સુધી મારા મનમાં આ જ છાપ હતી. પણ, આ વાત અર્ધસત્ય છે તેની જાણ નહોતી. આ ગીત પાછળની સ્ટોરીથી તદ્દન અજાણ મને જે જાણવા મળ્યું , કદાચ ઘણાં આ વાતથી જ્ઞાત હોય તો ખ્યાલ નથી પણ મેં આ પહેલીવાર જાણ્યું એટલે લખ્યા વિના ન રહી શકી. આ ગીત ...