Posts

Showing posts from October, 2026

મુકામ પોસ્ટ : પ્રકૃતિ, ભૂતાન ડાયરી 1

Image
હિમાલય. જો તમે એને કોઈ સામાન્ય પર્વતમાળા સમજતાં હો તો માનજો કે એ તમારી ટૂંકી દ્રષ્ટિ કે અલ્પ વાંચન હોય શકે.  મનાય છે કે હિમાલયમાં એવું ચુંબકત્વ છે કે જે તેની સમીપ જનારને સદા માટે મોહપાશમાં બાંધી લે છે. આ અનુભવ સહુ કોઈને વત્તે ઓછે અંશે થયો જ હશે. હિમાલય એ માત્ર પથ્થરો અને હિમ પર્વતમાળા નથી, પણ એક અદ્ભૂત  આત્મિક ખેંચાણ અને રહસ્યમય જીવંત ચેતના છે. જે વ્યક્તિ એકવાર પણ એના ખોળામાં પગ મૂકે છે, તેનો આત્મા સદા માટે હિમાલયનો જ થઈને રહી જાય છે. ગયા જૂનમાં સ્પીતિની એ અવાક કરી દેતી ભવ્યતા અને નિર્જન શાંતિ વચ્ચે જે સંબંધ બંધાયો, એ માત્ર એક મુસાફરી નહોતી પણ 'કોલ ઓફ હિમલાયઝ'નો અનાહત નાદ હતો. એ જ ખેંચાણ અને સાદ  પૂર્વ હિમાલયના ખોળામાં વસેલા પવિત્ર ભૂતાન સુધી લઈ આવ્યું .હિમાલયની ખાસિયત જ એ છે કે તમે એને એકવાર જોઈને તૃપ્ત નથી થઈ શકતા; એનું એક રૂપ તમને બીજા રૂપ તરફ દોરે છે. સ્પીતિના ઠંડા રણથી લઈને ભૂતાનની લીલીછમ પવિત્ર ખીણો સુધી. હિમાલયના વિવિધ સ્વરૂપ અવાક કરી દેવા માટે જાણીતાં છે.  તમને વારંવાર બોલાવે છે કારણ કે ત્યાં જઈને જ માણસ બહારના ઘોંઘાટમાંથી મુક્ત થઈને પોતાની જાત સાથે સાચો સંવા...