અત્તર જેવા માણસો

થોડાં વર્ષો પૂર્વેની વાત. મેં એ વખતે બ્લોગ પર કે fb પોસ્ટ પર માટીના અત્તર વિશે લખ્યું હતું. જવાબમાં એક પોસ્ટ બહુ રસપ્રદ હતી. પાલનપુરના પ્રસિદ્ધ માટીના અત્તરની માહિતી આપતી. એ લખનાર હતા ભાટોલ ભાઈ. 
એક વાત તો અહીં માનવી રહી કે ફેસબુક મને સારા લોકો અને સારા દોસ્તો મેળવી આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. એમાંના એક ભાટોળ ભાઈ. 

Fb ના માધ્યમથી દોસ્તી આગળ વધી. એમના રાજકીય વિચારો જાણ્યા પછી એમને અમારા એ group માં શામિલ કર્યા. એમનું group સેતુ તો સાગર જેવું વિશાળ. નામી ડોક્ટરો, સર્જન, રાજકીય હસ્તીઓ, કલેકટરથી લઈ પ્રોફેસર,   લેખકો, પત્રકારો.... એમને અમને એ ગ્રુપમાં શામિલ કર્યા. વચ્ચે વચ્ચે ક્યારેક ફોન પર વાતચીત થતી રહેતી. 

એકવાર હું પાલનપુર બાળાશ્રમની મુલાકાતે ગઈ હતી. એ વાત એમને fb દ્વારા જાણી એટલે ફોન કરી મારો જ્યાં ઉતારો હતો ત્યાં મળવા આવી પહોંચ્યા. એટલું જ નહીં સમગ્ર પાલનપુરની ટુર પણ કરાવી હતી. એમના ઘરે પણ લઈ ગયા હતા. 

એક મુલાકાત તેમની મુંબઈમાં થઈ હતી મારા ઘરે. જોવાની ખૂબી એ હતી કે એમને માટીનું અત્તર યાદ હતું. એ ભેટરૂપે સુંદર રીતે પેક કરેલું અત્તર લાવ્યા હતા. ત્રીજી મુલાકાત ફરી પાલનપુરમાં. એ તો યાદગાર છે. હું મારા ફ્રેન્ડ, bhatol ભાઈ ને તેમના પુત્ર મહેંદ્ર ભાઈ. પાલનપુરથી રાણીની વાવ થી લઈ તારંગા અને wildlife sanctuary ન જાણે ક્યાં ક્યાં ઘૂમ્યા હતા. 

એમ કહેવાય કે બાળપણની મૈત્રી સાચી બાકી બધું ખોટું. બાળપણ તો હતું નહીં. જ્યારે હું એમને મળી ત્યારે ન તો કોઈ position રહી હતી ન power. તે છતાં કોઈ આટલું warmth થી મળે એ ભાટોલભાઈ જ હોય. 
જોવાની ખૂબી એ છે કે એમણે કોવિડમાં શું  ટ્રીટમેન્ટ ને તકેદારી રાખવી જોઈએ એ વિશે સૂચન આપ્યા હતા. તેમના પુત્ર ને પુત્રવધૂ ડોક્ટર, એ ઉપરાંત લગભગ મોટાભાગના નામાંકિત ડોક્ટરો સાથે સંબંધ. 
બે દિવસ અગાઉ એમણે મારા  post covid રિપોર્ટ મોકલી આપવા ફોન કર્યો હતો. 
આજે એ માટે મારે ફોન કરવાનો હતો પણ સવારે ઉઠી મેસેજ જોઈને સ્તબ્ધ થઈ જવાયું. 
શું આને જ જિંદગી કહે છે? 
Bhatol bhai, તમે ક્યારેય નહીં વિસરાશો. માટીના અત્તરની જેમ તમે હમેશ મહેકતાં રહેશો.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen