પોસ્ટ્સ

માર્ચ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તાજ : ડિવાઈડેડ બાય બ્લડ

છબી
સિરીઝમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે મુગલ રાજવી અકબરના માથાનો દુખાવો હતા તેના ત્રણ દીકરાઓ. એક તો સંતતિ  થતી નહોતી એટલે સલીમ ચિશ્તી પાસે દુઆએ માંગીને સંતતિ પ્રાપ્ત કરી. સલીમ ચિશ્તીના નામ પાછળ નામ રાખ્યું સલીમ. જે એક નંબરનો ઐયાશ પ્રિન્સ હતો. બીજો હતો મુરાદ જે બહાદુર હતો પણ બેરહમ હતો . ત્રીજો પાંચ સમયનો નમાઝી ,ભાવુક ને ગે  હતો. અકબરે નક્કી કર્યું કે પોતાના પિતરાઈ ભાઈ સાથે કલહના બીજ વવાયાં હતા પહેલા પુત્રને ગાદી મળે એ વાતથી તેથી  હવે  પાટવી કુંવર જેવી કોઈ પ્રથા ન હોય. જે કાબેલ હશે તેને રાજ મળશે એટલે આ ત્રણ ભાઈઓ વચ્ચે જામે છે જંગ.  પહેલી સીઝનમાં માત્ર 10 એપિસોડ છે. સલીમ ચિસ્તીની પાંચ મિનિટની ભૂમિકામાં છે ધર્મેન્દ્ર. જેને જોઈને લાગે કે ધરમ પાજીએ હવે એક્ટીંગ છોડીને લોનાવલાના બંગલામાં ડોગીઓ સાથે રમતાં પિક્ચર્સ ઇન્સ્ટા પર મૂકવા સિવાય બીજું કોઈ કામ ન કરવું જોઈએ.  અકબર છે નસીરુદ્દીન શાહ , જેની ચાહત છે કે સલીમ જવાબદાર બને, મુરાદ રહેમદિલ બને ને દાનિયલ બહાદુર બને.  અકબરની ત્રણ બેગમ છે રુકકૈયા બેગમ . જે સહુ પ્રથમ પત્ની , કાકાની દીકરી હતી. એવું મનાય છે કે અકબરની સૌથી માનીતી બેગમ