પોસ્ટ્સ

ડિસેમ્બર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાલો કાળો કોશી બોલાવે !!

છબી
એવું તો ભાગ્યે જ બને કે દિલ્હી ગયા હો ને ત્યાં તમામ આકર્ષણ જોવાનો મોકો મળે  . કારણ છે એક તો કામનું ભારણ ને બીજો દિલ્હીનો ટ્રાફિક  . એ સમયે કોઈ માત્ર દિલ્હીફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવે તો કેવું લાગે? અમે ગોઠવ્યો કારણ સાફ હતું  . જયારે જયારે દિલ્હી  જવાનું થયું છે ત્યારે એ વિઝીટ માત્ર એક કે બે દિવસની રહી છે. દિલ્હીમાં શું જોવાનું છે એવો પ્રશ્ન થાય તો લાલ કિલ્લા , હુમાયુનો મકબરો , કુતુબ  મિનાર કે નિઝામુદ્દીન પર ફુલસ્ટોપ ન મૂકી દેતાં  . દિલ્હી હવે ચારે કોર એવું તો વિકસી ચૂક્યું છે કે દરેક દિશાના કોઈકને કોઈક ખૂણે આકર્ષણ તમારી રાહ જોતું હોય એમ પણ બને. આજે વાત કરવી છે દિલ્હીની પાસે વિકસી ચૂકેલા ગુડગાઉંની , હવે ગુરુગ્રામ, આમ તો હરિયાણામાં ગણાય પણ દિલ્હીની કોખમાં બેઠેલું આ સબર્બ એક જમાનામાં અમીરોની પસંદગી નહોતું , છેલ્લાં દસ પંદર વર્ષથી જાયન્ટ બિલ્ડરોએ એને માયાપુરી બનાવી દીધું છે. જો કે પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ પણ હરિયાણામાં જ હતું ને !! ગુરુગામના જૂનાને જાણીતાં મેનમેડ આકર્ષણોની વાત નથી કરવી , જેવા કે કિંગડમ ઓફ ડ્રીમઝ પણ આજે વાત કરવાની છે અતિશય કોરાણે મુકાઈ ગયેલી એક બર્ડ સેન્ચ્યુરીની  . નામ

આમેર: સોનાર કિલ્લો

છબી
જયપુર જવાનું હોય ને ત્યાં આમેર ફોર્ટની મુલાકાત ન લેવાય તો શું થાય ? હીરો ઘોઘે જઈ આવ્યો એવો ઘાટ અમારે નહોતો કરવો એટલે આમેરની મુલાકાત  માટે જે થાય તે કરવા તૈયારી હતી.  જયપુર લગ્નમાં મ્હાલવા તો જવાનું નહોતું  . કોન્ફરન્સ ને ઉતારો હતા  જયપુરથી 45 કિલોમીટર દૂર આવેલી હોટેલમાં  . આમેર કિલ્લાની મુલાકાતમાં હતા ગણતરીના કલાક, ગણીને કહેવું હોય તો ત્રણ કલાક  .એ મોકો ઝડપી લીધો થોડા કચવાટ સાથે, કચવાટ શેનો એ વાત છેલ્લે  . જો કોઈને જોધા અકબર ફિલ્મમાંના થોડા સીન્સ યાદ હોય કે પછી બાજીરાવ મસ્તાનીમાં મસ્તાની બાજીરાવને પાનબીડું આપવા આવે છે , નૃત્યના સીન. એ બધા આમેરમાં ફિલ્માવેલા છે તેની પ્રતીતિ પ્રવેશ સાથે થઇ જાય. પિન્ક સિટીના જાજરમાન અસ્તિત્વ સાથે મેળ ખાતો બાહુબલી કિલ્લો ને એની બજાર પણ. જયપુર શહેરથી 11 કિલોમીટર દૂર આ કિલ્લામાં જવા પૂર્વે વટાવ્યું ઝવેરી બજાર. આમેરની મુલાકાત ચૂકી ન જવાય એટલે તો સવારની 5.25ની ફ્લાઇટ પકડી હતી  . ઘરેથી નીકળવાનું હતું 3.30 એટલે રાત્રે મટકું પણ નહોતું માર્યું  . આમેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે આ ઝવેરી બજાર આવ્યું ત્યારે એક ઝોકું આવી ગયું હતું  . ગુમાવવાનું કશું નહોતું

પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક કેમ ઓછા આવે છે ?

છબી
પુ રુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક કેમ ઓછા આવે છે ? એવો  પ્રશ્ન થયો છે ખરો ? જો થયો હોય તો જવાબ પણ મળ્યો જ હશે , સ્ત્રીઓને હૃદયરોગથી બચાવે છે બે ચીજ , એક આંસુ અને બીજી તે કિટ્ટી પાર્ટી , વાંચીને રમૂજ થઇ ? તો હવે ધ્યાનથી વાંચજો .   કિટ્ટી પાર્ટી , આમ તો આ નામ ઘણાંને અરુચિકર લાગે. યુવાન ગૃહિણીઓ પોતાના ફાજલના સમયમાં હમઉમ્ર સહેલીઓને હળેમળે , ખાઈ પીને ગપ્પાંગોષ્ટિ કરે ને છૂટાં પડે. ઉદ્દેશ તો બહુ સારો પણ આ મિલનમાં પછી ભળે દેખાદેખી , ચડસાચડસી , કુથલી , ઈર્ષ્યા અને એ બધાનું કોકટેલ બને મિત્રતામાં રાજકારણની ભૂમિકાનું  .   આ વાત વત્તેઓછે અંશે કોઈપણ ફ્રેન્ડસર્કલમાં આ બધી વિશિષ્ટતા તો જોવા મળવાની જ પણ કોઈવાર વયસ્ક લોકોની મંડળીમાં જવાનો યોગ થાય તો ખ્યાલ આવે કે મિત્રતાને જોડી રાખવા દુ:ખ , સંતાપ કે વસવસો જેવા દર્દ કેવી સિમેન્ટ બની શકે છે. હવે આવી કિટ્ટી પાર્ટીઓ માત્ર યુવાન મહિલાઓની જ જાગીર ન રહી હોય તેમ વયસ્ક મહિલાઓ , નિવૃત્ત થયેલા લોકો માટે પણ એકમેકને જોડતું માધ્યમ બની ગઈ છે. થોડાં સમય પહેલા જ યોગાનુયોગ એવા એક ગ્રુપ સાથે થોડી પરિચિતતા કેળવાઈ. ગ્રુપના તમામ સભ્યો સમાજના મોભા

ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડીયાં

છબી
ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડી, ગુલાબ જલેબી  ઔર  કુલ્લડ કી મસાલા ચાય   જીને કો ઔર ક્યા ચાહિયે ?  જયપુર જવાનું  હોય એટલે શોપિંગ લિસ્ટ લાબું થઇ જાય , ભાઈઓનું તો ખબર નથી પણ બહેનો માટે ખરું જ ,  બાંધણી , લહેરિયાના દુપ્પટ્ટાથી લઇ ખુસ્સા , જૂતી , પાચી ને કુંદનની જ્વેલરી , એ પછી રિયલ હોય કે ચાંદી પર કે પછી આર્ટિફિશિયલ  .  બધાની ઉપરવટ હોય તો એક તે છે ગજક , ને પ્યાજ કચૌડી. પિંક સિટી જયપુરની મુલાકાત લઈને પાછા ફરવાનો સમય આવે ત્યારે એરપોર્ટ પર લગભગ દરેક પ્રવાસીના હાથમાં બ્રાઉન પેપરની  બેગ દેખાયા વિના ન રહે. ઉપર લાલ અક્ષરમાં લખ્યું હોય રાવત . હા એ જ રાવતની કચૌડી ને ગજક એટલે કે આપણી ચીકી  . એમાં પણ શિયાળો હોય ને ટેમ્પરેચર સવારે અગિયાર ને મધરાત્રે ચાર ડિગ્રી થતું હોય તો આ ગજક , કચૌડી ને મસાલા ચાયની લિજ્જત વિચારી લેવાની હોય. પ્યાજ  કી કાચોરી એ એક પ્રકારનો  રાજસ્થાની નાસ્તો છે, આપણાં ફરસાણ જેવું જ એક , પણ મસાલેદાર , તળેલું , મેંદાનું પડ એને ડાયેટ કરનાર માટે  વધુ  પાપ સમાન  . ઝીણી સમારેલા કાંદા  સાંતળીને બાફેલા બટાટા સાથે મિક્સ કરીને મેંદાની પુરી વચ્ચે ભરેલો એ માવો  .આ કચૌડી એટલી ત

જયપુરી પ્યાજ કચૌડી

છબી
જયપુર જવાનું  હોય એટલે શોપિંગ લિસ્ટ લાબું થઇ જાય , ભાઈઓનું તો ખબર નથી પણ બહેનો માટે ખરું જ ,  બાંધણી , લહેરિયાના દુપ્પટ્ટાથીય લઇ ખુસ્સા , જૂતી , પાચી ને કુંદનની જ્વેલરી , એ પછી રિયલ હોય કે ચાંદી પર કે પછી આર્ટિફિશિયલ  .  આ બધાની ઉપરવટ હોય તો એક તે છે ગજક , ને પ્યાજ કચૌડી  .પિંક સિટી જયપુરની મુલાકાત લઈને પાછા ફરવાનો સમય આવે ત્યારે એરપોર્ટ પર લગભગ દરેક પ્રવાસીના હાથમાં બ્રાઉન પેપરની  બેગ દેખાયા વિના ન રહે. ઉપર લાલ અક્ષરમાં લખ્યું હોય રાવત . હા એ જ રાવતની કચૌડી ને ગજક એટલે કે આપણી ચીકી  . એમાં પણ શિયાળો હોય ને ટેમ્પરેચર સવારે અગિયાર ને મધરાત્રે ચાર ડિગ્રી થતું હોય તો આ ગજક , કચૌડી ને મસાલા ચાયની લિજ્જત વિચારી લેવાની હોય. પ્યાજ  કી કાચોરી એ એક પ્રકારનો  રાજસ્થાની નાસ્તો છે, આપણાં ફરસાણ જેવું જ એક , પણ મસાલેદાર , તળેલું , મેંદાનું પડ એને ડાયેટ કરનાર માટે  વધુ  પાપ સમાન  . ઝીણી સમારેલા કાંદા  સાંતળીને બાફેલા બટાટા સાથે મિક્સ કરીને મેંદાની પુરી વચ્ચે ભરેલો એ માવો  .આ કચૌડી એટલી તો મશહૂર છે કે જયપુરની મુલાકાર લેનારા ધોળાં ટુરીસ્ટોને, જેઓ મસાલેદાર તીખું ખાવાના આદિ નથી તે પણ સસ