વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર

વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર 
વિદેશોમાં ઓતરમાં ચાલવાની મજા ઘણાંએ માણી હશે પણ ભારતમાં એવું કોઈ આકર્ષણ હોય અને તે પણ લગભગ લોકોની નજરથી અજાણ।
દહેરાદૂન પાસે સહસ્ત્રધારા , મસૂરી, ધનૌટી ને હવે ચાલ જીવી જઈએ થી ચોપતા ઉમેરાયું છે પણ દહેરાદૂનથી માત્ર 8 કિલોમીટર દૂર એવી આ જગ્યા મોટાભાગના ટુરિસ્ટથી અજાણ છે. સ્થાનિક  લોકો એને ગુચ્છાપાની તરીકે લેખે છે પણ નેટ પર સર્ચ કરશો તો કદાચ એ નામે નહીં મળે , નેટ પર એનું નામ છે રોબર્સ કેવ , ચોરો કી ગુફા  .આ કોતર લગભગ 600 મીટર લાંબી છે જેમાં એક છેડેથી બીજા છેડે જે ડેડ એન્ડ લાગે પણ છે નહિ , ગુફા આગળ વિસ્તરતી અય છે જ્યાં સામાન્યપણે અવરજવર હોતી નથી. આ કુદરતી કોતર કેટલી જૂની હશે એ કહેવું મુશ્કેલ છે પણ અંફાદાર રહેલી અસાધારણ પથ્થરોના રંગ, રૂપ , રચના માનવ પાર મઅબૂર કરે કે લાખો વર્ષથી આ ગુફા હોવી જોઈએ જ્યાં ટપકતાં જલબિંદુએ અદભૂત કોતરણી કરી નાખી છે. ગ્રીન સ્ટોન , સામાન્યરીતે ઉત્તર ભારત અને ખાસ કરીને પાકિસ્તાનથી ઇજિપ્ત એટલે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મળી આવે છે એ જેડના પથ્થરોની મહાકાય શિલાઓ છે. 
રોબર્સ કેવની સુંદરતા  વિષે લખવા કરતાં એના પિક્ચર્સ વધુ સારી રીતે બયાન કરે.
ભવિષ્યમાં આ બાજુ જવાનું થાય તો ચોરોની ગુફા વિઝીટ કરવાનું ચૂકશો નહિ.


https://www.youtube.com/watch?v=p5oAeB8UAIE









ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen