બિછડે સભી બારી બારી

સમય સાથે સમાચાર પણ કેવાં કવન પહેરીને આવી જાય છે. 
એક સમય હતો જ્યારે પહેલીવાર છૂટા પડવાની પીડા જરાતરા અનુભવાતી લાગી હતી. સ્કૂલમાં ઘણી સખીઓના સગપણ 12માં ધોરણમાં ત્યારે થવાનું શરૂ થયું.  લગ્ન તો ભણી રહે પછી કે ત્રણ ચાર વર્ષે કરવાનું નક્કી થતું. એ સમાચાર આવે તે સાથે એને વારંવાર મળવાની મનાઈ. ફક્ત સગપણ થયું હોય  પણ સખી સાસરવાસી. એને પોતાનો સમય ભાવિ ભરથાર સાથે ભાવિ સાસુને રસોઈકળામાં કેટલી પ્રવીણ છે એ દર્શાવવામાં પૂરો. એટલે સગપણ થાય ત્યાં મૈત્રી પર પૂર્ણવિરામ. એ પછી સમય આવ્યો સહુના લગ્નજીવન અને બાળબચ્ચાના સમાચારનો.
કોને શું છે. કઈ નર્સરીમાં એડમિશન થઈ ગયું.
એ પછી પતિની પ્રગતિ, પોતે વર્કિંગ વુમન હોય તો ઓફિસ politics સમાચારોમાં સમય વહી જાય છે.
આંખ મીંચીને ખોલી હોય તેમ સંતાનોના વિવાહ, બાળકના સમાચાર શરૂ થઈ જાય.
આ બધું સામાન્ય લાગ્યા કરતું હતું પણ ગયા વર્ષથી સ્થિતિ બદલાઈ ગઈ.
અચાનક જ ગમતાં મિત્રો, સ્નેહીઓની exit ના સમાચારે જિંદગીને એવો ભૂખરો રંગ દેખાડી દીધો જેની કલ્પના સપને કરી નહોતી.
હદ ક્યારે થઇ રહી છે ખબર છે?
Fb પર મિત્રોના ફોટો જોઈને આનંદ થતો હતો હવે જો હવે એ હસતો ચહેરો દેખાય તો એક ક્ષણ માટે શ્વાસ અટકી જાય, કોઈ અશુભ સમાચાર તો નથી ને!!

યુધિષ્ઠિરને થયેલો યક્ષપ્રશ્ન એકદમ સાચો. આપણે કદાચ માની બેઠાં છીએ કે આપણે તો ક્યારેય જવાનું જ નથી.
રિટર્ન ટિકિટ લઈને બધાં આવ્યા છે એ સાચું પણ આપણી વચ્ચેથી સાથીઓનું આમ ઉઠી ને ચાલી જવાના સમાચાર? ગમે એટલી હિંમત ભેગી કર્યા પછી પણ મન સ્વીકારી શકતું નથી.
बिछड़े सभी बारी बारी... એ સનાતન સત્ય છે છતાં... 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen