Posts

ભૂખરાં પહાડનું મણિ

Image
દીમાપુર એરપોર્ટ પર અમે અમારા ગ્રુપને મળ્યા , કોઈ મેંગ્લોરથી હતું તો કોઈ બેંગ્લોરથી , થોડા અમારી જેમ મુંબઈથી અને અમદાવાદથી પણ. સહુ કોઈ યંગ ટર્ક.  સહપ્રવાસીઓ તેમની ત્રીસીમાં હતા. તમામ પાસે એક કોમન શોખ હતો અલગારી રખડપટ્ટી. અમારી યાત્રા શરુ થઇ.પહેલીવાર એવું બન્યું કે ગ્રુપમાં અમે સૌથી મોટા હતા.  જવાનું હતું ઝુલેકે નામના એક ગામે. દીમાપુરથી માત્ર 80 કિલોમીટર દૂર હતું, અમારી ફ્લાઇટ તો સમયસર હતી પણ થોડા લોકો મોડા પડ્યા તેથી વેન ઉપડી લગભગ દોઢના સુમારે. મનમાં હતું 80 કિલોમીટર એટલે બેથી સાવ બે કલાક તેથી વધુ શું ? પણ, ના એ ગણતરી પહાડોમાં ન મૂકી શકાય.  વાહન ગમે તે હોય રસ્તાને , વાતાવરણને અને જો ટ્રાફિક હોય તો તેને ગણતરીમાં લીધા વિના છૂટકો નહીં.  તો દીમાપુરથી અમારી યાત્રા ઝુલેકે તરફ શરૂ થઈ.જેમ સાંભળ્યું હતું તે પ્રમાણે  અમે કલ્પના કરી હતી બિસ્માર રસ્તાની, પહાડી વિસ્તાર એટલે હેરપીન બેન્ડથી લઈને મનમાં આસામના ટ્રાફિકનું ચિત્રણ પણ તાજું હતું ,  કલ્પના કરી હતી તેવું કશું ન બન્યું. રસ્તા સારા હતા, વાતાવરણ પણ સારું હતું. ઠંડક ખરી પણ ઠંડી નહીં , શિયાળો બેસી રહ્યો હોય...

Dzuleke: Into the Mist and Beyond

Image
Our journey to Dzuleke began in Dimapur, and from the very first mile, Nagaland overturned all our assumptions. We had pictured rugged, uneven terrain, yet we found ourselves gliding over smooth tarmac framed by lush green hills. The roadside vegetation seemed to lean in gently, as if guiding us deeper into its world. Everywhere we looked, the landscape was bursting with color bright red wild poinsettias glowing against the slopes, and delicate cherry blossoms scattered across the hillsides, softening the scenery with their pale pink haze. It felt as though nature had put on its most festive attire to welcome us.  Some patches of the hills are adorned with the golden-yellow blooms of the Japanese Sunflower (Tithonia diversifolia).  The Pineapple Interlude Before the cool hills embraced us, the road offered one unforgettable treat. I remembered  a scene in The Family Man 3, where JK enthusiastically praised Nagaland’s pineapples. Never did I imagine that I would one day pa...

ચલ જહાં મન કરે....

Image
  એક જૂની કહેવત છે કે દીકરી મોટી થાય તે પહેલા પહેરી ઓઢી લેવું અને વહુ આવે તે પહેલા ખાઈ પી લેવું . એ કહેવત આમ તો કોઈ સાતત્ય ધરાવતી રહી નથી. પણ, એ પાછળનું હાર્દ હવે સમજાય તો રહ્યું છે. મૂળમાં કહેવાનો ઉદ્દેશ એટલો જ કે હેલ્થના કોઈ ઈશ્યુ ન હોય ત્યારે ખાઈ પી લેવું અને જાત ચાલે પગમાં અને હૈયામાં હામ હોય ત્યારે હરીફરી લેવું. ન જાણે ક્યાં ક્યારે અટકી પડાય ? ખાસ કરીને વિદેશ પ્રવાસ માટે કોઈ તકલીફ નથી. પણ આપણાં દુર્ગમ પ્રદેશો અને ત્યાં જવા માટે તો તન અને મન બંને મક્કમ અને જોશીલા હોવા જોઈએ. એવું એક ડેસ્ટિનેશન છે નાગાલેન્ડ . ગુજરાતી ટુરિસ્ટ વિદેશમાં ફરે , હિમાચલથી કાશ્મીર ગમે અને હવે તો સેવન સિસ્ટર્સ પૈકી અસાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશ પણ લિસ્ટ પર છે પણ  નાગાલેન્ડ કે  મિઝોરમ ત્રિપુરા જેવા પ્રદેશ હજી જરા આભડછેટમાં છે. કારણ એટલું જ કે ત્યાં પર્યટનનો વિકાસ જેવો થવો જોઈએ તેવો નથી. શક્ય છે આવનાર પાંચ વર્ષમાં ત્યાં પણ આસામ જેવો વિકાસ થઇ પણ જાય.  બે વર્ષ પહેલા આસામ મેઘાલય ને અરુણાચલ પ્રદેશની સફર કરી ત્યારે પણ નાગાલેન્ડ મારા બક...

Tracing Myths & Mountains

Image
  Nagaland wasn’t always at the top of my bucket list. Like many, I knew it for its hills and its festivals, but my curiosity was truly ignited by something much older: a fascinating thread connecting this distant land to the ancient epic of the Mahabharata. We often hear stories of the Pandavas, but the idea that their exile unfolded right here in the Northeast was a pull I couldn't resist. The Ancient Connection: Bhima, Hidimba, and Dimapur What resonated with me most deeply was the local connection to Hidimba and Bhima. The Dimasa Kachari people of this region consider themselves descendants of Ghatotkachh. Yes.the son born of that union. Walking through  Dimapur , our entry point into the state, felt like walking through layers of time. Many believe the city’s name evolved from  Hidimbapur,  the land of Hidimba. The connection is so strong that even today, Dimasa families in Assam and Nagaland travel all the way to Hidimba’s temple in Manali, honoring her not jus...

શું ચઢે? : પ્રેમ કે સ્વતંત્રતા?

Image
મોબાઈલ ફોન્સ, લેપટોપ, OTT પ્લેટફોર્મ નહોતા ત્યારે માણસો જીવતાં કઈ રીતે હતા એ પ્રશ્ન મને વારંવાર થાય છે. જો કે દરેક ચીજના અતિરેક્ના જે ગંભીર ખતરા હોય તેમ આ ડિજિટલ ટોક્સિન પણ જેવું તેવું નથી . છતાં, પ્રમાણસર ડોઝ મનદુરસ્તી માટે એટલું જ મહત્વનો છે. OTT પ્લેટફૉર્મે તો વર્લ્ડ સિનેમાને આપણું ઘર બતાવી દીધું છે. અંગ્રેજી તો ઠીક પણ કોરિયન, સ્પેનિશ ,જાપનીઝ જે ફિલ્મો બને છે અને તે પણ આઉટ ઓફ બોક્સ વિષય સાથે તો પછી ઘર જલસાઘર બની જ જાય ને.   ટાઈમ ટ્રાવેલ વિષય પસંદ હોય તો હળવાશ સાથે  ગંભીર સમસ્યાને રજુ કરતી  રોમેન્ટિક ફિલ્મ જોવી રહી,  અવર ટાઈમ્સ  (મૂળ સ્પેનિશ શીર્ષક: Nuestros tiempos) ભૂલ્યા વિના જોઈ નાખજો. એ એક મેક્સિકન  સાઇ-ફાઇ રોમેન્ટિક મુવી  છે જે ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.  પ્લોટ પહેલા તો ચીલાચાલુ લાગે છે. સમય છે ૧૯૬૬ નો . ડો નોરા ક્લાસમાં ભણાવી રહી છે. તે ભૌતિકશાસ્ત્રી છે , સંશોધક પણ ખરી.  ક્લાસ પત્યા પછી એક વિદ્યાર્થીની નોરાને  વિનંતી કરે છે કે મને તમારી આસિસ્ટન્ટ બનાવો. નોરા ચાહે છે કે આ હોનહાર છોકરીને તે પોતાની સહાયક બન...

ક્રેશ & કવર અપ..

Image
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના આંચકા શમી રહ્યા છે છતાં તે પાછળના કારણો વિચારવાની પ્રક્રિયા નિરંતર રહેવાની છે. દરેક ચેનલો માધ્યમો પોતપોતાની રીતે ઘટનાનું મૂલ્યાંકન કરે સ્વાભાવિક છે. ખાસ કરીને મોટાભાગના પોડકાસ્ટર પોતપોતાની થિયરીને પ્રસ્તુત કરતા રહ્યા અને એમાં કોઈ શંકા નથી કે તેઓએ પોતપોતાની રીતે સંશોધન કર્યું  જ હશે. સહુ પ્રથમ થિયરી ચાલી ત્રાસવાદી હુમલાની.ખાસ કરીને સેલીબી એવિએશન હોલ્ડિંગ દ્વારા એરપોર્ટ માટે જે વિવાદ ચાલી રહ્યો હતો તેને હવા આપતી વાતો કે ગુબ્બારા ચાલવા લાગ્યા. સેલેબી એવિએશન કંપની ઇન્ડિયામાં વર્ષોથી કાર્યરત હતી. 2009ની સાલમાં આ કંપનીનો પ્રવેશ વિધિવત રીતે ઇન્ડિયામાં થયો. તેને લાવવા પાછળનું મુખ્ય કારણ હતું ઝડપથી વિકસી રહેલું  ઉડ્ડયન ક્ષેત્ર. 2005 પછી જેટ, કિંગફિશર, ઇન્ડીગોના આગમન પછી જે તેજીથી વિકાસ થઇ રહ્યો હતો ત્યારે સરકારે PPP મોડેલ હેઠળ ખાનગી કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. મોટા એરપોર્ટ્સ જેવા કે દિલ્હી, મુંબઈ પ્રાઇવેટ કંપની સાથે સંયુક્ત ભાગીદારીમાં આપવાનો નિર્ણય કર્યો. જેના ભાગ રૂપે સેલેબીને આ કોન્ટ્રાકટ મળ્યો હતો. સેલેબી ટર્કીશ કંપની હતી પણ તેની લાયકાતમાં હતો વર્ષો...

ફાઇનલ ટેક ઓફ : ૐ શાંતિ

Image
                                                                                                                                              ફોટો:ગૂગલ  અમદાવાદની  વિમાન દુર્ઘટનાથી મૃત્યુ પામેલાં પેસેન્જરના સ્નેહીઓ જ આઘાત પામ્યા હોય તેવું નથી.  માત્ર ગુજરાત જ નહીં આ આંચકો સમગ્ર ભારત અને વિદેશમાં પણ લાગ્યો છે. અત્યારે તો જાતજાતની થિયરી ચાલી રહી છે. તેમાં કેટલી સાચી એ તો આવનાર સમય પૂરવાર કરશે પણ બે વાત નિશ્ચિત છે જેની પર વિશ્વભરના મીડિયાનું ફોકસ છે. સહુ પહેલા તો વાત એ છે કે કોસ્ટ કેટિંગમાં ભારતની એર લાઇન્સ માહિર છે. તેમાં પણ ખાસ તો કોવિડ પછી મોટાભાગની એરલાઇન્સ ઓક્સિજન પર હતી. આમ તો સમગ્ર વિશ્વમાં પણ ખાસ ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર...