Posts

Showing posts from September 13, 2021

મુકામ પોસ્ટ કાશ્મીર

Image
 #Kashmir Diary #PinkiDalal  શ્રીનગરથી પહેલગામ જતો રસ્તો કેસર અને ડાંગરના ખેતરોમાં વચ્ચેથી પસાર થાય છે. એમ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય..  કોઈક ફંક્શનમાં રોટરી ફ્રેન્ડ ભારતી ભતીજા એ એમ જ પૂછ્યું : ચલ ,આતી હૈ કશ્મીર ?  ભારતીને પણ અંદાજ નહીં હોય કે હું  પલક ઝપકાવ્યા  વિના બીજી જ ક્ષણે હા પાડી દઈશ.  ને બની ગયો અમારો કશ્મીર પ્રોગ્રામ. જનાર હતા ભારતી અને તેની એક ફ્રેન્ડ , ત્રીજી હું. જો પાર્ટનર શોધું તો ચાર થઇ જાય.  મારે માટે મૂંઝવણ હતો છેલ્લી ઘડીએ કોને શોધવા જવું ? એટલે નક્કી કર્યું ચોથું કોઈ જોઈતું નથી. આપણે ત્રણ ઠીક છે. આ વાત થઇ સવારે અને બીજી સવારે ખબર પડી બીજા એક નહીં પાંચ મિત્રો થનગનતી ઉભી છે કાશ્મીર જવા માટે. એટલે અમારો સંઘ થયો કુલ 8 મૈત્રિણીઓનો.  કશ્મીર મારા માટે હંમેશ ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. બાળક હતા ત્યારે હિન્દી ફિલ્મોમાં જોયેલા કશ્મીર કરતાં હજારગણું સુંદર હોવાની વાત તો 1996માં જયારે  ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે સમજાઈ.  સ્કૂલમાં હતા ત્યારે કશ્મીર જવાનો મોકો મળ્યો...

ગુલમર્ગ : ફિરદૌસ રુહે ઝમીં .....

Image
અમારી પહેલગામ  મુલાકાત પૂરી થતી હતી.  અમારે હવે જવાનું હતું ગુલમર્ગ. એ ગુલમર્ગ જેની પર લોકો સમરકંદ બુખારા ઓવારી જાય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી એ હકીકત છે.  પહેલગામથી ગુલમર્ગ જવા માટે વળી શ્રીનગર પસાર કરવું પડે. ગુલમર્ગ ને પહેલગામ બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે પહેલગામથી ગુલમર્ગનું અંતર છે લગભગ 140 કિલોમીટર. અમારા ડ્રાઈવર માટે આ અંતર અધધ  હતું. એટલે એને ગાઈ વગાડીને કહ્યું હતું  કે ગુલમર્ગ પહોંચતા પૂરાં પાંચ કલાક લાગી જશે એટલે બધા નવ વાગ્યે તૈયાર રહેજો. સહુ તૈયાર પણ હતા ને જેમ થાય તેમ જ આઇએસટી ,ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પર અમે સ્ટાર્ટ થયા.  પહેલગામ છોડ્યું કે ગરમી વર્તાવા લાગી. કાશ્મીરમાં હોઈએ તો 25 ડિગ્રી પણ વધુ લાગે. રસ્તા પર અવરજવર હતી પણ ટ્રાફિક કહેવાય તેવી નહીં. અંતર વધુ હતું પણ બહારનો નઝારો, વનરાજી અને ચાલતી રસપ્રદ વાતો વચ્ચે ક્યારે શ્રીનગર આવી ગયું ખબર ન પડી. શ્રીનગરથી તો ગુલમર્ગ માંડ 50 કિલોમીટર દૂર છે.   બારામુલ્લા ડિસ્ટ્રિક્ટમાં પડતાં ગુલમર્ગથી કોઈ હિન્દુસ્તાની અજાણ હોય...