આ સંસ્કાર કે પછી...?
- Get link
- X
- Other Apps
ઉત્તરપ્રદેશમાં બનેલી બે ધટનાઓ. જેમાંની એક નોંધ તો રશિયાના સ્પુટનિકે લીધી છે.
બનાવ નં 1. લગ્નની ચોરીમાં સપ્તપદીના ફેરાં ફરતી વખતે કન્યાને મેસીવ હાટૅઅટેક આવ્યો ને ત્યાં જ એનું મરણ થયું. ડઘાઈ ગયેલા જાનૈયાઓ અને કન્યાના સંબંધી પહેલાં તો ડઘાઈ ગયા. પરંતુ, ' ગામના ડાહ્યાં માણસો' 'પરિસ્થિતિને સાચવી લેવા' કન્યાની નાની બહેનને પરણાવી દેવાનું સૂચન કર્યું.
એટલે કે જ્યારે લગ્નની વિધિ ચાલી રહી હતી ઘરના એક ખૂણામાં મોટી બહેનનો મૃતદેહ પડ્યો હતો.
2 એક ગામમાં હિંદુ અને મુસ્લિમ રમખાણ થઈ ગયું. વાત એમ બની હતી કે ગામમાં એક પરિવારમાં લગ્ન સાથે લીધાં હતા. બારાત જ્યાંથી પસાર થવાની હતી તેના માર્ગમાં મસ્જિદ આવતી હતી. ઝગડાનું કારણ હતું બારાતમાં ચાલી રહેલું લાઉડસ્પીકર.
નાની વાતે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. ઘણાં લોકો કહ્યું કે આવી રહેલી ચૂંટણીના મુદ્દા તરીકે વાપરવા આ બધી બબાલ ચગાવી દેવામાં આવી.
વાત એ વિશે નથી.
વાત એ છે કે જ્યારે એક પત્રકારે સ્વાભાવિક રીતે પૂછ્યું કે પણ, વરઘોડા માટે પોલીસ પરમિશન મળી હશે ને?
હવે ઈન્ટરવ્યુ આપનાર કન્યાના પિતા કે સંબંધીનો જવાબ સાંભળવા જેવો છે.
એમણે કહ્યું કે લગ્ન પરમ દિવસે રાત્રે નક્કી કર્યા. ગઈકાલનો દિવસ કામમાં તૈયારીઓમાં ગયો.
હવે કોઈ ને પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આ ઘડિયાં લગ્ન પાછળનું રહસ્ય શું હશે?
એ ઘટસ્ફોટ પણ એ જ ન્યૂઝ ક્લીપમાં છે.
થયું હતું એવું કે જેની સાથે લગ્ન નક્કી કર્યા હતા એ દુલ્હાને પોલીસ ઉઠાવી ગઈ. કોઈ અન્ય સ્ત્રીએ અનૈતિક સંબંધ અંગે ફરિયાદ નોંધાવી હતી તેમાં. એટલે હવે લગ્ન ફોક કરવા પડ્યા.
કન્યાના પિતા બિચારા મૂંઝાઈ ગયા. એટલે ગામના ડાહ્યા માણસો એ ' દુલ્હા ઢૂંઢ' અભિયાન ચલાવ્યું ને છ કલાકમાં નવો દૂલ્હો મળી ગયો. પણ આ બધાં ચક્કરમાં મધરાત થઈ ગઈ. એટલે બારાતની પરમિશન લેવાની રહી ગઈ.
વાંચીને ચકરાઈ ગયા? ન્યૂઝ સાંભળીને અમારી સ્થિતિ પણ એવી જ હતી.
જે સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર મનાતાં હોય, જન્મબંધન લેખાતા હોય ત્યાં આ વાતો શું પૂરવાર કરે છે?
ઘણાંને માટે લગ્ન એ પણ એક ક્રિયા છે. જેમ સવારે ઉઠીને નિત્યકર્મથી શરૂઆત થાય તેમ ભણી લીધું, નોકરી લીધી એટલે લગ્ન. જાણે પોતાની મિનિયેચર ન અવતરે તો ધરતી રસાતાળ જવાની હોય.
લગ્ન એટલે કમ્પેનિયનશિપ એ અભિગમ હજી માત્ર 0.00001 % લોકોમાં છે.
એ સામાજિક સ્તરે કેટલી સદી લાગશે, ભગવાન જાણે.....
- Get link
- X
- Other Apps
The eternal bond of marriage...... Good one.
ReplyDeleteThx
Delete