Posts

એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ

Image
વર્સેટાઈલ કવિ,ગીતકાર, ફિલ્મમેકર ની 82મી બર્થડે . જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા , ટીવી , એન્ટરટેઇનમેન્ટ સ્લોટ્સ ને પેજીસ પર છવાયેલા રહ્યા સંપૂર્ણ સિંહ કાલરા  .  અલબત્ત જૂના જોગીઓ એમને એ નામથી પરિચિત હોય તો ખબર નહીં પણ નવી પેઢીને  જાણકારી આપી રેડીઓ જોકીઓએ  . ગુલઝાર એટલે ગુલઝાર, ખરેખર તો  એમના નામની આગળ ન  શ્રી લાગે ન પાછળ જી લાગે  . એ  બધા  તકલ્લુફની મોહતાજી એમને નથી ભોગવવી પડતી  .  एक ख़ामोशी है, सुनती है, कहा करती है न ये बुझती है, न रुकती है, न ठहरी है कहीं नूर की बूँद है सदियों से बहा करती है सिर्फ एहसास है दूर से महसूस करो  प्यार को प्यार ही रहने दो कोई नाम न दो ... આ લખનાર કવિ લગ્નજીવનમાં બંધાય તે પણ એક જાજરમાન , પ્રતિભાવાન તે સમયે ટોચ પર હોય તેવી અભિનેત્રી સાથે એ પ્રેમને શું નામ અપાય ? સામાન્ય પ્રણયકથાઓમાં વાત હોય ધામધૂમથી લગ્ન કર્યા ને ખાધું પીધું ને રાજ કર્યું પણ આ કહાનીકારો ભૂલી જાય છે એક વાત કે બંને પક્ષે જો વિચક્ષણ પ્રતિભા હોય તો  ખાધું પીધું ને રાજ કર્યું ન થાય , તારાજ કર્યું  એ...
Image
જાહેર રજા હોય, તમને પાક્કી ખાતરી હોય કે કોઈ મોલમાં પાર્કિંગ  કે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવાની નથી , તો શું કરી શકાય ?  ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કે તેમને ત્યાં ધામા પણ એ વિકલ્પ પણ ન હોય તો ?  તો મુંબઈગરા ખાસ કરીંને સોબો પીપલ (સાઉથ બોમ્બેના લોકો માટે પરામાં રહેતાં મિત્રો કટાક્ષમાં આ શબ્દ વાપરે છે) માટે એક વિકલ્પ છે. ઓછી જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ ને પછી કોલાબા કોઝ વે પર લટાર  .  સામાન્ય આ કામ તો ચાલુ દિવસે પણ બિલકુલ થઇ શકે પરંતુ કોલાબા કોઝ વે આમ દિવસોમાં ટીનએજર્સનું મક્કા હોય છે. વિદેશી સહેલાણી અને કોલેજકન્યાઓથી ઉભરાતું, ચાલવાની જગ્યા મળે ન તો કોઈ નાની કાફે કે રેસ્ટોરન્ટમાં ક્યાંથી મળે? એનું કારણ છે કોઝવે પર આવેલું પાર વિનાનું શોપિંગ આકર્ષણ. જેને આપણે જંક જ્વેલરી લેખીએ તેવી તમામ આઈટમ. મેટલ, કાચના મણકા, દોરા ધાગા સુતળીમાંથી બનેલી ફેન્સી ફેશનેબલ , ને તે પણ નહિવત દામમાં  ,એવું જ કપડાં સાથે  પણ. અફકોર્સ , ત્રણવાર પહેરીને ફેંકી દો તો પણ પોષાય એટલા સસ્તાં , એક્સપોર્ટ માટે બનેલાં, વિદેશમાં ચુસ્ત કવોલિટી કંટ્રોલમાં નાપાસ થયેલા ટનબં...

કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?

Image
દર વર્ષે શીતળા સાતમ પાસે આવે એટલે  એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે. વાર્તા પ્રમાણે ગામમાં નવી વહુ આવી. જેવી સાસુની સામાન્ય વ્યાખ્યા  હોય તેવી સાસુ  મળી હતી.  હવે આપણી મુખ્ય નાયિકાની એક જ તકલીફ હતી,એને કુલેર બહુ ભાવે. કુલેર એટલે ઘી ગોળમાં ભેળવેલો બાજરાનો લોટ. ઘી  તો સાસુ તાળાચાવીમાં રાખે , વહુ શું કાચો લોટ ફાકે ? સાસુની પહેરેદારી સામે વહુ ત્રાસી ગઈ.પણ કહે કોને? એક દિવસ એને ચમકારો થયો. એ ગઈ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં  .ફરિયાદ કરવી તો બીજાને શું કરવી ? સીધી માતાજીને જ ન કરવી ? માતાજીને ફરિયાદ કરીને ઘરે આવી. મનમાં હતું કોઈક તો ચમત્કાર થશે ને કુલેરનો જોગ થઇ જશે, પણ પથ્થર પર પાણી. ઘી તો ચાવીબંધ કોઠારમાં  જ સચવાયેલું રહ્યું  . હવે કરવું શું ?  વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ  નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું ...

શ્રાવણની મસાલેદાર પ્રસાદી

Image
સુરતની ઘણી બધી ખાસિયતો છે પણ એક બેનમૂન છે ખાજાની , એવું બને નહીં કે વરસાદ જામ્યો હોય ને  એક જન્મજાત સુરતીના ઘરે ખાજા આવ્યા ન હોય. વરસાદમાં ભજીયાની જ્યાફત તો સૌ માણે પણ સુરતીઓ સ્વાદ ને ખાનપાનમાં એક મુઠ્ઠી ઉંચેરા એટલી વાત તો સ્વીકારવી પડે. શિયાળામાં વસાણા, પોંક , ઊંધિયું , ઉંબાડિયું  હવે વર્લ્ડકલાસ થઇ ચૂક્યા છે. મિઠાઈઓ તો બંગાળી હોય કે સુરતી એને કોઈ સરહદ ન નડે , એ પછી ઘારી હોય કે ઘેબર , એની વાત કરવી છે પણ પછી ક્યારેક આજે તો માત્ર ખાજાંપુરાણ કારણ કે આ સરસિયા ખાજાં માત્ર ને માત્ર શ્રાવણ અને વરસાદ દરમિયાન જ મળે ને ખાઈ શકાય  . એનું કારણ છે એમાં રહેલાં મરીનું પ્રમાણ  . આજથી એક સદી પૂર્વે લોકોની ખાણીપીણી ઋતુ મુજબ  રહેતી હતી.  જેમ ભારતમાં ઋતુ  પ્રમાણે આહાર ખવાતો હતો એ જ ચાલ  પશ્ચિમી જગતમાં પણ છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોમાસામાં ફ્રોઝન કેરીનો રસ કે પછી ભર ઉનાળે ફોન્ડ્યુ ,આજની તાસીર છે. અલબત્ત , ખાજાં ચોમાસામાં જ ખવાય છે પણ એમ મનાય છે કે એ ઉનાળો જવાની તૈયારીમાં હોય ત્યારે કેરીના રસ સાથે પણ ખવાતા રહ્યા છ...

તમે ફિટ છો ? Really ?

Image
કોઈ જયારે આપણને ખરી ઉંમર કરતા ઘણાં યુવાન ધારી  લે ત્યારે જે આનંદ આવે તે આનંદ તો દીકરીના મિની સ્કર્ટ પહેરીને પણ ન આવે. ચહેરાનો મેકઅપ , ટૂંકા કપડાં , દોડધામ, પાર્ટીને સોશિયલ સર્કલમાં ઉઠબેસ અભી તો મૈં જવાન હું ફીલ કરાવવા પૂરતા છે પણ હકીકત કઈંક ઔર જ હોય. ચહેરાની કરચલી , આંખના કાળા કુંડાળા મેકઅપ નીચે આસાનીથી છૂપાવી શકાય પણ જયારે પગના અંગૂઠાને અડી ન શકાય ત્યારે મનોમન તો સમજાય જાય આખી વાત. અલબત્ત, ઉંમર થાય કે માંદગી પછી ચાલવા આવનાર લોકો ઓછા હોય, બલ્કે ફિટનેસ માટે સજાગ લોકો માટે વૉક રોજની પૂજાપાઠ જેટલો જ મહત્વનો છે. ઇવનિંગ વોકરની પણ અજબ દુનિયા છે. એકબીજાને ઓળખાતાં ન હોય છતાં રોજ સામસામે થઇ જતાં ચહેરાં જાણીતા થઇ જાય. નામ ખબર ન હોય પણ ચહેરાની ઓળખને કારણે સામસામે થઇ જવાથી અડધા સેન્ટિમીટરનું સ્માઈલ આપી પોતાની રફ્તારમાં ગૂમ.સિરિયસ વોક કરનાર લોકો એ સમય દરમિયાન વાત કરવાનું ટાળે છે કારણ કે સ્પીડ ઓછી થઇ જાય , એટલે કેલેરી ઓછી બળે.મોટાભાગના લોકો ફોર્ટી પ્લસ હોય. યુવાનિયાના ટોળાઓ ની વાત જ ન કરવી રહી. સેલ્ફીમગ્ન લોકોને હાજી કોઈ કસરતની જરૂર પણ ન વર્તાતી હોય એટલે ચાલે. વાત છે કઈ ઉંમરે...

Just Chill Chill Chill

Image
  યાદ છે જુલાઈ મહિનાની એક પોસ્ટ ? મિત્ર સુનિલ મહેતાના પ્રવાસપ્રેમ તથા 60ના મુકામે પહોંચ્યા પછી પણ જીવનને જોવાનો અભિગમ  .... એ વિષે વાત કરી હતી, અને ત્યારે કહેલું કે કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ? એટલે વાત કરી હતી જુસ્સાની.પોતાની સાથે કરેલ કમિટમેન્ટની. એ હવે રિપીટ કરવી નથી. એ પોસ્ટમાં એમને યોજેલી ષષ્ઠિપૂર્તિની પાર્ટીમાં મહાલવા જવાની વાત લખી હતી. પૂરી વાત હવે ઉત્તરાર્ધમાં. અમેરિકાવાસી દીકરાએ પૂછ્યું , ડેડી , બર્થ ડે માટે શું પ્લાન છે?  'પૌત્ર સાથે રમીને ઉજવવાનો બીજો શું હોય ? ' આ જવાબ હતો સુનિલભાઈનો.  આ જવાબ દીકરા ચિરાગ અને અને અમેરિકન વહુ જુલિયેટે ,દીકરી કઈ રીતે ઉજવ્યો એ માટે યુટ્યુબની લિંક તો છે પણ પેપર ફોડી જ નાખીએ.  પૂરાં  44 કલાકના ટ્રાવેલિંગ પછી દીકરોવહુ  માત્ર ચાર દિવસ માટે કલકત્તા આવ્યા માત્રને માત્ર પોતાના ડેડીને રમાડવા માટે,  દીકરાએ  કહ્યું આ વર્ષે તમે અહીં આવો ને પૌત્રને રમાડો એના કરતાં  અમે ત્યાં આવીને તમને રમાડીએ  .  આ આધુનિક શ્રવણ...

જો તમારું ઘર ગંદુ તો મન ગંદુ

Image
હમણાં એક મિત્રને ત્યાં  અચાનક જવાનું થયું. ઘરના હાલહવાલ જોવા જેવા હતા. લિવિંગ રૂમમાં ધોવાયેલાં કપડાં ધોબીની રાહ જોતાં હોય એમ સોફા પાર બિરાજમાન હતા,  થોડું પાણી ઢોળાયેલું પડ્યું હતું ,  ડૉગીએ પાણી પીતાં ઢોળ્યું હોય કે પછી  ..... , ને બે ડોગી એવા ધમાલ ચડ્યા હતા ને તે પણ સોફા પર. સોફા કુશન્સ જમીન પર પડ્યા હતા. સવારના વંચાઈ ગયેલા છાપાં ફરફર થતાં સાઈડ પર ઢગલો થઈને બેઠાં હતા.  શૂઝ કાઢીને ક્યાં મૂકવા એની કોઈ તાલીમ જ ન મળી  હોય તેમ સોફાની નીચેથી ડોકિયાં કરતા ચપ્પલ પડ્યા હતા. કિચન ને બાથરૂમ તો એથીય જાય એવી અવસ્થામાં હતા. ટોઇલેટની સીટ ભીની, ફ્લોર પર પાણી , કિચનમાં સિંકમાં થોડો ઘણો એંઠવાડ ને સૌથી ડરામણું દ્રશ્ય ભરબપોરે વંદા બાગમાં ફરતા હોય એમ લટાર મારવા નીકળેલા  . તમને જો એવું લાગ્યું હોય કે મારા ચહેરાના હાવભાવ જોઈ મારી મિત્ર થોડી ક્ષોભિત થઇ હશે તો તમારી ધારણા બિલકુલ ખોટી છે. એને તો ખૂબ જ ઉમળકાભેર આવકાર આપ્યો એટલું જ નહીં સોફા પર પડેલા કપડાં ઉઠાવીને બેસવા માટે જગ્યા પણ કરી આપી ને સલાહ પણ આપી દીધી : આ બધું જોઈને આંખ ને મોઢું બં...