સ્પેશિયલ ઓપ્સ ગમી હોય તો રીયલ ટાઈમ સ્પેશ્યલ ઓપ્સ ન ચૂકતાં ...

તાજેતરમાં થયેલા ઓપેરશન સિંદૂરનો મૂડ બરકરાર હોય કે પછી વારંવાર આવી પહોંચતા વર્ષારાણી ઘરમાં ભજીયા સાથે સમથિંગ સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય તો અમેઝોન પ્રાઈમ પર The Ministry of Ungentlemanly Warfare ફિલ્મ જોઈ નાખો. ચર્ચિલ વિષે ઝાઝો અભ્યાસ નથી . બાળપણમાં ચર્ચિલ વિષે ઘણી વાતો સાંભળી હતી તેમાં યાદ રહી ગયેલી એક વાત કે ભારતીયોને આઝાદી આપવી એટલે વાંદરાના હાથમાં જામ પકડાવવો. એટલું જ નહીં એવું પણ કહ્યું હતું કે Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. આ સાથે સ્કૂલમાં ઇતિહાસના શિક્ષક ઘણું બધું કહેતા.જે થોડું ઘણું સાંભળ્યું જાણ્યું હતું ત્યારથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગયેલી કે એમને ભારત અને ભારતીય માટે ભારે પૂર્વગ્રહ હતા. તો આપણે શું કામ એમની પ્રત્યે આદરભાવ રાખવો ? આપણે એમની સાથે પૂર્વગ્રહથી પીડાઈ કદી તેમના વિષે કશું વાંચ્યું વિચાર્યું નહોતું પણ છેલ્લા થોડા સમયથી એ વિષે ...