नींद निशानी मौत की, उठ कबीरा जाग,और रसायन छाँड़िके, नाम रसायन लाग

એક તરફ આરબ દેશમાં મંદિરનું ઉદઘાટન બીજી તરફ કતારથી આઠ ભારતીયનો છુટકારો. આનંદના સમાચારમાં ઘણા લોકોને કુલભૂષણ યાદવનો છૂટકારો નથી થયો તે યાદ આવ્યું . યાદ આવ્યું એમાં કશું ખોટું નથી પણ એ લોકો રવીન્દ્ર કૌશિકને કદી યાદ નથી કરતા, જેને ઈન્દિરાજીએ ટાઇગરનો ખિતાબ આપેલો . સલમાન ને સલીમ ખાને તેની પર ફિલ્મો બનાવી ટંકશાળ પાડી પણ રવીન્દ્ર કૌશિકની આઇડેન્ટિટી ખુલ્લી પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા એ કોઈ યાદ કરતું નથી. 
લોકો એ પણ ભૂલી ગયા છે કે પાકિસ્તાનના 93000 સૈનિકો આપણે બક્ષી દીધા હતા પણ સામે 75 યુદ્ધકેદીઓને આપણે સાવ ભૂલી જ ગયેલા. આજે પણ કોઈને યાદ નથી આવતું .
અત્યારે આઠ ભારતીયની ઘરવાપસી માટે સરકારની સમ, દામ, દંડ ભેદ નીતિ જોઈ શકતા નથી. 
જ્યારે દુબઈમાં મોદીએ દુબઈમાં  કતારના અમીર શેખ અલ થાની જોડે જે મંત્રણા કરી હતી ત્યારે સહુના મનમાં આશા હતી કે પોઝિટિવ પરિણામ આવશે. ફાંસીની સજા ઉમર કેદમાં પરિણમી ને આજે એ લોકો ઘરે સહીસલામત આવી ગયા છે. 
બાકી હતું એમ 2028માં પૂરો થતો LNG નો કરાર રીન્યુ કર્યો તે પણ 6 બિલિયન ડોલર કમ કરીને . અને કોઈ કસર રહી જતી હોય તેમ વધુ, પોતે  કાંડા આમળવાનું છોડીને CIA ને કામ સોંપ્યું ... આજકાલ તો યુએસએમાં ભારતનું લોબિંગ સૌથી વધુ તો પેન્ટાગોન કરે છે. 
આ તમામ વાતો રોજેરોજ બધે ચર્ચાય છે. જગજાહેર છે છતાં ડો. જયશંકર અને મોદીની કૂટનીતિ  કરતાં પોતે વધુ જીયો પોલિટિકસના ખાં છે તેવું માનનારને તો આપણે શું કહી શકીએ ?

Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...