Posts

કશ્મીર ડાયરી : કશ્મીર કોલિંગ ......

Image
#Kashmir Diary #PinkiDalal  શ્રીનગરથી પહેલગામ જતો રસ્તો કેસર અને ડાંગરના ખેતરોમાં વચ્ચેથી પસાર થાય છે. એમ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય..  કોઈક ફંક્શનમાં રોટરી ફ્રેન્ડ ભારતી ભતીજા એ એમ જ પૂછ્યું : ચલ ,આતી હૈ કશ્મીર ?  ભારતીને પણ અંદાજ નહીં હોય કે હું  પલક ઝપકાવ્યા  વિના બીજી જ ક્ષણે હા પાડી દઈશ.  ને બની ગયો અમારો કશ્મીર પ્રોગ્રામ. જનાર હતા ભારતી અને તેની એક ફ્રેન્ડ , ત્રીજી હું. જો પાર્ટનર શોધું તો ચાર થઇ જાય.  મારે માટે મૂંઝવણ હતો છેલ્લી ઘડીએ કોને શોધવા જવું ? એટલે નક્કી કર્યું ચોથું કોઈ જોઈતું નથી. આપણે ત્રણ ઠીક છે. આ વાત થઇ સવારે અને બીજી સવારે ખબર પડી બીજા એક નહીં પાંચ મિત્રો થનગનતી ઉભી છે કાશ્મીર જવા માટે. એટલે અમારો સંઘ થયો કુલ 8 મૈત્રિણીઓનો.  કશ્મીર મારા માટે હંમેશ ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. બાળક હતા ત્યારે હિન્દી ફિલ્મોમાં જોયેલા કશ્મીર કરતાં હજારગણું સુંદર હોવાની વાત તો 1996માં જયારે  ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે સમજાઈ.  સ્કૂલમાં હતા ત્યારે કશ્મીર જવાનો મોકો...

આવજો સોનલબેન

Image
સોનલ શુક્લ , એક વ્યક્તિત્વ જેને મળવાથી પ્રભાવિત તો થઇ જ જવાય. પત્રકારત્વના વર્ષો દરમિયાન મળવાનું થયું પણ ઘણું ખરું પાછળ વર્ષોમાં. સમાચાર માટે કોલમ લખવી એવો આગ્રહ મારો હતો. પહેલા તો લાગ્યું કે નહીં જ લખે પણ ફોન પર થતી વાતચીત પછી માની ગયા . ત્યાં સુધી હું તેમને મળી પણ નહોતી. પત્રકારત્વમાં હોવું અને સોનલ શુક્લને રૂબરૂ ન મળ્યા હો એ વાત થોડી અજુગતી છે. નામ અને કામથી તો વર્ષોથી પરિચિત હતી. હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતી ત્યારે એમની સમકાલીનમાં આવતી કોલમ અને ગાંધી સાહેબ વાતચીતમાં  સોનલબેનને વુમન લિબેરશનવાળા કહીને ટાંકતા.  વુમન લિબેરશનવાળા , વાચાના સંચાલિકા પણ સોનલબેનને મળો તો લાગે કે એ સંપૂર્ણતઃ વિદુષી છે. એમના કોઈ અભિગમમાં પુરુષદ્રેષી વાત ફક્ત કરવા ખાતર ન હોય. તમામ વિષયો પર એમની વાતો અને અભિપ્રાય એકદમ ઠોસ વજૂદવાળા.  નિકટના સંપર્કમાં આવ્યા પછી નિયમિત બે વાર તો મળવાનું નક્કી રહેતું. એક નવા વર્ષે અને એક તેમના જન્મદિને 12 જુલાઈ એ. એ સમયે લગભગ મોટાભાગના મિત્રો હાજર હોય. ખાણીપીણી ને વાતોનો દોર પૂરો જ ન થાય.  કોવિડ ના...

આ સંસ્કાર કે પછી...?

Image
ઉત્તરપ્રદેશમાં બનેલી બે ધટનાઓ. જેમાંની એક નોંધ તો રશિયાના સ્પુટનિકે લીધી છે.  બનાવ નં 1. લગ્નની ચોરીમાં સપ્તપદીના ફેરાં ફરતી વખતે કન્યાને મેસીવ હાટૅઅટેક આવ્યો ને ત્યાં જ એનું મરણ થયું. ડઘાઈ ગયેલા જાનૈયાઓ અને કન્યાના સંબંધી પહેલાં તો ડઘાઈ ગયા. પરંતુ, ' ગામના ડાહ્યાં માણસો' 'પરિસ્થિતિને સાચવી લેવા' કન્યાની નાની બહેનને પરણાવી દેવાનું સૂચન કર્યું.  એટલે કે જ્યારે લગ્નની  વિધિ ચાલી રહી હતી ઘરના એક ખૂણામાં મોટી બહેનનો મૃતદેહ પડ્યો હતો.  2 એક ગામમાં હિંદુ અને મુસ્લિમ રમખાણ થઈ ગયું. વાત એમ બની હતી કે ગામમાં  એક પરિવારમાં લગ્ન સાથે લીધાં હતા. બારાત જ્યાંથી પસાર થવાની હતી તેના  માર્ગમાં મસ્જિદ આવતી હતી. ઝગડાનું કારણ હતું બારાતમાં ચાલી રહેલું લાઉડસ્પીકર.  નાની વાતે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. ઘણાં લોકો કહ્યું કે આવી રહેલી ચૂંટણીના મુદ્દા તરીકે વાપરવા આ બધી બબાલ ચગાવી દેવામાં આવી.  વાત એ વિશે નથી.  વાત એ છે કે જ્યારે એક પત્રકારે સ્વાભાવિક રીતે પૂછ્યું કે પણ, વરઘોડા માટે પોલીસ પરમિશન મળી હશે ને?  હવે ઈન્ટરવ્યુ આપનાર કન્યાના પિતા કે સ...

બિછડે સભી બારી બારી

Image
સમય સાથે સમાચાર પણ કેવાં કવન પહેરીને આવી જાય છે.  એક સમય હતો જ્યારે પહેલીવાર છૂટા પડવાની પીડા જરાતરા અનુભવાતી લાગી હતી. સ્કૂલમાં ઘણી સખીઓના સગપણ 12માં ધોરણમાં ત્યારે થવાનું શરૂ થયું.  લગ્ન તો ભણી રહે પછી કે ત્રણ ચાર વર્ષે કરવાનું નક્કી થતું. એ સમાચાર આવે તે સાથે એને વારંવાર મળવાની મનાઈ. ફક્ત સગપણ થયું હોય  પણ સખી સાસરવાસી. એને પોતાનો સમય ભાવિ ભરથાર સાથે ભાવિ સાસુને રસોઈકળામાં કેટલી પ્રવીણ છે એ દર્શાવવામાં પૂરો. એટલે સગપણ થાય ત્યાં મૈત્રી પર પૂર્ણવિરામ. એ પછી સમય આવ્યો સહુના લગ્નજીવન અને બાળબચ્ચાના સમાચારનો. કોને શું છે. કઈ નર્સરીમાં એડમિશન થઈ ગયું. એ પછી પતિની પ્રગતિ, પોતે વર્કિંગ વુમન હોય તો ઓફિસ politics સમાચારોમાં સમય વહી જાય છે. આંખ મીંચીને ખોલી હોય તેમ સંતાનોના વિવાહ, બાળકના સમાચાર શરૂ થઈ જાય. આ બધું સામાન્ય લાગ્યા કરતું હતું પણ ગયા વર્ષથી સ્થિતિ બદલાઈ ગઈ. અચાનક જ ગમતાં મિત્રો, સ્નેહીઓની exit ના સમાચારે જિંદગીને એવો ભૂખરો રંગ દેખાડી દીધો જેની કલ્પના સપને કરી નહોતી. હદ ક્યારે થઇ રહી છે ખબર છે? Fb પર મિત્રોના ફોટો જોઈને આનંદ થતો હતો હવે જો હવે એ હસતો ચહેરો ...

અત્તર જેવા માણસો

Image
થોડાં વર્ષો પૂર્વેની વાત. મેં એ વખતે બ્લોગ પર કે fb પોસ્ટ પર માટીના અત્તર વિશે લખ્યું હતું. જવાબમાં એક પોસ્ટ બહુ રસપ્રદ હતી. પાલનપુરના પ્રસિદ્ધ માટીના અત્તરની માહિતી આપતી. એ લખનાર હતા ભાટોલ ભાઈ.  એક વાત તો અહીં માનવી રહી કે ફેસબુક મને સારા લોકો અને સારા દોસ્તો મેળવી આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. એમાંના એક ભાટોળ ભાઈ.  Fb ના માધ્યમથી દોસ્તી આગળ વધી. એમના રાજકીય વિચારો જાણ્યા પછી એમને અમારા એ group માં શામિલ કર્યા. એમનું group સેતુ તો સાગર જેવું વિશાળ. નામી ડોક્ટરો, સર્જન, રાજકીય હસ્તીઓ, કલેકટરથી લઈ પ્રોફેસર,   લેખકો, પત્રકારો.... એમને અમને એ ગ્રુપમાં શામિલ કર્યા. વચ્ચે વચ્ચે ક્યારેક ફોન પર વાતચીત થતી રહેતી.  એકવાર હું પાલનપુર બાળાશ્રમની મુલાકાતે ગઈ હતી. એ વાત એમને fb દ્વારા જાણી એટલે ફોન કરી મારો જ્યાં ઉતારો હતો ત્યાં મળવા આવી પહોંચ્યા. એટલું જ નહીં સમગ્ર પાલનપુરની ટુર પણ કરાવી હતી. એમના ઘરે પણ લઈ ગયા હતા.  એક મુલાકાત તેમની મુંબઈમાં થઈ હતી મારા ઘરે. જોવાની ખૂબી એ હતી કે એમને માટીનું અત્તર યાદ હતું. એ ભેટરૂપે સુંદર રીતે પેક કરેલું અત્તર લાવ્યા હતા. ત્રીજી મુલાક...

વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર

Image
વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર  વિદેશોમાં ઓતરમાં ચાલવાની મજા ઘણાંએ માણી હશે પણ ભારતમાં એવું કોઈ આકર્ષણ હોય અને તે પણ લગભગ લોકોની નજરથી અજાણ। દહેરાદૂન પાસે સહસ્ત્રધારા , મસૂરી, ધનૌટી ને હવે ચાલ જીવી જઈએ થી ચોપતા ઉમેરાયું છે પણ દહેરાદૂનથી માત્ર 8 કિલોમીટર દૂર એવી આ જગ્યા મોટાભાગના ટુરિસ્ટથી અજાણ છે. સ્થાનિક  લોકો એને ગુચ્છાપાની તરીકે લેખે છે પણ નેટ પર સર્ચ કરશો તો કદાચ એ નામે નહીં મળે , નેટ પર એનું નામ છે રોબર્સ કેવ , ચોરો કી ગુફા  .આ કોતર લગભગ 600 મીટર લાંબી છે જેમાં એક છેડેથી બીજા છેડે જે ડેડ એન્ડ લાગે પણ છે નહિ , ગુફા આગળ વિસ્તરતી અય છે જ્યાં સામાન્યપણે અવરજવર હોતી નથી. આ કુદરતી કોતર કેટલી જૂની હશે એ કહેવું મુશ્કેલ છે પણ અંફાદાર રહેલી અસાધારણ પથ્થરોના રંગ, રૂપ , રચના માનવ પાર મઅબૂર કરે કે લાખો વર્ષથી આ ગુફા હોવી જોઈએ જ્યાં ટપકતાં જલબિંદુએ અદભૂત કોતરણી કરી નાખી છે. ગ્રીન સ્ટોન , સામાન્યરીતે ઉત્તર ભારત અને ખાસ કરીને પાકિસ્તાનથી ઇજિપ્ત એટલે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મળી આવે છે એ જેડના પથ્થરોની મહાકાય શિલાઓ છે.  રોબર્સ કેવની સુંદરતા  વિષે લખવા કરતાં એન...

મુંબઈનો શિરમોર તાજ એટલે !

Image
બે દિવસ પૂર્વે કોઈ મિત્રે વોટ્સએપ પર થોડાં પિક્ચર્સ મોકલ્યા. આમ તો વોટ્સએપ પર આવતા મોટાભાગના મેસેજ આવ્યા તો જાઓ વખારેના ન્યાયે ડીલીટ કરવા માટે જ સર્જાય છે પણ ક્યારેક એવી કોઈ ચીજ હાથ લાગી જાય જાણે કોઈ મહામૂલું અનેરું ઘરેણું , કલેક્ટર્સ આઈટમ  .  બે દિવસ પહેલા મળેલા વિક્ટોરિયા ટર્મિનસના ફોટોગ્રાફસે ફરી જીદ કરીને બ્લોગ કરવા મજબૂર કરી દીધી  . આમ તો કોઈ પૂછે કે જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી પસંદ કરવાનું આવે તો કોની પસંદગી થાય ? સામાન્યરીતે જન્મભૂમિ ,પણ મને એ પ્રશ્ન થાય તો કર્મભૂમિ મુંબઈ જીતી જાય.  હા, શક્ય છે કે કદાચ કાલે કર્મભૂમિ કે વસવાટ  કોઈ અન્ય ભૂમિ હશે તો પણ મુંબઈ તો અવ્વલ સ્થાને જ રહેશે. આવું કૈંક છે મુંબઈમાં , જેના પ્રેમમાં એકવાર પડી જવાય તો કેદમાંથી નીકળવું મુશ્કેલ છે..એનું કારણ છે મુંબઇનો અસબાબ  .એમાં પછી ફોર્ટનાં ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ હોય કે પછી મરીનડ્રાઈવના ટ્રાઇપોડસ  . ભગવાન ભૂલ પડે તેવું ભુલેશ્વર હોય કે પછી વિદેશોની બરોબરી કરે તેવું પેલેડિયમ , મુંબઈ એટલે મુંબઈ. હા, તો વાત મૂળ હતી વી ટીની હવે સી એસ ટી , છત્રપતિ શિવાજી ટર્મિનસ, એક ...