Posts

સામ્રાજ્ય ઓકિૅડનું, રાજ રહાઈનોનું: કાઝીરંગા નેશનલ પાર્ક

Image
તમે આસામ ગયા ને કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત ન લઇ શકો તો એ વસવસો તમને વર્ષો સાલે. જેવો અમને સાલ્યો હતો.  કાઝીરંગા થોડું ઓફબીટ અભ્યારણ્ય છે. ગુવાહાટીથી પણ 200 કિલોમીટર દૂર.  બ્રહ્મપુત્રના  મિજાજ વિષે કોણ અજાણ છે ? નદી ભારે મિજાજી. કાઝીરંગા પાર્કમાં તેનું આધિપત્ય વર્ષના ચાર છ મહિના તો હોય જ.  તેમાં પણ, વરુણ દેવનો મૂડ ઠીક ન હોય ને વરસતા રહે તો બ્રહ્મપુત્ર એના રુદ્ર સ્વરૂપમાં આવી જાય. જે કારણે તેના નીર કાઝીરંગા પાર્કમાં ઊંડે સુધી ફરી વળે. આવા સંજોગોમાં એવું થાય કે પાર્કનો મોટો એરિયા પાણીમાં ગરક થઇ જાય એટલે સહેલાણીને જ્યાં વન્યજીવની વસ્તી વધુ છે તે વિસ્તારમાં જવા મળે નહીં. મોટેભાગે તો સલામતી ધોરણને ધ્યાનમાં રાખીને પાર્ક બંધ પણ કરી દેવામાં આવે. આવી પરિસ્થિતિ ગમે ત્યારે સંભવી શકે. ગુવાહાટીથી 200 કિલોમીટરની  મજલ કાપીને તમે ત્યાં પહોંચો ને પાર્ક બંધ હોય તો ?  સામાન્યરીતે ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો સમયગાળો સેફ છે. ત્યારે વરસાદની સંભાવના હોતી નથી એટલે નિરાશ થવાના ચાન્સ ઓછા હોય. અમે ઓક્ટોબરમાં ત્યાં પહોંચ્યા ત્યારે વરસાદ તો ન કહી શકાય પરંતુ છૂટાંછવાયાં ઝાપટા...

ચલ મન ચલ કહીં દૂર...

Image
  દિવાળી પૂર્વે વાત જ્યારે મિત્ર લલિતભાઈએ જણાવ્યું કે તેઓ નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો આસામ,મેઘાલય અને અરુણાચલ પ્રદેશની  વિચારણા કરી રહ્યા છે ત્યારે  પલક ઝપકાવ્યા વિના જોડાવા માટે હા ભણી દીધી હતી.  ભારતના સેવન સિસ્ટર્સ તરીકે લેખાતા ઉત્તર પૂર્વના આ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ,મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા એટલા તો ઉપેક્ષિત રહ્યા છે કે કોઈ વિદ્યાર્થીને તો ઠીક પણ સામાન્ય વ્યક્તિને આ સેવન સિસ્ટર્સના  નામ અચાનક પૂછો તો જવાબ વિચારવો પડે. ખાસ કરીને પ્રવર્તતી ગેરમાન્યતા અને ખોટી ભીતિએ પણ ઘણો ભાગ ભજવ્યો છે.  લોકેશનને કારણે આ રાજ્યો હંમેશા મેઈન સ્ટ્રીમ ઈન્ડિયાથી નોખા પડી જાય છે.  આજથી સાત વર્ષ પૂર્વે મેઘાલય અને આસામમાં દસ દિવસનો પ્રવાસ કર્યો હતો. અરુણાચલ પ્રદેશ વર્ષોથી વિશલિસ્ટમાં હોવા છતાં કોઈ સંયોગ બેઠો  નહોતો. એટલે જ્યારે મિત્ર લલિતભાઈએ  આ વાત શું કરી, મારે તો વિના કોઈ વિચાર કરે હા જ ભણવાની હતી.  નોર્થ ઈસ્ટ જવું હોય તો શ્રેષ્ઠ સીઝન છે ઓક્ટોબરથી એપ્રિલ એન્ડ. ઘણાં  મે મહિનો લેખાવે છે પણ ત્યારે...

વક્ત બડા બલવાન !!

Image
બે દિવસથી અનુરાગ કશ્યપ ને તાપસી પન્નુની ફિલ્મ દોબારા ટ્રોલ થઇ રહી છે.  સ્પેનિશ ફિલ્મ મિરાજની રીમેક એવી આ દોબારા ખરેખર તો આવી ને જતી રહી હોત તો જાણ સુધ્ધાં થાત નહીં , પણ તાપસી ને અનુરાગ ને થયું લાવો જરા ટ્રોલ ટ્રોલ રમીયે . જો ફિલ્મ થિયેટરમાં ન ઉપડે તો OTT પ્લેટફોર્મ પર તો કંઈ ઉકાળે ... એટલે તાપસી ને અનુરાગે જાહેરમાં કહ્યું  પ્લીઝ અમારો પણ બોયકોટ કરો ને , અમે રહી ન જવા જોઈએ.  દાઢમાં બોલાયેલી આ વાત રસિકોએ માની લીધી . થિયેટરમાં કાગડો સુધ્ધાં ન ફરક્યો ને શોઝ કેન્સલ કરવા પડ્યા.  એટલે પેલો અર્જુન કપૂર બોલ્યો ( એ કોણ એવું ન પૂછશો ) કે અમારી સહનશક્તિની પરીક્ષા ન લેશો. અમે ચૂપ રહ્યા એ અમારી ભૂલ છે.  લો બોલો.  SRK રહ્યો વ્યવહારુ બિઝનેસમેન . એની આવી રહેલી 'પઠાણ' માટે પાણી પહેલાં પાળ બાંધે તેવો. એને કહ્યું કે આપણે ફિલ્મમેકરે ઓડિયન્સને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ.  આમ તો વાત વિચારવા કે લખવા જેવી હરગીઝ ન કહેવાય પણ છેલ્લા થોડાં દિવસથી સોશિયલ મીડિયા પર જે ઉપાડો ચાલ્યો એટલે થયું આચમન કરી લેવા જેવું ખરું.  આમીરખાનની બહુ ગાજેલી લાલસિંહ ચઢ્ઢાના બોયકોટની વા...

જલ બિન મછલી

Image
   લેપટોપ ને મોબાઈલ ફોન વિનાની જિંદગી એટલે જલ બિન મછલી વર્ષો પહેલાં એક વેકેશન લીધું હતું માલદીવ્સ ટાપુ પર. રિસોર્ટનું સ્લોગન હતું નો શૂઝ નો ન્યુઝ. સોનેરી રેતી ધરાવતાં એ ટાપુની રિસોર્ટ હતી ફાઈવ સ્ટાર્સ , એમાં ટીવી અને તે સમયે  ડીવીડી પ્લેયર  હતા પણ  ન હતા તો કેબલ કનેક્શન. ટૂંકમાં ન તો બહારની દુનિયાના કોઈ વાવડ આવે ન જાય. તે સમય સ્માર્ટ ફોનનો નહોતો. ને હવે?  આ વિચારવાનો સમય મળ્યો હમણાં. થયું એવું કે લેપટોપના કી બોર્ડમાં કોઈ ખામી સર્જાતાં  સર્વિસ સેન્ટરમાં મોકલવું પડ્યું. પણ, હદ તો ત્યારે થઇ કે એ સમયગાળામાં મોબાઈલ ફોનનો ડિસ્પ્લે ઊડી ગયો. ઇમ્પોસિબલ વાત લાગે પણ આ હકીકત છે.  એવામાં વળી વચ્ચે આવ્યો વિકેન્ડ.  કહેવાનું તાત્પર્ય એ છે કે લગભગ એક અઠવાડિયા જેટલા સમય લેપટોપ ને ફોનથી દૂર રહેવાનો સંયોગ.  પહેલા બે દિવસ તો લાગ્યું કે હું ગુજરી ગઈ છું. ન કોઈ ફોનકોલ્સ , ન મેસેજ . ન વોટ્સએપ પર થતી પંચાત. કાનની નજીક બૉમ્બ ફૂટે ને જે બધિરતા અનુભવાય એવું જ કંઈક .  છેલ્લાં કેટલાંય સમયથી ટીવીનો ...

કાશી મથુરા ક્યારેય પણ જવાય પણ અહીં નહીં !!

Image
વિશ્વમાં અજોડ એક માત્ર એવો લિવિંગ રુટ બ્રિજ  પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.  લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી. આ ફેસબુક પણ અજબ રમકડું છે.  યાદ રાખેલી કે કદીય ન યાદ રાખવી હોય એવી , યાદગાર પ્રસંગો, દોસ્તો દુશ્મનોને યાદ કરાવ્યા જ કરે. એ પણ વિના ભૂલે, દર વર્ષે, વર્ષોવર્ષ . રોજ જ એ થાય છે પણ દર વખતે હાંસિયામાં  શિલોન્ગ કે ચેરાપુંજી બાજુ જવાનું થાય તો એક નહીં જોવાલાયક સ્થળોનું તો લાબું લિસ્ટ મળશે. એમાં પણ ખાણીપીણી કે પછી આખા એશિયામાં પંકાયેલું  ચોખ્ખાચણાક નાનું અમસ્તું શહેર માવલિનોગ હોય કે પછી ગૌહાટી સિટીની અડોઅડ આવેલું એક એવું જંગલ જ્યાં એક પત્તુ હાલતું નથી , ન ટુરિસ્ટ યાદગીરી  સાથે પાંદડું લઇ જાય ન સ્થાનિકો। એની પણ ...

વો સુબહ કભી તો આયેગી : પણ ક્યારે...?

Image
 કાશ્મીર ફાઇલ્સ જોયું નહોતું ત્યારે વિચારી રાખ્યું હતું કે આ ફિલ્મ વિષે , આ વિષય પર કશું જ ન લખવું . પત્રકાર તરીકેની કારકિર્દીમાં કાશ્મીરને ખૂબ નિકટથી જોવાનો , વિસ્થાપિત હિન્દૂ પંડિત કુટુંબોને મળવાનો, સેના સાથે લાઈન ઓફ કંટ્રોલ પર રહેવાનો , સૌથી વધુ ખતરનાક વિસ્તારોમાં ઇન્સર્જન્સી દરમિયાન સોપોર બારામુલ્લાહની સુમસામ ગલીઓમાં ઘુમવાનો અને આ તમામ પરિબળોના પ્રત્યક્ષ અને પરોક્ષરીતે સાક્ષી બનવાની તક મળી હતી. એટલું જ નહીં કારકિર્દીના વર્ષોમાં લાંબા સમય સુધી ડિફેન્સ બીટ પણ કરી હતી.  ઘણી બધી વાતોના મૂળથી વાકેફ હોવા છતાં કશું નથી લખવું એવું મન બનાવી લીધું હતું. એ ફિલ્મ જોયા પછી મન ફેરવાય ગયું એવું પણ ન માનશો.  મન ફેરવવા માટે જવાબદાર કારણો તો જુદાં જ હતા. કહેવાતાં વિદ્વાનોના મત , ડિબેટ તરીકે , ભાષણ સ્વરૂપે , કમેન્ટના વિકૃત સ્વરૂપ તો જોયા પણ હદ  ત્યારે થઇ ગઈ કે આ કરુણાંતિકાને જસ્ટિફાય કરવાની ચળવળ ચાલી. વોટ્સએપ મેસેજ પર ફરતાં લાંબાલચક મેસેજો . મુસ્લિમ બહેનો પર કેટલા બળાત્કાર થયા છે તેનું શું ? એવી વાતો. હિન્દૂ કરતાં મુસ્લિમો વધુ માર્યા ગયા છે એવી વાહિયાત દલીલો....