Posts

આ સંસ્કાર કે પછી...?

Image
ઉત્તરપ્રદેશમાં બનેલી બે ધટનાઓ. જેમાંની એક નોંધ તો રશિયાના સ્પુટનિકે લીધી છે.  બનાવ નં 1. લગ્નની ચોરીમાં સપ્તપદીના ફેરાં ફરતી વખતે કન્યાને મેસીવ હાટૅઅટેક આવ્યો ને ત્યાં જ એનું મરણ થયું. ડઘાઈ ગયેલા જાનૈયાઓ અને કન્યાના સંબંધી પહેલાં તો ડઘાઈ ગયા. પરંતુ, ' ગામના ડાહ્યાં માણસો' 'પરિસ્થિતિને સાચવી લેવા' કન્યાની નાની બહેનને પરણાવી દેવાનું સૂચન કર્યું.  એટલે કે જ્યારે લગ્નની  વિધિ ચાલી રહી હતી ઘરના એક ખૂણામાં મોટી બહેનનો મૃતદેહ પડ્યો હતો.  2 એક ગામમાં હિંદુ અને મુસ્લિમ રમખાણ થઈ ગયું. વાત એમ બની હતી કે ગામમાં  એક પરિવારમાં લગ્ન સાથે લીધાં હતા. બારાત જ્યાંથી પસાર થવાની હતી તેના  માર્ગમાં મસ્જિદ આવતી હતી. ઝગડાનું કારણ હતું બારાતમાં ચાલી રહેલું લાઉડસ્પીકર.  નાની વાતે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. ઘણાં લોકો કહ્યું કે આવી રહેલી ચૂંટણીના મુદ્દા તરીકે વાપરવા આ બધી બબાલ ચગાવી દેવામાં આવી.  વાત એ વિશે નથી.  વાત એ છે કે જ્યારે એક પત્રકારે સ્વાભાવિક રીતે પૂછ્યું કે પણ, વરઘોડા માટે પોલીસ પરમિશન મળી હશે ને?  હવે ઈન્ટરવ્યુ આપનાર કન્યાના પિતા કે સ...

બિછડે સભી બારી બારી

Image
સમય સાથે સમાચાર પણ કેવાં કવન પહેરીને આવી જાય છે.  એક સમય હતો જ્યારે પહેલીવાર છૂટા પડવાની પીડા જરાતરા અનુભવાતી લાગી હતી. સ્કૂલમાં ઘણી સખીઓના સગપણ 12માં ધોરણમાં ત્યારે થવાનું શરૂ થયું.  લગ્ન તો ભણી રહે પછી કે ત્રણ ચાર વર્ષે કરવાનું નક્કી થતું. એ સમાચાર આવે તે સાથે એને વારંવાર મળવાની મનાઈ. ફક્ત સગપણ થયું હોય  પણ સખી સાસરવાસી. એને પોતાનો સમય ભાવિ ભરથાર સાથે ભાવિ સાસુને રસોઈકળામાં કેટલી પ્રવીણ છે એ દર્શાવવામાં પૂરો. એટલે સગપણ થાય ત્યાં મૈત્રી પર પૂર્ણવિરામ. એ પછી સમય આવ્યો સહુના લગ્નજીવન અને બાળબચ્ચાના સમાચારનો. કોને શું છે. કઈ નર્સરીમાં એડમિશન થઈ ગયું. એ પછી પતિની પ્રગતિ, પોતે વર્કિંગ વુમન હોય તો ઓફિસ politics સમાચારોમાં સમય વહી જાય છે. આંખ મીંચીને ખોલી હોય તેમ સંતાનોના વિવાહ, બાળકના સમાચાર શરૂ થઈ જાય. આ બધું સામાન્ય લાગ્યા કરતું હતું પણ ગયા વર્ષથી સ્થિતિ બદલાઈ ગઈ. અચાનક જ ગમતાં મિત્રો, સ્નેહીઓની exit ના સમાચારે જિંદગીને એવો ભૂખરો રંગ દેખાડી દીધો જેની કલ્પના સપને કરી નહોતી. હદ ક્યારે થઇ રહી છે ખબર છે? Fb પર મિત્રોના ફોટો જોઈને આનંદ થતો હતો હવે જો હવે એ હસતો ચહેરો ...

અત્તર જેવા માણસો

Image
થોડાં વર્ષો પૂર્વેની વાત. મેં એ વખતે બ્લોગ પર કે fb પોસ્ટ પર માટીના અત્તર વિશે લખ્યું હતું. જવાબમાં એક પોસ્ટ બહુ રસપ્રદ હતી. પાલનપુરના પ્રસિદ્ધ માટીના અત્તરની માહિતી આપતી. એ લખનાર હતા ભાટોલ ભાઈ.  એક વાત તો અહીં માનવી રહી કે ફેસબુક મને સારા લોકો અને સારા દોસ્તો મેળવી આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. એમાંના એક ભાટોળ ભાઈ.  Fb ના માધ્યમથી દોસ્તી આગળ વધી. એમના રાજકીય વિચારો જાણ્યા પછી એમને અમારા એ group માં શામિલ કર્યા. એમનું group સેતુ તો સાગર જેવું વિશાળ. નામી ડોક્ટરો, સર્જન, રાજકીય હસ્તીઓ, કલેકટરથી લઈ પ્રોફેસર,   લેખકો, પત્રકારો.... એમને અમને એ ગ્રુપમાં શામિલ કર્યા. વચ્ચે વચ્ચે ક્યારેક ફોન પર વાતચીત થતી રહેતી.  એકવાર હું પાલનપુર બાળાશ્રમની મુલાકાતે ગઈ હતી. એ વાત એમને fb દ્વારા જાણી એટલે ફોન કરી મારો જ્યાં ઉતારો હતો ત્યાં મળવા આવી પહોંચ્યા. એટલું જ નહીં સમગ્ર પાલનપુરની ટુર પણ કરાવી હતી. એમના ઘરે પણ લઈ ગયા હતા.  એક મુલાકાત તેમની મુંબઈમાં થઈ હતી મારા ઘરે. જોવાની ખૂબી એ હતી કે એમને માટીનું અત્તર યાદ હતું. એ ભેટરૂપે સુંદર રીતે પેક કરેલું અત્તર લાવ્યા હતા. ત્રીજી મુલાક...

વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર

Image
વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર  વિદેશોમાં ઓતરમાં ચાલવાની મજા ઘણાંએ માણી હશે પણ ભારતમાં એવું કોઈ આકર્ષણ હોય અને તે પણ લગભગ લોકોની નજરથી અજાણ। દહેરાદૂન પાસે સહસ્ત્રધારા , મસૂરી, ધનૌટી ને હવે ચાલ જીવી જઈએ થી ચોપતા ઉમેરાયું છે પણ દહેરાદૂનથી માત્ર 8 કિલોમીટર દૂર એવી આ જગ્યા મોટાભાગના ટુરિસ્ટથી અજાણ છે. સ્થાનિક  લોકો એને ગુચ્છાપાની તરીકે લેખે છે પણ નેટ પર સર્ચ કરશો તો કદાચ એ નામે નહીં મળે , નેટ પર એનું નામ છે રોબર્સ કેવ , ચોરો કી ગુફા  .આ કોતર લગભગ 600 મીટર લાંબી છે જેમાં એક છેડેથી બીજા છેડે જે ડેડ એન્ડ લાગે પણ છે નહિ , ગુફા આગળ વિસ્તરતી અય છે જ્યાં સામાન્યપણે અવરજવર હોતી નથી. આ કુદરતી કોતર કેટલી જૂની હશે એ કહેવું મુશ્કેલ છે પણ અંફાદાર રહેલી અસાધારણ પથ્થરોના રંગ, રૂપ , રચના માનવ પાર મઅબૂર કરે કે લાખો વર્ષથી આ ગુફા હોવી જોઈએ જ્યાં ટપકતાં જલબિંદુએ અદભૂત કોતરણી કરી નાખી છે. ગ્રીન સ્ટોન , સામાન્યરીતે ઉત્તર ભારત અને ખાસ કરીને પાકિસ્તાનથી ઇજિપ્ત એટલે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મળી આવે છે એ જેડના પથ્થરોની મહાકાય શિલાઓ છે.  રોબર્સ કેવની સુંદરતા  વિષે લખવા કરતાં એન...

મુંબઈનો શિરમોર તાજ એટલે !

Image
બે દિવસ પૂર્વે કોઈ મિત્રે વોટ્સએપ પર થોડાં પિક્ચર્સ મોકલ્યા. આમ તો વોટ્સએપ પર આવતા મોટાભાગના મેસેજ આવ્યા તો જાઓ વખારેના ન્યાયે ડીલીટ કરવા માટે જ સર્જાય છે પણ ક્યારેક એવી કોઈ ચીજ હાથ લાગી જાય જાણે કોઈ મહામૂલું અનેરું ઘરેણું , કલેક્ટર્સ આઈટમ  .  બે દિવસ પહેલા મળેલા વિક્ટોરિયા ટર્મિનસના ફોટોગ્રાફસે ફરી જીદ કરીને બ્લોગ કરવા મજબૂર કરી દીધી  . આમ તો કોઈ પૂછે કે જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી પસંદ કરવાનું આવે તો કોની પસંદગી થાય ? સામાન્યરીતે જન્મભૂમિ ,પણ મને એ પ્રશ્ન થાય તો કર્મભૂમિ મુંબઈ જીતી જાય.  હા, શક્ય છે કે કદાચ કાલે કર્મભૂમિ કે વસવાટ  કોઈ અન્ય ભૂમિ હશે તો પણ મુંબઈ તો અવ્વલ સ્થાને જ રહેશે. આવું કૈંક છે મુંબઈમાં , જેના પ્રેમમાં એકવાર પડી જવાય તો કેદમાંથી નીકળવું મુશ્કેલ છે..એનું કારણ છે મુંબઇનો અસબાબ  .એમાં પછી ફોર્ટનાં ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ હોય કે પછી મરીનડ્રાઈવના ટ્રાઇપોડસ  . ભગવાન ભૂલ પડે તેવું ભુલેશ્વર હોય કે પછી વિદેશોની બરોબરી કરે તેવું પેલેડિયમ , મુંબઈ એટલે મુંબઈ. હા, તો વાત મૂળ હતી વી ટીની હવે સી એસ ટી , છત્રપતિ શિવાજી ટર્મિનસ, એક ...

રહેં ન રહેં હમ , મહેકા કરેંગે .....

Image
ગર ફિરદૌસ બર રૂએ ઝમીં અસ્ત , હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો। અગર પૃથ્વી પર જન્નત હોય તો એ અહીં જ છે , અહીં છે અહીં જ છે.  કાશ્મીર જોઈને વારી જનાર જહાંગીરે આ શબ્દો કહ્યા હતા.પણ, જો જહાંગીરે કેનેડાનું વિક્ટોરિયા જોયું હોત તો શક્ય છે મુઘલ સામ્રાજ્યના પાયા ત્યાં પણ નાખ્યા હોત. બ્રિટિશ કોલમ્બિયાનું એક ભાગ એવું  આ એક જ શહેર એવું છે કે શિયાળામાં આખું કેનેડા જયારે ઠરી જતું હોય ત્યારે સરખામણીમાં થોડું હૂંફાળું રહે છે. એ જ કારણ છે દરિયાના બિલોરી કાચ જેવા પાણી અને પ્રદૂષણ  વિનાના નીલા આસમાનની વચ્ચે બેઠેલું અસાધારણરીતે ખૂબસૂરત એવું આ ફૂલનગર , ગાર્ડન સિટી છે. એક બે પાંચ નહીં 70 મહાકાય ગાર્ડન છે એક નાના અમસ્તા શહેરમાં. અલબત્ત, નાનું શહેર આપણા જેવા ભારતીયોને લાગે ત્યાંના લોકો માટે તો એ દમદાર મોટું શહેર છે. મોટું એટલે ? 20 કિલોમીટરમાં પથરાયેલું , જ્યાં માત્રને માત્ર વસ્તી છે નવપરણિત કે પછી વૃદ્ધોની , એવા સિટિઝનનું આ શાંત , રમણીય શહેર એટલું સુંદર છે કે 70થી વધુ ગાર્ડનઉપરાંત  બાકી હોય તેમ જ્યાં જુઓ ત્યાંથી દરિયાનો વ્યુ મળે. જોગિંગ ટ્રેક, સાઇ...

સફર હવાઈ કિલ્લા થી ગોબીના રણની

Image
કરીબ કરીબ સિંગલ : સફર હવાઈ કિલ્લા થી  ગોબીના રણની સામાન્યરીતે ફિલ્મ વિષે  ત્યારે લખાય જયારે એ આવવાની હોય , ફિલ્મ આવી ગઈ હોય , વર્ષ વીતી ગયું હોય , ભુલાઈ પણ ચૂકી હોય ત્યારે એ વિષે લખવું નરી મૂર્ખતા જ કહેવાય. પણ , કરીબ કરીબ સિંગલ વિષે એવું કહેવું જરા અયોગ્ય તો ખરું. આવી ફિલ્મો જોઈએ ત્યારે લાગે કે ઓત્તારીની, આ તો તેરી મેરી કહાની હૈ જેવી વાત છે છતાં એ ફિલ્મો સુપર ફ્લોપ થાય. કારણ ? કારણ તેરી મેરી કહાની વાળો ક્લાસ કેટલો ? અલબત્ત આ ફિલ્મ ફ્લોપ હતી કે હિટ મને નથી ખબર પણ, એના વિષે ગુબ્બારા નહોતા ચગ્યા એટલે ધારી લીધું કે નહીં ચાલી હોય. હવે સારી ફિલ્મો ભલે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ સફળ ન હોય પણ એ એના ચાહકો પાસે પહોંચી જાય છે ખરી થેન્ક્સ ટુ નેટફ્લિક્સ એન્ડ એમેઝોન પ્રાઈમ .  એક બોઝિલ સાંજ હતી , મૂડ બેરંગ હતો. મિત્રો સાથે વાત કરવા માટે બિલકુલ અયોગ્ય સમય. થયું કે એક ફિલ્મ જોઈ નાખવી, બોલીવુડ ફિલ્મોની એક વાત માનવી પડે , એ મૂડની મરમ્મ્ત તો બેશક  કરી આપે. નેટફ્લિક્સ પર ન્યુ અરાઈવલમાં ઈરફાન સાથે એક ફ્રેશ ચહેરો જોયો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પાર્વતી અને ઈરફાનની માંદગ...