પોસ્ટ્સ

2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કભી ખતમ ન હો... યે સફર..

છબી
  चलती चली जाए  ज़िंदगी की डगर कभी ख़त्म न हो,  ये सफर..   मंजिल की उसे कुछ भी न खबर फिर भी चला जाये... दूर का राही... તવાંગ માટે સવારની પહોરમાં દિરાંગની આરામદાયક હોટેલ છોડીને નીકળ્યા ત્યારે મનની સ્થિતિ આવી જ કંઈક હતી. દરેક વ્યક્તિ કોઈક ભ્રમમાં જીવતી હોય છે. પોતાની શક્તિ, ક્ષમતા વિશે. ક્યારેક પોતાને ખ્યાલ પણ હોય છતાં મનની શક્તિ ને વિલ પાવર, સેલ્ફ કોન્ફિડન્સ ને એવા ઘણાં બધા મોટિવેશનલ વાતોના ડોઝ પીને ઘણીવાર આપણે પોતાનો મત સાંભળવાનું ચૂકી જતાં હોઈએ .  એવું જ કંઈક થયું હતું . સફર પર જવા પૂર્વે સાથે લઈ જવાની દવાનું લિસ્ટ ચેક કર્યું ને એમાં એક નામ ખૂટતું લાગ્યું , ડાયમોક્સ . પર્વતોમાં ખાસ કરીને ઊંચાઈએ જવાનું હોય ત્યારે હાઈ ઓલ્ટીટ્યુડ સિકનેસ માટે અત્યંત જરૂરી એવી આ મેડિસિન સાથે લેવી કે નહીં એ પ્રશ્ન ઉઠયો. એક વિચાર થયો કે સાથે લઇ લેવી જરૂરી છે, ન વપરાય તો વાંધો નહીં પણ સાથે રાખી છે એ ધરપત જ દવાનું કામ કરે.  એ  ઘરમાં રહેતી મેડિસિન કીટ સાથે તો હોય નહીં , કેમિસ્ટને ત્યાંથી મંગાવવી પડે. એમાં યાદ આવી એક મોટિવેશન સ્પીચ. મન મક્કમ હોય તો માળવે જવાય, એવરેસ્ટ ચઢી શકાય એવું બધું યાદ આવ્યું એટલે

પર્બત કે ઉસ પાર... ઉગતાં સૂર્યના પ્રદેશમાં..

છબી
પર્બંતો કે પેડો પર, શામ કા બસેરા હૈ સુરમઈ ઉજાલા હૈ  ચંપઈ અંધેરા હૈ ... અચાનક તમારા મનમાં સાહિર લુધિયાનવી સાહેબનું, ખૈયામ સાહેબે સ્વરબધ્ધ કરેલું સદાબહાર ગીત રમવા માંડે તો સમજો કે  તમે આવી ચૂક્યા છો હિમાલયના અંકમાં .આજુબાજુ છવાયેલી ભૂખરી સુરમઈ સાંજ અને ઈલકટ્રીક વાયોલટ ઉજાસ . ક્યા બાત !!!   અરુણાચલ પ્રદેશ , એટલે જ્યાં અરુણનો ઉદય થાય તે , સહુપ્રથમ સૂર્યનારાયણ અહીં દર્શન આપે છે. મ્યાનમાર ચીન સીમાને લાગીને છે ડોંગ વેલી . ભારતમાં સહુ પ્રથમ સૂર્યોદય અહીં થાય છે. જે જોવા માટે ખાસ તો વિદેશી સહેલાણીઓ ત્રણ વાગ્યે પહાડી પર પહોંચવાના અભિયાન આદરી દે. અમારે તો ત્યાં જવાનું નહોતું. અમારી મંઝિલ હતી તવાંગ. પણ, ત્યાં પહોંચવા માટે પહેલા જવું પડે દિરાંગ . રસ્તો લાંબો પણ હતો અને પહાડી હોવાને નાતે થોડો કપરો.  (આઝાદીના વર્ષો સુધી નોર્થ ઈસ્ટના રાજ્યો પોતાને સેકન્ડક્લાસ સિટીઝન સમજતાં હતા. કારણ ? થયેલી ઉપેક્ષા. આ રાજ્યોનું પ્રવેશદ્વાર છે ગુવાહાટી પણ પછી જે વિકાસ થવો જોઈએ થયો નહીં. આપણાં અરુણાચલ પ્રદેશ પર ચીન જે દાવો કરે છે તેના મૂળમાં આ જ જડ છે હિમાલયન blunder પૈકીનું એક. આઝાદી સમયે બ્રિટિશ ઈન્ડિયાનું

એક ભૂલની સજા , સ્વરચિત કારાવાસ

છબી
નામ : કલ્યાણી  /  રુકૈયા  બેગમ આ સત્ય ઘટના છે અને આ પાત્રો નજર સામે હોવા છતાં એમની ઓળખ છતી ન થાય તે માટે નામ અને ઘટનાસ્થળ બદલ્યા છે. મીરા રોડમાં રહેતું એક મધ્યમવર્ગીય કુટુંબ , ખાધે પીધે સુખી કહી શકાય એવું , પરિવારમાં પતિ પત્નીને બે દીકરીઓ, કલ્યાણી ને હર્ષિણી. કિલ્લોલ કરતુ નાનું કુટુંબ, બંને દીકરીઓ ભણીને જીવનમાં કઈંક કરી બતાડે એવા આશયથી માબાપે તમામ ખુશી ને મોજશોખને મનથી તિલાંજલિ આપી હતી. શાંત નદીની જેમ જિંદગી વહી રહી હતી. યુવાની ટકોરા દઈ રહી હતી ને મોટી દીકરી કલ્યાણીને. માત્ર શારીરિક જ નહીં માનસિક ભાવાત્મક પરિવર્તન સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું  . અચાનક જિદ્દી , માબાપ પાસે નાની નાની વાતોમાં જીદ કરતી , સ્કુલ ન જવાના બહાના શોધતી કલ્યાણી અચાનક એકદમ ડાહીડમરી દીકરી થઇ ગઈ હતી. રોજ મિત્રો સાથે રખડપટ્ટી માટે માબાપ સાથે ઝગડા કરતી , ઘરમાં હોય તો વર્તાયા વિના ન રહે એ કલ્યાણી પોતાના રૂમમાં કલાકો  સુધી વાંચતી રહેતી કે પછી  , મ્યુઝિક સાંભળતી બેઠી હોય એ સીન સામાન્ય થઇ ગયો હતો . મમ્મી  મનીષા તો એકદમ ખુશ. એને તો આ વાત કોઈ સ્વપ્નથી ઓછી નહોતી લાગી રહી. પપ્પા રાકેશભાઈ તો ઘરમાં હોય તો જુએ ને. અ

દૂર ગગન કી છાંવ મેં..

છબી
 તમે મેઘાલય જાવ અને વર્લ્ડ ફેમસ લિવિંગ રૂટ બ્રિજ ન જુઓ તો શું ફાયદો ? નોંધ : આ લેખને અંતે 2014 માં કરેલા એક અનોખા અનુભવનો પીસ શેર કર્યો છે. એ છે ખરો લાઈવ રૂટ બ્રિજ. જ્યાં જવું ખરેખર ખાવાનો ખેલ નથી, અમને જો જાણ હોત તો જવાની હિંમત ન કરતે , એ શું વાત છે જણાવી હોય તો વાંચવાનો ચૂકશો નહીં.  સૂચના પૂરી :)  લિવિંગ રૂટ બ્રિજ ? એ શું છે એવો પ્રશ્ન ખરેખર તો  ન થવો જોઈએ, કારણ કે એ વિશ્વભરમાં અનોખી એવી ભારતની વિશેષતા છે. માત્રને માત્ર ભારતમાં , મેઘાલયમાં છે જેને જોવા વિશ્વમાંથી સહેલાણીઓ આવે છે.જોવાની વાત એ છે કે  તે છત્તાં સરેરાશ ભારતીય એ વિશે અજાણ છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કે ભારતીય પ્રવાસન ખાતું આ અજાયબીનો  ક્યાંય ઉલ્લેખ કરતું નથી. એ છે મેઘાલયમાં, સોહરામાં. આ સોહરા એ મૂળ ચેરાપુંજી.  આ શું ગરબડ થઈ રહી છે એમ ન પૂછશો. હકીકત એ છે કે સોહરા નામ જ ઓરિજિનલ છે. બ્રિટિશરોને બોલતાં ફાવતું નહીં એટલે સોહરાનું અપભ્રંશ થઈને નામ પડ્યું ચેરા. એમાં પુંજી ઉમેરાયું એટલે કે કેપિટલ. સોહરાનો અર્થ રાજધાની જ થાય. સ્થાનિક ખાસી અને ગોરા કોમ માટે આ રાજધાની હતી.  છેલ્લાં દસ વર્ષથી ચેરાપૂંજીનું નામ બદલીને સોહરા કરી