Posts

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

Image
गर फिरदौस बर रुए ज़मीं अस्त, हमीं अस्तो, हमीं अस्तो, हमीं अस्त... પૃથ્વી પર અગર જો કોઈ સ્વર્ગ હોય તો તે કશ્મીર, કશ્મીર અને કશ્મીર. મુઘલ બાદશાહ જહાંગીર પોતાના ન્યાય માટે પંકાયો એના કરતાં વધુ બદનામ થયો ઈશ્કે મિજાજી માટે. ના, માત્ર નૂરજહાં તરફની આસક્તિ નહીં, શરાબ અને કશ્મીરના સૌંદર્યનો નશો એટલો ભારે હતો કે એ રાજકાજ સંભાળવા ને બદલે કાશ્મીરમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો. એટલે હિન્દુસ્તાન પર બાદશાહ જહાંગીર ની નહીં, નૂરજહાં હકૂમત ચાલતી હતી. કાશ્મીર એવો પ્રદેશ જે પોતાના સૌંદર્ય ને કારણે હમેશા ચર્ચામાં રહ્યો  એટલે જ તો સદીઓથી ભારતનો સરતાજ કહેવાય  છે.  એવા સ્વર્ગની સૌથી પહેલી મુલાકાત 1975 માં. નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એક જિજ્ઞાસુ વિદ્યાર્થીનીનું અવલોકન શું હોય શકે?  ત્યારે સૌથી વધુ મનભાવન લાગ્યા હતા ફૂલના સામ્રાજ્ય.  તે સમયે કાશ્મીર સળગ્યું નહોતું. શાંતિમય વાતાવરણ, બોબી ફિલ્મમાં આવેલો એક બંગલો જોવામાં રસ વધુ હતો. બીજું હતું આકર્ષણ શિકારામાં સેર કરવાનું.  બસ, નાનાં મનની નાની નાની ઈચ્છાઓ. એ પૂરી થઈ ગઈ અને થોડાં જ વર્ષોમાં જન્નત કાશ્મીર જહન્નમ બની ગયું....

કલ આજ ઔર કલ

Image
આજકાલ ક્યાંય તમે  જોયું કે પ્રેમપત્ર લખાતાં હોય?  ના, ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ નહીં.  ચીમનલાલ કે સત્યમ કલેક્શનમાંથી ખરીદેલી સ્ટેશનરી પછી રાતના દસના ટકોરા શું થાય  ઘરમાં સોપો પડી જાય ત્યારે રેશમી અંધારા ને ઝાંખા પ્રકાશમાં એ પાનાં પર  મરોડદાર અક્ષરે થતી શરૂઆત.  પહેલી પાંચ સાત મિનિટ તો નવું સંબોધન શું કરવું એ વિચારવામાં વીતી જાય.  પત્ર લખાઈ રહે ત્યારે મધરાત વીતી ગઈ હોય. બીજે દિવસે એના પર ચાર્લી કે કોઈ એવું સેન્ટ છાંટી કે પછી પરબીડિયામાં ચોરીછૂપીથી એક તજ બે ત્રણ એલચી મૂકીને ટપાલ પેટીમાં નાખવાની મજા. પછી પૂરા ચાર દિવસ ભૂલી જવાનું. પાંચમા દિવસથી જવાબી પત્રની ઈંતેજારી શરૂ.  આ જમાનો યાદ છે?  તમામ હમઉમ્ર દોસ્તો ન જ ભૂલ્યા હોય..  મારું હંમેશા માનવું રહ્યુ કે દુનિયામાં જેટલો બદલાવ આપણી પેઢીએ જોયો છે, તે ન તો  પહેલાં કોઈ પેઢીએ જોયો છે અને ન જ આ પછી પેઢી જોશે. આ છેલ્લી પેઢી છીએ જેણે કટી પતંગમાં વિધવા સ્વરૂપ માધવી (આશા પારેખ) સાથે આંસુ વહાવ્યા હશે.. જે રાજેશ ખન્ના કે ઋષિ કપૂરના દીવાનગીભર્યાં પ્રેમમાં ન હોય. છોકરાઓ થોડાં ડાહ્યા. તેમણે ખબર કે મુમતાઝ ક...

અંતહીન અંધકાર ...

Image
  આપણે જયારે પણ વિશ્વની ઐતિહાસિક તારાજી ,બળવો કે ક્રાંતિની વાત વિષે વિચારીએ ત્યારે મૂળ તપાસતાં નજરે ચઢે તેમના સત્તાધીશ દ્વારા અખત્યાર કરાયેલી પોલિસીઓ , નીતિ કે કુશાસન, ગેરવહીવટ . એ પછી અહંકારમાં લેવાયેલા નિર્ણય હોય કે વૈચારિક દરિદ્રતાને કારણે દીર્ઘદ્રષ્ટિ વિના લેવાયેલ તઘલખી નિર્ણયો.  તઘલખી શબ્દની ઉત્પત્તિ વિષે મૂળમાં આ જ કારણ છે.  કિતાબ કથામાં ચીનના  સાહિત્ય વાંચવા વિશે વાંચવાની વાત થઇ ત્યારે દ્વિધા એ હતી કે વાંચવું શું ? જે સંસ્કૃતિએ કાગળની શોધ કરી હોય ,સાતથી વધુ ભાષા મુખ્ય લેખાતી હોય ને મોટાભાગે ચિત્રલિપિ એમાં શું વાંચવું ? છેલ્લે થયું કે એવું કશુંક વાંચવું જે માત્ર વાર્તા તત્વ સુધી સીમિત ન હોય પણ ખરેખરા ચીન વિશે પ્રકાશ પાડી શકે. એટલે પસંદગી ઉતારી સમકાલીન લેખક પર.  મા જિન એવા  એક ક્રાંતિકારી લેખક છે. ચીનમાં જન્મીને શિક્ષિત થયેલા  આ લેખક તો વ્યવસાયે એન્જિનિયર. કોઈ ઠીકઠાક નોકરી કરતા હતા પણ સ્વભાવને રાશ નહોતું આવતું. વળી શોખથી પેઈન્ટિંગ્સ બનાવતા, ટ્રાવેલ ખુબ કરતા એમાં સમાજને ,ખાસ કરીને સરકારી દમનને નિકટથી જોવાનો મોકો મ...

Triumphant Trio: Modi, Dobhal, and Dr. Jaishankar Leading India's Diplomatic Renaissance

On one hand, the opening of a temple in an Arab country; on the other, the release of eight Indians from Qatar. In the news of sheer joy, many people remembered that Kulbhushan Yadav had not yet been spared. There is nothing wrong in remembering, but those people never recall Rabindra Kaushik, whom Indiraji bestowed with the title of Tiger. No one recalls that he was immortalized by Salman and Salim Khan through films made on him, but when Rabindra Kaushik's identity was revealed, the government turned a blind eye. People have also forgotten that we spared 93,000 Pakistani soldiers but completely disregarded 75 prisoners of war. Even today, no one remembers them. Currently, we cannot discern the government's policy for the repatriation of the eight Indians. When PM Modi engaged in talks in Dubai with Sheikh Al Thani, the Emir of Qatar, there was hope in everyone's mind for a positive outcome. The death sentence was commuted to life imprisonment, and today those individuals ...

नींद निशानी मौत की, उठ कबीरा जाग,और रसायन छाँड़िके, नाम रसायन लाग

એક તરફ આરબ દેશમાં મંદિરનું ઉદઘાટન બીજી તરફ કતારથી આઠ ભારતીયનો છુટકારો. આનંદના સમાચારમાં ઘણા લોકોને કુલભૂષણ યાદવનો છૂટકારો નથી થયો તે યાદ આવ્યું . યાદ આવ્યું એમાં કશું ખોટું નથી પણ એ લોકો રવીન્દ્ર કૌશિકને કદી યાદ નથી કરતા, જેને ઈન્દિરાજીએ ટાઇગરનો ખિતાબ આપેલો . સલમાન ને સલીમ ખાને તેની પર ફિલ્મો બનાવી ટંકશાળ પાડી પણ રવીન્દ્ર કૌશિકની આઇડેન્ટિટી ખુલ્લી પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા એ કોઈ યાદ કરતું નથી.  લોકો એ પણ ભૂલી ગયા છે કે પાકિસ્તાનના 93000 સૈનિકો આપણે બક્ષી દીધા હતા પણ સામે 75 યુદ્ધકેદીઓને આપણે સાવ ભૂલી જ ગયેલા. આજે પણ કોઈને યાદ નથી આવતું . અત્યારે આઠ ભારતીયની ઘરવાપસી માટે સરકારની સમ, દામ, દંડ ભેદ નીતિ જોઈ શકતા નથી.  જ્યારે દુબઈમાં મોદીએ દુબઈમાં  કતારના અમીર શેખ અલ થાની જોડે જે મંત્રણા કરી હતી ત્યારે સહુના મનમાં આશા હતી કે પોઝિટિવ પરિણામ આવશે. ફાંસીની સજા ઉમર કેદમાં પરિણમી ને આજે એ લોકો ઘરે સહીસલામત આવી ગયા છે.  બાકી હતું એમ 2028માં પૂરો થતો LNG નો કરાર રીન્યુ કર્યો તે પણ 6 બિલિયન ડોલર કમ કરીને . અને કોઈ કસર રહી જતી હોય તેમ વધુ, પોતે  કાંડા આમળવાનું છ...

આવરણ: ખુલ્લી આંખે અંધારપટ

Image
ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું  લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ભૈરપ્પાજી કન્નડ ભાષામાં લખે છે ઉપરાંત હિન્દીમાં પણ લોકપ્રિય નવલકથાઓ આપી છે. પરંતુ,  મોટાભાગના પુસ્તકો ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે. તેમના ઘણાં પુસ્તકો અને મળેલાં સન્માન એક બ્લોગમાં સમાવવા એટલે શક્ય નથી કારણકે તેની યાદી લગભગ છ કે સાત પાનાં ભરીને છે. તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ.  આ પુસ્તકમાં શું છે? શા માટે વાંચવું જોઈએ?   આવરણ મૂળ કન્નડમાં છે , જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી માહિતી આપે છે કે વિવિધ ભાષામાં તેની 38 જેટલી આવૃત્તિ પાંચ વર્ષમાં થઇ ચૂકી હતી.   નવલકથાની શરૂઆત તુંગભદ્રા બંધના સરકારી અતિથિગૃહના ઉપરના માળની બારીમાંથી બહાર જોઈ રહેલી રઝિયાથી થાય છે. તે અસ્વસ્થ છે.  શું છે તેની અસ્વસ્થતાનું કારણ ?  આ વર્ણનથી શરુ  થાય છે નવલકથા .  લગ્ન 28 વર્ષ થઇ ચુક્યા છે. દંપતી પ્રૌઢવસ્થામાં પ્રવેશી રહ્યું છે. પતિ આમિર ફિલ્...

લેખક તરીકે પ્રયાસ આત્માની બારી ઉઘાડી આપવાનો છે : મુરાકામી

Image
 જ્યારે ચંદ્રકાંતા નામની ઐતિહાસિક સિરિયલ રજૂ થવાની હતી જ્યારે  એવું ક્યાંક વાંચવામાં આવેલું કે દેવકીનંદન ખત્રી દ્વારા 1888માં લખાયેલી નવલકથા ચંદ્રકાંતા ખરીદવા માટે લોકો રાત્રે પણ  દુકાન સામે કતાર લગાવતા હતા. આ વાત કેટલી સાચી ને કેટલી પબ્લિસિટી સ્ટંટ ભગવાન જાણે પણ જે કે રોલિંગની હેરી પોટર ને બાદ કરતાં કોઈ પુસ્તક માટે આવી ચાહત જોઈ નહોતી.  આ ઉન્માદ જોવા મળ્યો 2020માં . કોરોના લોકડાઉન પછી જાપાની લેખક હાકિરો મુરાકામીના પુસ્તક માટે એવો ઉત્સાહ જોવા મળ્યો. જેની નોંધ વિશ્વના મીડિયાએ લેવી પડી.  જ્યારે કિતાબકથાની શરૂઆતી બેઠકમાં નોબેલ પુરસ્કાર વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કિસને વાંચ્યા હતા ત્યારે થયેલી ચર્ચામાં અતિપ્રસિદ્ધ એવા આ જાપાની લેખક હાકીરો મુરાકામી વિશે પણ વાત થઇ હતી.  મેજીકલ રિયાલિઝમ માટે જાણીતા ગેબ્રિએલ ગાર્સિયાની જેમ મુરાકામી પણ એટલા જ જાણીતા અને ચાહીતા છે.    પુસ્તકના નામ હતા એક, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને બીજું હતું Abandoning a Cat: Memories of my Father. આ બે પુસ્તકો માટે લાગેલી કતારના પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફ્સ કોઈ પણ પુસ્તકપ્...