Just Chill Chill Chill



 યાદ છે જુલાઈ મહિનાની એક પોસ્ટ ?
મિત્ર સુનિલ મહેતાના પ્રવાસપ્રેમ તથા 60ના મુકામે પહોંચ્યા પછી પણ જીવનને જોવાનો અભિગમ  .... એ વિષે વાત કરી હતી, અને ત્યારે કહેલું કે કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ?



એટલે વાત કરી હતી જુસ્સાની.પોતાની સાથે કરેલ કમિટમેન્ટની. એ હવે રિપીટ કરવી નથી.
એ પોસ્ટમાં એમને યોજેલી ષષ્ઠિપૂર્તિની પાર્ટીમાં મહાલવા જવાની વાત લખી હતી.

પૂરી વાત હવે ઉત્તરાર્ધમાં.


અમેરિકાવાસી દીકરાએ પૂછ્યું , ડેડી , બર્થ ડે માટે શું પ્લાન છે? 
'પૌત્ર સાથે રમીને ઉજવવાનો બીજો શું હોય ? ' આ જવાબ હતો સુનિલભાઈનો. 
આ જવાબ દીકરા ચિરાગ અને અને અમેરિકન વહુ જુલિયેટે ,દીકરી કઈ રીતે ઉજવ્યો એ માટે યુટ્યુબની લિંક તો છે પણ પેપર ફોડી જ નાખીએ. 

પૂરાં  44 કલાકના ટ્રાવેલિંગ પછી દીકરોવહુ  માત્ર ચાર દિવસ માટે કલકત્તા આવ્યા માત્રને માત્ર પોતાના ડેડીને રમાડવા માટે, દીકરાએ  કહ્યું આ વર્ષે તમે અહીં આવો ને પૌત્રને રમાડો એના કરતાં  અમે ત્યાં આવીને તમને રમાડીએ  . 

આ આધુનિક શ્રવણને ખબર હતી  પિતાના પ્રવાસપ્રેમની , તેમના વિશાળ ફ્રેન્ડ સર્કલની. 10 વર્ષના કુલ પ્રવાસની સંખ્યા થતી હતી  99 અને મિત્રોની સંખ્યા 60.  શું કોમ્બિનેશન થયું !! 
નંબર 100 મંદારમણિ , પશ્ચિમ બંગાળ , એ પણ એકલા કે સજોડે નહીં બલ્કે મિત્રમંડળ સહિત  જેની કૂલ  સંખ્યા થતી હતી  60 , એમની ઉમર સાથે મેચિંગ મેચિંગ. એવા રસિકજનની પાર્ટી પણ થીમ પાર્ટી જ હોય ને ! અને મારે માટે તો બગાસું ખાતા પતાસું આવ્યું. બર્થડે પાર્ટી સુનિલભાઈની ને બર્થ ડે મારી , મિત્રોને સુગમ રહે એટલે એક દિવસ વહેલી કરી એટલે કે 10 જુલાઈ ને બદલે 9મી. થઈને બગાસું ને પતાસું ? :)


60 વર્ષના ને તેથી વધુ ઉંમરના મિત્રોએ રમતો રમવાથી માંડીને દરિયાની મોજ માણી , વૉટર ફોલ ને રેઇન ડાન્સમાં જલસા કર્યા એની અનુભૂતિ તો હાજર હોય તો જ જાણી શકાય એવું નથી.


છ કલાકના શૂટિંગ કરેલા ફૂટેજને માત્ર છથી સાત મિનિટમાં ફિટ કરવાની  સુનિલભાઈના મિત્ર નરેન ગોસ્વામીની કલાકારી જોવી હોય તો લિંક પર ક્લિક કરીને જોઈ લેજો  .
રિસ્ક ફેક્ટર એટલું કે જો એ કલીપ જોઈ તો તમે પણ આવી પાર્ટી કરવાના મૂડમાં આવી જશો એ વાત તો નક્કી.
Sunil Mehta s 60th birthday celebration

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen