Posts

કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?

Image
દર વર્ષે શીતળા સાતમ પાસે આવે એટલે  એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે. વાર્તા પ્રમાણે ગામમાં નવી વહુ આવી. જેવી સાસુની સામાન્ય વ્યાખ્યા  હોય તેવી સાસુ  મળી હતી.  હવે આપણી મુખ્ય નાયિકાની એક જ તકલીફ હતી,એને કુલેર બહુ ભાવે. કુલેર એટલે ઘી ગોળમાં ભેળવેલો બાજરાનો લોટ. ઘી  તો સાસુ તાળાચાવીમાં રાખે , વહુ શું કાચો લોટ ફાકે ? સાસુની પહેરેદારી સામે વહુ ત્રાસી ગઈ.પણ કહે કોને? એક દિવસ એને ચમકારો થયો. એ ગઈ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં  .ફરિયાદ કરવી તો બીજાને શું કરવી ? સીધી માતાજીને જ ન કરવી ? માતાજીને ફરિયાદ કરીને ઘરે આવી. મનમાં હતું કોઈક તો ચમત્કાર થશે ને કુલેરનો જોગ થઇ જશે, પણ પથ્થર પર પાણી. ઘી તો ચાવીબંધ કોઠારમાં  જ સચવાયેલું રહ્યું  . હવે કરવું શું ?  વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ  નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું ...

શ્રાવણની મસાલેદાર પ્રસાદી

Image
સુરતની ઘણી બધી ખાસિયતો છે પણ એક બેનમૂન છે ખાજાની , એવું બને નહીં કે વરસાદ જામ્યો હોય ને  એક જન્મજાત સુરતીના ઘરે ખાજા આવ્યા ન હોય. વરસાદમાં ભજીયાની જ્યાફત તો સૌ માણે પણ સુરતીઓ સ્વાદ ને ખાનપાનમાં એક મુઠ્ઠી ઉંચેરા એટલી વાત તો સ્વીકારવી પડે. શિયાળામાં વસાણા, પોંક , ઊંધિયું , ઉંબાડિયું  હવે વર્લ્ડકલાસ થઇ ચૂક્યા છે. મિઠાઈઓ તો બંગાળી હોય કે સુરતી એને કોઈ સરહદ ન નડે , એ પછી ઘારી હોય કે ઘેબર , એની વાત કરવી છે પણ પછી ક્યારેક આજે તો માત્ર ખાજાંપુરાણ કારણ કે આ સરસિયા ખાજાં માત્ર ને માત્ર શ્રાવણ અને વરસાદ દરમિયાન જ મળે ને ખાઈ શકાય  . એનું કારણ છે એમાં રહેલાં મરીનું પ્રમાણ  . આજથી એક સદી પૂર્વે લોકોની ખાણીપીણી ઋતુ મુજબ  રહેતી હતી.  જેમ ભારતમાં ઋતુ  પ્રમાણે આહાર ખવાતો હતો એ જ ચાલ  પશ્ચિમી જગતમાં પણ છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોમાસામાં ફ્રોઝન કેરીનો રસ કે પછી ભર ઉનાળે ફોન્ડ્યુ ,આજની તાસીર છે. અલબત્ત , ખાજાં ચોમાસામાં જ ખવાય છે પણ એમ મનાય છે કે એ ઉનાળો જવાની તૈયારીમાં હોય ત્યારે કેરીના રસ સાથે પણ ખવાતા રહ્યા છ...

તમે ફિટ છો ? Really ?

Image
કોઈ જયારે આપણને ખરી ઉંમર કરતા ઘણાં યુવાન ધારી  લે ત્યારે જે આનંદ આવે તે આનંદ તો દીકરીના મિની સ્કર્ટ પહેરીને પણ ન આવે. ચહેરાનો મેકઅપ , ટૂંકા કપડાં , દોડધામ, પાર્ટીને સોશિયલ સર્કલમાં ઉઠબેસ અભી તો મૈં જવાન હું ફીલ કરાવવા પૂરતા છે પણ હકીકત કઈંક ઔર જ હોય. ચહેરાની કરચલી , આંખના કાળા કુંડાળા મેકઅપ નીચે આસાનીથી છૂપાવી શકાય પણ જયારે પગના અંગૂઠાને અડી ન શકાય ત્યારે મનોમન તો સમજાય જાય આખી વાત. અલબત્ત, ઉંમર થાય કે માંદગી પછી ચાલવા આવનાર લોકો ઓછા હોય, બલ્કે ફિટનેસ માટે સજાગ લોકો માટે વૉક રોજની પૂજાપાઠ જેટલો જ મહત્વનો છે. ઇવનિંગ વોકરની પણ અજબ દુનિયા છે. એકબીજાને ઓળખાતાં ન હોય છતાં રોજ સામસામે થઇ જતાં ચહેરાં જાણીતા થઇ જાય. નામ ખબર ન હોય પણ ચહેરાની ઓળખને કારણે સામસામે થઇ જવાથી અડધા સેન્ટિમીટરનું સ્માઈલ આપી પોતાની રફ્તારમાં ગૂમ.સિરિયસ વોક કરનાર લોકો એ સમય દરમિયાન વાત કરવાનું ટાળે છે કારણ કે સ્પીડ ઓછી થઇ જાય , એટલે કેલેરી ઓછી બળે.મોટાભાગના લોકો ફોર્ટી પ્લસ હોય. યુવાનિયાના ટોળાઓ ની વાત જ ન કરવી રહી. સેલ્ફીમગ્ન લોકોને હાજી કોઈ કસરતની જરૂર પણ ન વર્તાતી હોય એટલે ચાલે. વાત છે કઈ ઉંમરે...

Just Chill Chill Chill

Image
  યાદ છે જુલાઈ મહિનાની એક પોસ્ટ ? મિત્ર સુનિલ મહેતાના પ્રવાસપ્રેમ તથા 60ના મુકામે પહોંચ્યા પછી પણ જીવનને જોવાનો અભિગમ  .... એ વિષે વાત કરી હતી, અને ત્યારે કહેલું કે કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ? એટલે વાત કરી હતી જુસ્સાની.પોતાની સાથે કરેલ કમિટમેન્ટની. એ હવે રિપીટ કરવી નથી. એ પોસ્ટમાં એમને યોજેલી ષષ્ઠિપૂર્તિની પાર્ટીમાં મહાલવા જવાની વાત લખી હતી. પૂરી વાત હવે ઉત્તરાર્ધમાં. અમેરિકાવાસી દીકરાએ પૂછ્યું , ડેડી , બર્થ ડે માટે શું પ્લાન છે?  'પૌત્ર સાથે રમીને ઉજવવાનો બીજો શું હોય ? ' આ જવાબ હતો સુનિલભાઈનો.  આ જવાબ દીકરા ચિરાગ અને અને અમેરિકન વહુ જુલિયેટે ,દીકરી કઈ રીતે ઉજવ્યો એ માટે યુટ્યુબની લિંક તો છે પણ પેપર ફોડી જ નાખીએ.  પૂરાં  44 કલાકના ટ્રાવેલિંગ પછી દીકરોવહુ  માત્ર ચાર દિવસ માટે કલકત્તા આવ્યા માત્રને માત્ર પોતાના ડેડીને રમાડવા માટે,  દીકરાએ  કહ્યું આ વર્ષે તમે અહીં આવો ને પૌત્રને રમાડો એના કરતાં  અમે ત્યાં આવીને તમને રમાડીએ  .  આ આધુનિક શ્રવણ...

જો તમારું ઘર ગંદુ તો મન ગંદુ

Image
હમણાં એક મિત્રને ત્યાં  અચાનક જવાનું થયું. ઘરના હાલહવાલ જોવા જેવા હતા. લિવિંગ રૂમમાં ધોવાયેલાં કપડાં ધોબીની રાહ જોતાં હોય એમ સોફા પાર બિરાજમાન હતા,  થોડું પાણી ઢોળાયેલું પડ્યું હતું ,  ડૉગીએ પાણી પીતાં ઢોળ્યું હોય કે પછી  ..... , ને બે ડોગી એવા ધમાલ ચડ્યા હતા ને તે પણ સોફા પર. સોફા કુશન્સ જમીન પર પડ્યા હતા. સવારના વંચાઈ ગયેલા છાપાં ફરફર થતાં સાઈડ પર ઢગલો થઈને બેઠાં હતા.  શૂઝ કાઢીને ક્યાં મૂકવા એની કોઈ તાલીમ જ ન મળી  હોય તેમ સોફાની નીચેથી ડોકિયાં કરતા ચપ્પલ પડ્યા હતા. કિચન ને બાથરૂમ તો એથીય જાય એવી અવસ્થામાં હતા. ટોઇલેટની સીટ ભીની, ફ્લોર પર પાણી , કિચનમાં સિંકમાં થોડો ઘણો એંઠવાડ ને સૌથી ડરામણું દ્રશ્ય ભરબપોરે વંદા બાગમાં ફરતા હોય એમ લટાર મારવા નીકળેલા  . તમને જો એવું લાગ્યું હોય કે મારા ચહેરાના હાવભાવ જોઈ મારી મિત્ર થોડી ક્ષોભિત થઇ હશે તો તમારી ધારણા બિલકુલ ખોટી છે. એને તો ખૂબ જ ઉમળકાભેર આવકાર આપ્યો એટલું જ નહીં સોફા પર પડેલા કપડાં ઉઠાવીને બેસવા માટે જગ્યા પણ કરી આપી ને સલાહ પણ આપી દીધી : આ બધું જોઈને આંખ ને મોઢું બં...

મેલ કરવત મોચીના મોચીના ન્યાયે ....

Image
આમ તો આ બ્લોગ પર પોલિટિકલ વાત કે લેખ ન જ લખવા એવું મનોમન નક્કી કર્યું હતું પણ કહેવાય છે ને મેલ કરવત મોચીના મોચી  , એ જ રીતે એકવાર પત્રકાર સદા પત્રકાર  . જે રીતની અફરાતફરી ચાલી રહી છે ગુજરાતમાં ત્યારે મનમાં એક પર્સનલ ફેવરિટ સોન્ગ આ સિચ્યુએશનને ફિટ થતું લાગ્યું  . મજરૂહ સાહેબનું લખેલું એ ગીત , અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. ફિલ્મ છે અકેલે હમ અકેલે તુમ   .....આમિર ને મનીષા કોઈરાલા , કુમાર સાનુ ને અલકા યાજ્ઞિકે ગયેલું   .... 95માં આવેલી ફિલ્મનું સોન્ગ વન ઓફ ધ ફેવરિટસ  હતું પણ સાવ વિસરાઈ ગયેલું  . હવે શું કહેવું આગળ ? કોંગ્રેસના વિધાનસભ્યોએ યાદ કરાવ્યું ? લિરિક્સ  વાંચશો તો તમે પણ અમારા મત સાથે સહમત થશો.   आये न दामन अब हाथ मे पाना तुमको मुमकिन ही नही सोचे भी तो हम घबराते है दिल हमको कभी समझाता है हम दिल को कभी समझाते है https://www.youtube.com/watch?v=mCP6WVbvGLc

મુંબઈ મેરી જાન : બમ્બૈયા વારાણસીને ગ્રહણ લાગ્યું છે બેહાલીનું

Image
ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. રાજા ભીમદેવને યશકલગી પહેરાવાય છે મુંબઈમાં સભ્યતા સંસ્કૃતિ જનજીવન વિકસાવવા માટે પણ હકીકત તો એ છે કે ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. સમય હતો સમ્રાટ અશોકનો, મૌર્ય સામ્રાજ્યનો. એ વખતે આ ટાપુઓ પર હિન્દૂ અને બૌદ્ધ સંસ્કૃતિ વિકસી હતી. ખાસ કરીને બૌદ્ધ  ભિક્ષુઓ ધર્મપ્રચાર માટે ફરતા એટલે નિવાસ માટે જે વિહારનું નિર્માણ કરતાં તે માટેની મગધસમ્રાટ અશોકે આપી હતી તેના પુરાવા આજે પણ છે. જ બોરીવલીની કાન્હેરી કેવ્સ , અંધેરીમાં મહાકાલી ગુફાઓ આજે પણ અડીખમ છે. જેની વાત ફરી કોઈવાર  . મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આ ટાપુઓ સાતવાહન રાજનો ભાગ બની રહ્યા અને ત્યાં સોપારા બંદર (આજનું નાલા સોપારા)વિકસ્યું હતું તેવું મનાય છે. સોપારાથી સીધો વહાણવ્યવહાર રોમ સુધી ચાલતો હતો. આ વાત છે ઈ.સ પૂર્વેની . આ ઉલ્લેખ વિખ્યાત ટ્રાવેલર ટોલોમીએ કર્યો છે, હેપ્તનેશિયા તરીકે. એ પછી ટાપુઓએ બહુ ચડતી પડતી જોઈ. સતવાહનની પડતી પછી પશ્ચિમ મહારાષ્ટ્રના અ...