પોસ્ટ્સ

ઑક્ટોબર 7, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આજની મન્નત ગઈકાલની વિલા વિયેના

છબી
જે લોકો ફિલ્મ ગોસીપના રસિયા છે એ લોકો તો જાણતાં જ હશે કે શાહરુખ ખાનને કોઈ એડ કેમ્પેન સાઈન કરાવવા એજન્સીઓ શું ટ્રીક કરે છે. જેમ કે એક નામાંકિત  ટીવી ને મોબાઈલ નેટવર્કની એડ મન્નત  બંગલામાં શૂટ થઇ છે. એડનું શુટિંગ જ શાહરુખના “મન્નત”માં હોય તો કિંગ ખાન ખુશ. કારણકે, શાહરુખના નિવેદન પ્રમાણે ઘરમાં જ શુટિંગ થતું હોય તો લોકેશન પર જવા આવવાનો સમય બચે. પત્ની ગૌરી અને બાળકો સાથે ટાઇમ મળે. અને હા,લોકેશનનું ભાડું તો વસૂલાય જ ને વળી જે વાત કિંગ ખાન ક્યારેય નથી બોલતો, પણ આ તમામનું આયોજન તેણે બંગલાનું ઇન્ટીરીયર કરાવતાં પ્લાન કરેલું. ઉપરના બે ફ્લોર અને ટેરેસ એડ શુટિંગ માટે છે. એમ તો SRKના જમ્બો સ્વિમિંગ પુલ પર પણ એડ શૂટ થઇ છે. શાહરુખે આ જગ્યા ખરીદી તો હતી ૨૦૦૧માં , પરંતુ તેને તૈયાર થતાં ૩ કે ૪ વર્ષ લાગેલા. ૬ લેવલમાં વહેંચાયેલી આ વિલામાં અત્યારે આ મન્નતમાં સ્વિમિંગ પુલથી લઇ શાહરુખની ઓફિસ, પર્સનલ જિમ , લાઈબ્રેરી ,બાળકો માટે ફળવાયેલો એક આખો માળ, અને બોક્સિંગ રિંગ પણ છે. એ વાત જુદી છે કે વિશ્વભરમાં રહેલાં શાહરુખના ફેન્સ આ વિલાના પુલ થી લઇ ડાઈનીંગ હોલના પિક્ચર્સ જોઈ ચુક્યા છે પણ કદાચ તેમને ખબર