Posts

ગોવાનો એક ગોપિત ચહેરો

Image
આ ગોવાને કોણ જાણે છે ? હમણાં એક ગોવાની મિત્રને  મળવાનો પ્રોગ્રામ થયો. આમ પણ જૂનાં મિત્રો મળે ત્યારે સામાન્યરીતે ધર્મ અને રાજકારણ વિષે ચર્ચા કરવાનું ટાળી દીધું છે. આ બે વિષયમાં સમાન રસવાળા મિત્રો પણ ક્યારે તલવાર તાણીને સામસામે આવી જાય કહેવાય નહીં. થોડાં જૂનાં સંસ્મરણો વાગોળી લીધા પછી એ જ રસ રુચિની ચર્ચા હતી. સંસ્કૃતિ, સંગીત, સાહિત્યની વાતો વચ્ચે  બોબીના ગે ગે રે સાહિબા ગીતની વાત નીકળી. મૂળ તો એ છે ગોઅન ફોક સોંગ. લોકગીતનું એક આગવું વિશ્વ છે.  દરેક ભાષામાં મળતાં લોકગીત તેમના સમય,સંસ્કૃતિ, સમયકાળ અને સંજોગો વિષે ન જાણે કેટલું બધું કહી જાય છે. પણ, આપણે તો આ ગીત બોબીમાં જોયું. વળી સંગીતમર્મી રાજ કપૂરે એનાથી વાતાવરણ જ કેવું સર્જ્યું હતું કે આપણને લાગે કે નાયિકા પોતાના પ્રિયતમ ને મળવા જવા નદીને પાર ઉતારવા નાવિક ને વિનંતી કરતી હશે. અત્યાર સુધી મારા મનમાં આ જ છાપ હતી. પણ,  આ વાત અર્ધસત્ય છે તેની જાણ નહોતી. આ ગીત પાછળની સ્ટોરીથી તદ્દન અજાણ મને જે જાણવા મળ્યું , કદાચ ઘણાં આ વાતથી જ્ઞાત હોય તો ખ્યાલ નથી પણ મેં આ પહેલીવાર જાણ્યું એટલે લખ્યા વિના ન રહી શકી.  આ ગીત ...

સ્પેશિયલ ઓપ્સ ગમી હોય તો રીયલ ટાઈમ સ્પેશ્યલ ઓપ્સ ન ચૂકતાં ...

Image
તાજેતરમાં થયેલા ઓપેરશન સિંદૂરનો મૂડ બરકરાર હોય કે પછી વારંવાર આવી પહોંચતા વર્ષારાણી ઘરમાં ભજીયા સાથે સમથિંગ સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય તો અમેઝોન પ્રાઈમ પર The Ministry of Ungentlemanly Warfare ફિલ્મ જોઈ નાખો.  ચર્ચિલ વિષે ઝાઝો અભ્યાસ નથી . બાળપણમાં ચર્ચિલ વિષે ઘણી વાતો સાંભળી હતી તેમાં યાદ રહી ગયેલી એક વાત કે ભારતીયોને આઝાદી આપવી એટલે વાંદરાના હાથમાં જામ પકડાવવો. એટલું જ નહીં એવું પણ કહ્યું હતું કે  Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. આ સાથે સ્કૂલમાં ઇતિહાસના શિક્ષક ઘણું બધું કહેતા.જે થોડું ઘણું સાંભળ્યું જાણ્યું હતું ત્યારથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગયેલી કે એમને ભારત અને ભારતીય માટે ભારે પૂર્વગ્રહ હતા. તો આપણે શું કામ એમની પ્રત્યે આદરભાવ રાખવો ?  આપણે એમની સાથે પૂર્વગ્રહથી પીડાઈ કદી તેમના વિષે કશું વાંચ્યું વિચાર્યું નહોતું પણ છેલ્લા થોડા સમયથી એ વિષે ...

વાત બે તાજ વચ્ચે કુરબાન થયેલી એક પ્રિન્સેસની

Image
આજનું મુંબઈ,400 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે એ એક મહાનગર હશે.  દર વર્ષે જૂન મહિનો આવે તે પહેલા માત્ર BMC જ નહીં તમામ મુંબઈકર પણ સજ્જ થઇ જાય. ખાસ કરીને રોજ નોકરીધંધા માટે પરામાંથી મુંબઈ આવતા કે કામકાજ માટે સબર્બ માં જનાર મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજથી ખોફ ખાતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આજે આટલા વર્ષે પણ મુંબઈ કેમ દોહ્યલું છે? આટલા વર્ષ એટલે ? આજે મુંબઈને મુંબઈ બનવાની 361મી વર્ષગાંઠ છે. 21 મે 1662 , આ દિવસ જયારે પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રિગેન્ઝાને બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્નમાં મુંબઈના ટાપુ કરિયાવરમાં આપવામાં આવ્યા.  મુંબઈ મુંબઈ  તો પછી બન્યું પહેલા તો હતો એક ટાપુનો સમૂહ. 23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા  . એ તો સહુને ખબર છે કે મુંબઈને મુંબઈ બનાવનાર હતા અંગ્રેજ. પણ એવું નહોતું કે આ પ્રદેશનું અસ્તિત્વ નહોતું.  અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ...

કિસ્સાગોઈ : ફોર મિલિયન

Image
 વાત છે એક પત્રકારની. એક કેમિસ્ટ કમ કમ્પાઉન્ડરની , એક મિકેનિકની.  નામ એનું વિલિયમ સિડની પોર્ટર . સાધારણ માણસ. જિંદગી ચલાવવા ઘણાં ઓડ જોબ કરી ચૂક્યો  હતો તેમાં એકવાર માથે આળ આવ્યું ચોરીનું. વિલિયમ થયો જેલ ભેગો. હવે થઇ સમસ્યા. ઘરમાં પત્ની અને બે નાના બાળકો . તેમને માટે આજીવિકા માટે કોઈ સાધન નહીં . હવે શું કરવું ? વિલિયમને વિચાર આવ્યો ટૂંકી વાર્તાઓ લખવાનો. જેલમાં બેઠાં બેઠાં જે અર્થોપાર્જન થાય તે ,  જો કોઈ છાપા મેગેઝીન છાપે તો એમાંથી મળનાર પુરસ્કારથી ઘર તો ચાલે. આઈડિયા કામ કરી ગયો. વિલિયમ પાસે એક હુન્નર હતો કોઈ પણ ઘટનાને રમૂજી રંગે રંગવાનો. પોતાની સાથે ,આજુબાજુ બનેલી ઘટના પર જ વાર્તાઓ લખવા માંડી, પ્રતિભાવ એવો મળ્યો કે એક અખબારના એડિટરે હાસ્યકથા કોલમ ચલાવવાનું પ્રોમિસ આપ્યું.  એ કોલમ એવી તો હિટ થઇ ગઈ કે વિલિયમ પોર્ટર રાતોરાત પંકાઈ ગયો.  એ કથા લાંબી ન ચાલી ,અને વ્યરંગકથા લેખક , હ્યુમરિસ્ટ એવા વિલિયમ પોર્ટરે હાથ અજમાવ્યો સંવેદનશીલ લેખન પર .  જે માટે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી , સંવેદનશીલ ટૂંકી વાર્તા માટે પ્રખ્યાત થયા તે આપણા આ લેખક વિલિયમે નવું એક પેન નેમ રાખ...

લૂક લંડન , ટોક ટોકિયો

Image
 પહેલગામ અટેક પછી જો સૌથી વ્યસ્ત કોઈ થઇ ગયું હોય તો તે છે નવરીબજાર . પ્રધાનમંત્રીએ શું કરવું , ગૃહમંત્રીએ શું કરવું. આ ચૂક કેમ થઇ ? કોનાથી થઇ ? એ માટે કઈ એજન્સી જવાબદાર છે , તેની ખેર ન રહેવી જોઈએ. જેટલા મોઢા એટલી વાતો હોય સ્વાભાવિક છે. ઘટના પણ એવી હતી કે અબાલવૃદ્ધ કોઈનું પણ લોહી ઉકળી જાય. પણ, જેટલો વધુ આક્રોશ એટલી વધુ ભાવાત્મકતા. જરૂરી તો એ છે કે આવા સમયે સાનભાન ઠેકાણે રાખવા જરૂરી હોય છે.   એમાં વાંક કોઈનો નથી. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે કે ભારત પાકિસ્તાન વચ્ચે આ વિવાદ 1500 વર્ષથી ચાલે છે. તેથી એમાં અમે વચ્ચે પાડવા નથી માંગતા. મિસ્ટર પ્રેસિડન્ટ ને એમ હશે કે આ પણ યેરૂસલેમ જેવો મામલો હશે , હિસ્ટ્રી માટે સાહેબ પોડકાસ્ટ પરથી જ્ઞાન લઇ લેતા હોવા જોઈએ. પ્રેસિડન્ટ કક્ષાના માણસ આવા બફાટ કરે તો સામાન્ય નાગરિક તો બેફામ બફાટ કરવાનો અધિકાર અબાધિત જ કહેવાય ને.   કાલે સોશિયલ મીડિયા પર એવી રણભેરી વાગતી હતી કે સિંધુ સંધિને તોડી નાખીને પાણી પુરવઠો સમૂળગો  બંધ કરી દેવાશે. જેથી  પાકિસ્તાનના પંજાબના ખેતરોનો પાક ઉભો ઉભો સળગી જશે ,લોકોને પાણીનું ટીપું નહીં મળે...

Kashmir: Between Beauty and Broken Trust

Image
In the past two years, I’ve had the opportunity to travel to Kashmir three times. The first trip was rather spontaneous—about two years ago, eight of us friends suddenly decided to go during the Republic Day flag-hoisting period. While the tricolour fluttered over Lal Chowk, a stronger desire stirred within us—to finally visit Kashmir. Within a week, our trip was planned. A short seven-day journey covering Srinagar, Gulmarg, Pahalgam, and wherever else time would permit. Unfortunately, the tour operator we chose was utterly incompetent. One wonders if he had even been to Kashmir himself. He gave us no advance information or guidance—typical of mediocre travel agents who believe their job ends with booking air tickets and hotels. When our enthusiastic group arrived, it was September, just at the end of tourist season. Kashmir seemed ready to retreat into hibernation. Yet, most tourists were still absorbed in the golden hues of autumn and shopping. Having visited Kashmir year...

ટ્યુલિપના રંગ વચ્ચે એક રંગ લોહીનો....

Image
 છેલ્લા બે વર્ષમાં ત્રણવાર કાશ્મીરમાં પ્રવાસ કરવાનો સંયોગ થયો. બે વર્ષ પૂર્વે આઠ સખીઓ અચાનક જ પ્રોગ્રામ બનાવ્યો હતો. એ પણ ધ્વજવંદન સમયે જ. એક તરફ લાલ ચોકમાં ધ્વજવંદન ચાલી રહ્યું હતું અને બીજી બાજુ કાશ્મીર હવે તો જઈને જ રહેવું તેવી ઈચ્છા પ્રબળ થઇ રહી હતી. એક અઠવાડિયાથી વધુ સમય પણ ન લાગ્યો અને અમે કાશ્મીરની ટ્રીપ ગોઠવી નાખી. માત્ર સાત દિવસની ટ્રીપ અને તેમાં જવાનું હતું શ્રીનગર, ગુલમર્ગ,પહેલગામ અને શક્ય બને તો  આસપાસ જે તક મળે ત્યાં.  ટુર ઓપરેટર પણ એવો નબળો મળ્યો કે કોઈ વાતે કાબેલ નહીં. જિંદગીમાં કાશ્મીર ગયો હશે કે નહીં એ ભગવાન જાણે . ન એને અમને કોઈ આગોતરી સૂચના આપી હતી ન કોઈ જાણકારી. જેમ કોઈ  મીડિયોકર ટ્રાવેલ એજન્ટો  કરે તેમ એર ટિકિટ બુકીંગ અને હોટેલ બુકીંગ કરી નાખ્યા એટલે એની જવાબદારી પૂરી.  ભારે ઉત્સાહમાં અમારી ટોળકી પહોંચી ત્યારે તે સપ્ટેમ્બર મહિનો હતો. ટુરિસ્ટ સીઝન  પૂરી થઈ રહી હતી. કાશ્મીર પાછું hibernation માં જવાની તૈયારીમાં હતું. તો પણ મોટા ભાગના ટુરિસ્ટ  પાનખરના રંગ અને ખરીદીમાં વ્યસ્ત હતા.  વર્ષો પછી હું કાશ્મીર ફરી ગઈ હતી ,...