Posts

બ્લાસફેમી : ધર્મને નામે અમાનુષી અત્યાચાર માટે પરવાનગી આપતી કવાયત

Image
 તહેમીના દુર્રાની પાકિસ્તાનમાં નારીવાદી ચળવળ ચલાવવા માટે જાણીતું નામ છે. અલબત્ત, એ પોતે એક  વિવાદસ્પદ ચરિત્ર રહ્યા છે એમ કહી શકાય. પોતાની આત્મકથા માય ફ્યુડલ લોર્ડથી જાણીતા થયેલા આ લેખિકા તત્કાલીન પાક પીએમ શાહબાઝ શરીફના ચોથા  પત્ની છે , અને શરીફ તહેમીનાના ત્રીજા પતિ છે.  સત્ય ઘટના પર આધારિત, નવલકથા બ્લેસ્ફેમી નવલકથા તહેમીના દુર્રાની જેવી સ્ત્રીએ ન લખતાં જો કોઈ પોલિટિકલ પાવર વિનાની , સામાન્ય લેખિકાએ કે લેખકે લખી હોત તો એને મૃત્યુદંડની સજા ફરમાવાઈ હોત એ એટલી જ જાહેર વાત છે.  પુસ્તકનો મહોલ દક્ષિણ પાકિસ્તાનમાં સેટ છે. જયાં  પિતૃસત્તા અને પુરૂષનું વર્ચસ્વ તેની ટોચ પર છે, સ્ત્રીઓ અને વંચિત લોકોની સ્થિતિ તેમના સૌથી નીચા સ્તરે છે અને ધાર્મિક કટ્ટરવાદ  ચરમ પર છે. તહેમીના દંભી અને હિંસક કહેવાતા ધાર્મિક નેતાઓ દ્વારા ઇસ્લામની સરળ વિકૃતિને આગળ લાવે છે. વર્ણનો ભયંકર  છે અને આજે પણ હજારો મહિલાઓ આ પ્રકારના જીવનમાં કેદ  છે તેવો વિચાર હચમચાવી જાય છે.  શરૂઆત થાય છે એક કહેવાતા મહાન પીરબાબાના મૃત્યુથી. ઘરમાં શબ પડ્યું છે અને તેની પત્ની હીરની મનોવ્યથા. એ દુઃખી...

તાજ : ડિવાઈડેડ બાય બ્લડ

Image
સિરીઝમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે મુગલ રાજવી અકબરના માથાનો દુખાવો હતા તેના ત્રણ દીકરાઓ. એક તો સંતતિ  થતી નહોતી એટલે સલીમ ચિશ્તી પાસે દુઆએ માંગીને સંતતિ પ્રાપ્ત કરી. સલીમ ચિશ્તીના નામ પાછળ નામ રાખ્યું સલીમ. જે એક નંબરનો ઐયાશ પ્રિન્સ હતો. બીજો હતો મુરાદ જે બહાદુર હતો પણ બેરહમ હતો . ત્રીજો પાંચ સમયનો નમાઝી ,ભાવુક ને ગે  હતો. અકબરે નક્કી કર્યું કે પોતાના પિતરાઈ ભાઈ સાથે કલહના બીજ વવાયાં હતા પહેલા પુત્રને ગાદી મળે એ વાતથી તેથી  હવે  પાટવી કુંવર જેવી કોઈ પ્રથા ન હોય. જે કાબેલ હશે તેને રાજ મળશે એટલે આ ત્રણ ભાઈઓ વચ્ચે જામે છે જંગ.  પહેલી સીઝનમાં માત્ર 10 એપિસોડ છે. સલીમ ચિસ્તીની પાંચ મિનિટની ભૂમિકામાં છે ધર્મેન્દ્ર. જેને જોઈને લાગે કે ધરમ પાજીએ હવે એક્ટીંગ છોડીને લોનાવલાના બંગલામાં ડોગીઓ સાથે રમતાં પિક્ચર્સ ઇન્સ્ટા પર મૂકવા સિવાય બીજું કોઈ કામ ન કરવું જોઈએ.  અકબર છે નસીરુદ્દીન શાહ , જેની ચાહત છે કે સલીમ જવાબદાર બને, મુરાદ રહેમદિલ બને ને દાનિયલ બહાદુર બને.  અકબરન...

બ્રહ્મજ્ઞાન@50 Re

Image
  ભાંગ.. આ નામ સાથે શું અનુભૂતિ થાય?  mysticism, ecstasy, spirituality...આ ત્રણે ઘટકનો એક ચીજમાં સમન્વય થાય તે છે ભાંગ.  વર્ષો પૂર્વે મુંબઈ વસવાટ માટે આવવાનું થયું ત્યારે જવાનું થયેલું મહાલક્ષ્મી મંદિર. ચાર દાયકા પહેલા આ મંદિરનો માહોલ જુદો હતો. હમણાં જવાનું થયું ત્યારે જોયું કે ન તો એ દરિયો છે જે મહાલક્ષ્મી મંદિરના ખડકોને પખાળતો હતો ન તો એ પથ્થરો રહ્યા છે જ્યાં મુગ્ધ પ્રેમીઓ કલાકો બેસી રહેતા હતા. કોસ્ટલ રોડ માટે આપણે ભારે ટોલ ચૂકવવાનો છે એ પૈકી આ પણ એક.  હા, પણ વાત તો ભાંગની હતી. તે વખતે મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં ભાંગ ખુલ્લેઆમ મળતી હતી . દર્શને આવનાર શ્રદ્ધાળુઓ દર્શન કર્યા પછી બે ચીજ અચૂક કરતા, એક તો  ભાંગ કે ઠંડાઈ સાથે ગરમાગરમ દાળવડાં ઝાપટતાં ને પછી મંદિરની પાછળ આવેલા ખડકો પર હિંમત કરીને પહોંચી જઈને દરિયાના પાણીમાં પગ ડૂબાડી બેસી રહેતા.  કામ માત્ર યુવાન પ્રેમી જોડાં માટે, બાકી લિજ્જત જે દાળવડાં અને ભાંગની હતી એ સૌ કોઈ માટે ખરી.  એ મજા ઘણીવાર માણી હતી. પછી તો અચાનક એ બધું ક્યાંય પાછળ છૂટી ગયું.  ...

કભી ખતમ ન હો... યે સફર..

Image
  चलती चली जाए  ज़िंदगी की डगर कभी ख़त्म न हो,  ये सफर..   मंजिल की उसे कुछ भी न खबर फिर भी चला जाये... दूर का राही... તવાંગ માટે સવારની પહોરમાં દિરાંગની આરામદાયક હોટેલ છોડીને નીકળ્યા ત્યારે મનની સ્થિતિ આવી જ કંઈક હતી. દરેક વ્યક્તિ કોઈક ભ્રમમાં જીવતી હોય છે. પોતાની શક્તિ, ક્ષમતા વિશે. ક્યારેક પોતાને ખ્યાલ પણ હોય છતાં મનની શક્તિ ને વિલ પાવર, સેલ્ફ કોન્ફિડન્સ ને એવા ઘણાં બધા મોટિવેશનલ વાતોના ડોઝ પીને ઘણીવાર આપણે પોતાનો મત સાંભળવાનું ચૂકી જતાં હોઈએ .  એવું જ કંઈક થયું હતું . સફર પર જવા પૂર્વે સાથે લઈ જવાની દવાનું લિસ્ટ ચેક કર્યું ને એમાં એક નામ ખૂટતું લાગ્યું , ડાયમોક્સ . પર્વતોમાં ખાસ કરીને ઊંચાઈએ જવાનું હોય ત્યારે હાઈ ઓલ્ટીટ્યુડ સિકનેસ માટે અત્યંત જરૂરી એવી આ મેડિસિન સાથે લેવી કે નહીં એ પ્રશ્ન ઉઠયો. એક વિચાર થયો કે સાથે લઇ લેવી જરૂરી છે, ન વપરાય તો વાંધો નહીં પણ સાથે રાખી છે એ ધરપત જ દવાનું કામ કરે.  એ  ઘરમાં રહેતી મેડિસિન કીટ સાથે તો હોય નહીં , કેમિસ્ટને ત્યાંથી મંગાવવી પડે. એમાં યાદ આવી એક મોટિવેશન સ્પીચ. મન મક્કમ હોય તો માળવે જવાય, એવર...

પર્બત કે ઉસ પાર... ઉગતાં સૂર્યના પ્રદેશમાં..

Image
પર્બંતો કે પેડો પર, શામ કા બસેરા હૈ સુરમઈ ઉજાલા હૈ  ચંપઈ અંધેરા હૈ ... અચાનક તમારા મનમાં સાહિર લુધિયાનવી સાહેબનું, ખૈયામ સાહેબે સ્વરબધ્ધ કરેલું સદાબહાર ગીત રમવા માંડે તો સમજો કે  તમે આવી ચૂક્યા છો હિમાલયના અંકમાં .આજુબાજુ છવાયેલી ભૂખરી સુરમઈ સાંજ અને ઈલકટ્રીક વાયોલટ ઉજાસ . ક્યા બાત !!!   અરુણાચલ પ્રદેશ , એટલે જ્યાં અરુણનો ઉદય થાય તે , સહુપ્રથમ સૂર્યનારાયણ અહીં દર્શન આપે છે. મ્યાનમાર ચીન સીમાને લાગીને છે ડોંગ વેલી . ભારતમાં સહુ પ્રથમ સૂર્યોદય અહીં થાય છે. જે જોવા માટે ખાસ તો વિદેશી સહેલાણીઓ ત્રણ વાગ્યે પહાડી પર પહોંચવાના અભિયાન આદરી દે. અમારે તો ત્યાં જવાનું નહોતું. અમારી મંઝિલ હતી તવાંગ. પણ, ત્યાં પહોંચવા માટે પહેલા જવું પડે દિરાંગ . રસ્તો લાંબો પણ હતો અને પહાડી હોવાને નાતે થોડો કપરો.  (આઝાદીના વર્ષો સુધી નોર્થ ઈસ્ટના રાજ્યો પોતાને સેકન્ડક્લાસ સિટીઝન સમજતાં હતા. કારણ ? થયેલી ઉપેક્ષા. આ રાજ્યોનું પ્રવેશદ્વાર છે ગુવાહાટી પણ પછી જે વિકાસ થવો જોઈએ થયો નહીં. આપણાં અરુણાચલ પ્રદેશ પર ચીન જે દાવો કરે છે તેના મૂળમાં આ જ જડ છે હિમાલયન blunder પૈકીનું એક. આઝાદી સમયે...

એક ભૂલની સજા , સ્વરચિત કારાવાસ

Image
નામ : કલ્યાણી  /  રુકૈયા  બેગમ આ સત્ય ઘટના છે અને આ પાત્રો નજર સામે હોવા છતાં એમની ઓળખ છતી ન થાય તે માટે નામ અને ઘટનાસ્થળ બદલ્યા છે. મીરા રોડમાં રહેતું એક મધ્યમવર્ગીય કુટુંબ , ખાધે પીધે સુખી કહી શકાય એવું , પરિવારમાં પતિ પત્નીને બે દીકરીઓ, કલ્યાણી ને હર્ષિણી. કિલ્લોલ કરતુ નાનું કુટુંબ, બંને દીકરીઓ ભણીને જીવનમાં કઈંક કરી બતાડે એવા આશયથી માબાપે તમામ ખુશી ને મોજશોખને મનથી તિલાંજલિ આપી હતી. શાંત નદીની જેમ જિંદગી વહી રહી હતી. યુવાની ટકોરા દઈ રહી હતી ને મોટી દીકરી કલ્યાણીને. માત્ર શારીરિક જ નહીં માનસિક ભાવાત્મક પરિવર્તન સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું  . અચાનક જિદ્દી , માબાપ પાસે નાની નાની વાતોમાં જીદ કરતી , સ્કુલ ન જવાના બહાના શોધતી કલ્યાણી અચાનક એકદમ ડાહીડમરી દીકરી થઇ ગઈ હતી. રોજ મિત્રો સાથે રખડપટ્ટી માટે માબાપ સાથે ઝગડા કરતી , ઘરમાં હોય તો વર્તાયા વિના ન રહે એ કલ્યાણી પોતાના રૂમમાં કલાકો  સુધી વાંચતી રહેતી કે પછી  , મ્યુઝિક સાંભળતી બેઠી હોય એ સીન સામાન્ય થઇ ગયો હતો . મમ્મી  મનીષા તો એકદમ ખુશ. એને તો આ વાત કોઈ સ્વપ્...

દૂર ગગન કી છાંવ મેં..

Image
 તમે મેઘાલય જાવ અને વર્લ્ડ ફેમસ લિવિંગ રૂટ બ્રિજ ન જુઓ તો શું ફાયદો ? નોંધ : આ લેખને અંતે 2014 માં કરેલા એક અનોખા અનુભવનો પીસ શેર કર્યો છે. એ છે ખરો લાઈવ રૂટ બ્રિજ. જ્યાં જવું ખરેખર ખાવાનો ખેલ નથી, અમને જો જાણ હોત તો જવાની હિંમત ન કરતે , એ શું વાત છે જણાવી હોય તો વાંચવાનો ચૂકશો નહીં.  સૂચના પૂરી :)  લિવિંગ રૂટ બ્રિજ ? એ શું છે એવો પ્રશ્ન ખરેખર તો  ન થવો જોઈએ, કારણ કે એ વિશ્વભરમાં અનોખી એવી ભારતની વિશેષતા છે. માત્રને માત્ર ભારતમાં , મેઘાલયમાં છે જેને જોવા વિશ્વમાંથી સહેલાણીઓ આવે છે.જોવાની વાત એ છે કે  તે છત્તાં સરેરાશ ભારતીય એ વિશે અજાણ છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કે ભારતીય પ્રવાસન ખાતું આ અજાયબીનો  ક્યાંય ઉલ્લેખ કરતું નથી. એ છે મેઘાલયમાં, સોહરામાં. આ સોહરા એ મૂળ ચેરાપુંજી.  આ શું ગરબડ થઈ રહી છે એમ ન પૂછશો. હકીકત એ છે કે સોહરા નામ જ ઓરિજિનલ છે. બ્રિટિશરોને બોલતાં ફાવતું નહીં એટલે સોહરાનું અપભ્રંશ થઈને નામ પડ્યું ચેરા. એમાં પુંજી ઉમેરાયું એટલે કે કેપિટલ. સોહરાનો અર્થ રાજધાની જ થાય. સ્થાનિક ખાસી અને ગોરા કોમ માટે આ રાજધાની હતી.  છેલ્લાં દસ વર...